લખાણ પર જાઓ

સપ્ટેમ્બર ૯

વિકિપીડિયામાંથી

૯ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૫૨મો (લિપ વર્ષ દરમ્યાન ૨૫૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૧૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૭૯૧ – રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટનના નામ પરથી અમેરિકાની રાજધાનીનું નામ વોશિંગ્ટન, ડી.સી. રાખવામાં આવ્યું.
  • ૧૮૫૦ – કેલિફોર્નિયા યુ.એસ.ના ત્રીસમા રાજ્ય તરીકે દાખલ કરવામાં આવ્યું.
  • ૧૯૨૨ – ગ્રીસ વિરુદ્ધ વર્ષો સુધી ચાલેલા યુદ્ધમાં તુર્કીસ્તાનનો વિજય.
  • ૧૯૬૯ – કેનેડામાં સત્તાવાર ભાષા અધિનિયમ અમલમાં આવ્યો. સમગ્ર ફેડરલ સરકારમાં ફ્રેન્ચ ભાષાને અંગ્રેજીની સમાન દરજ્જો આપવામાં આવ્યો.
  • ૧૯૯૧ – તાજિકિસ્તાને સોવિયેત યુનિયનથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
  • ૧૯૯૩ – ઈઝરાયલ–પેલેસ્ટાઇન શાંતિ પ્રક્રિયા: પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશને સત્તાવાર રીતે ઈઝરાયલને કાયદેસર રાજ્ય તરીકે માન્યતા આપી.
  • ૨૦૦૯ – અરબી દ્વીપકલ્પમાં પ્રથમ શહેરી ટ્રેન નેટવર્ક દુબઈ મેટ્રોનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
  • ૨૦૧૨ – ભારતીય અંતરિક્ષ એજન્સીએ સતત ૨૧ સફળ પીએસએલવી પ્રક્ષેપણના સિલસિલામાં હજી સુધીના તેના સૌથી ભારે વિદેશી ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મૂક્યો.
  • ૨૦૧૫ – એલિઝાબેથ દ્વિતીય યુનાઇટેડ કિંગડમ પર સૌથી લાંબુ શાસન કરનાર શાસક (સામ્રાજ્ઞી) બન્યા.
  • ૨૦૧૬ – ઉત્તર કોરિયાની સરકાર તેનું પાંચમું અને કથિત રીતે સૌથી મોટું પરમાણુ પરીક્ષણ કર્યું.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]