માર્ચ ૨૮

વિકિપીડિયામાંથી

૨૮ માર્ચનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૮૭મો(લિપ વર્ષ દરમ્યાન ૮૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૭૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૮૦૨ - 'હેન્રિચ વિલ્હેમ મેથ્યુસ ઓલ્બિર્સ' (Heinrich Wilhelm Matthäus Olbers)એ પલ્લસ (લઘુગ્રહ) (2 Pallas) નામક લઘુગ્રહ (Asteroid) શોધ્યો, જે માનવ જાત માટે જાણીતો તેવો દ્વિતિય લઘુગ્રહ હતો.
  • ૧૯૩૦ - 'કોન્સ્ટેનટિનોપલ' (Constantinople) અને 'અંગોરા' (Angora)નાં નામ બદલી અને 'ઇસ્તમ્બુલ' અને 'અંકારા' કરાયા.
  • ૨૦૦૫ - ઈન્ડોનેશીયામાં '૨૦૦૫ સુમાત્રન ભુકંપ'નાં નામે ઓળખાયેલો ધરતીકંપ આવ્યો, જે ૮.૭ની તિવ્રતાનો અને ૧૯૬૦ પછીનો બીજો શક્તિશાળી ધરતીકંપ હતો.
  • ૨૦૦૯ - આજે અમેરિકાનાં સ્થાનિક સમય મુજબ રાત્રે ૮-૩૦ વાગ્યે, 'વિશ્વ વન્યજીવન કોષ' (World Wildlife Fund) દ્વારા તમામ નાગરિકો,ઉદ્યોગો,સરકારી સંસ્થાઓ,વગેરેને, એક કલાક માટે વિજળીનો ઉપયોગ બંધ રાખવા અપીલ કરવામાં આવેલ છે. આ ઘટના "અર્થ અવર" તરીકે ઓળખાય છે. પર્યાવરણ રક્ષણ પ્રત્યે સભાનતા કેળવવા આ આયોજન કરાયું છે. વધુ માટે જુઓ : અર્થ અવર

જન્મ[ફેરફાર કરો]

  • ૧૯૬૮ - નાસિર હુસેન (Nasser Hussain), ઇંગ્લીશ કિકેટર.
  • ૧૯૮૨ - સોનિયા અગ્રવાલ, અભિનેત્રી.

અવસાન[ફેરફાર કરો]

  • ૨૦૦૪ - "પિટર ઉસ્તિનોવ" (Peter Ustinov), બ્રિટિશ અભિનેતા (જ. ૧૯૨૧),ભારતનાં ભુતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાનાં તેઓ સાક્ષી હતા, હત્યા થઇ તે સમયે વડાપ્રધાન તેમને એક દસ્તાવેજી ચિત્ર માટે ઇન્ટર્વ્યુ આપવા જતા હતા.

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

  • ચીન-ગુલામ નિર્વાણ દિવસ
  • સ્લોવાકિયા,ચેક ગણતંત્ર-શિક્ષકદિન

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]