ડિસેમ્બર ૧૦

વિકિપીડિયામાંથી

૧૦ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૪૪મો (લિપ વર્ષ દરમ્યાન ૩૪૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૭૬૮ – બ્રિટાનિકા વિશ્વકોશ (ઍનસાયક્લોપીડિયા)ની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ.
  • ૧૭૯૯ - ફ્રાન્સે મીટરને લંબાઈના અધિકૃત એકમ તરીકે અપનાવ્યો.
  • ૧૮૧૭ – મિસિસિપી યુ.એસ.નું ૨૦મું રાજ્ય બન્યું.
  • ૧૮૮૪ - માર્ક ટ્વેઇનનું ‘હકલબરી ફિનનાં પરાક્રમો’ પ્રથમ વખત પ્રકાશિત થયું.
  • ૧૯૦૧ – આલ્ફ્રેડ નોબેલના મૃત્યુની પાંચમી વર્ષગાંઠ પર સ્ટોકહોમમાં પ્રથમ નોબેલ પુરસ્કાર સમારોહ યોજાયો.
  • ૧૯૦૨ – ઇજિપ્તમાં અસ્વાન ડેમના જળાશયનું ઉદઘાટન કરવામાં આવ્યું.
  • ૧૯૦૬ – અમેરિકાના રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટને રુસો-જાપાની યુદ્ધની મધ્યસ્થતામાં તેમની ભૂમિકા બદલ નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. તેઓ કોઈપણ ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ અમેરિકન બન્યા.
  • ૧૯૦૯ – સેલ્મા લેજરલૉફ સાહિત્યમાં નોબેલ પુરસ્કાર મેળવનારા પ્રથમ મહિલા લેખક બન્યા.
  • ૧૯૩૨ – થાઇલેન્ડે બંધારણીય રાજાશાહી અપનાવી.
  • ૧૯૪૮ – માનવ અધિકાર સંમેલન પર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા.
  • ૧૯૪૯ – ચીનનું ગૃહયુદ્ધ: પીપલ્સ લિબરેશન આર્મીએ ચીનના મુખ્ય ભૂમિમાં આવેલા છેલ્લા કુઓમિન્ટાંગના કબજા હેઠળના શહેર ચેંગડુની ઘેરાબંધી શરૂ કરી, જેના કારણે રિપબ્લિક ઓફ ચાઇનાના રાષ્ટ્રપતિ ચિયાંગ કાઇ-શેક અને તેમની સરકારને તાઇવાન પાછા ફરવાની ફરજ પડી.
  • ૧૯૫૩ – બ્રિટિશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલને સાહિત્યમાં નોબેલ પુરસ્કાર મળ્યો.
  • ૧૯૬૩ – સુલતાન જમશીદ બિન અબ્દુલ્લાના નેતૃત્વમાં ઝાંઝીબારને બંધારણીય રાજાશાહી તરીકે યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રતા મળી.
  • ૧૯૭૮ – આરબ-ઇઝરાયલ સંઘર્ષ: ઇઝરાયલના વડા પ્રધાન મેનાકેમ બિગિન અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અનવર સદાતને સંયુક્તપણે નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
  • ૧૯૮૪ – સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ યાતના (ટોર્ચર) સામેના સંમેલનને માન્યતા આપી.
  • ૧૯૯૬ – નેલ્સન મંડેલા દ્વારા દક્ષિણ આફ્રિકાનું નવું બંધારણ જાહેર કરવામાં આવ્યું.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

  • ૧૮૯૬ – આલ્ફ્રેડ નોબેલ, સ્વિડિશ રસાયણશાસ્ત્રી, ઈજનેર (જ. ૧૮૩૩)
  • ૧૯૬૩ – કે.એમ.પણિક્કર, ભારતીય ઇતિહાસકાર અને રાજદ્વારી (જ. ૧૮૯૪)
  • ૧૯૯૩ – બાપાલાલ વૈધ, ગુજરાતના જાણીતા આયુર્વેદજ્ઞ અને વૈદ્ય (જ. ૧૮૯૬)
  • ૨૦૦૧ – અશોક કુમાર, ભારતીય અભિનેતા (જ. ૧૯૧૧)
  • ૨૦૧૨ – અશ્વિની ભટ્ટ, ગુજરાતી ભાષાના નવલકથાકાર અને અનુવાદક (જ. ૧૯૩૬)
  • ૨૦૧૩ – શ્રીકાંત વાડિયાર, ભારતીય રાજકારણી અને મૈસૂરના પદાધિકારી મહારાજા (જ. ૧૯૪૬)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

  • બંધારણ દિન (થાઈલેન્ડ)
  • આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ
  • આલ્ફ્રેડ નોબલ દિવસ

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]