એપ્રિલ ૨૬

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

૨૬ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૧૬મો (લિપ વર્ષ દરમ્યાન ૧૧૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૪૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૯૩૩ – ગેસ્ટાપો (Gestapo), નાઝી જર્મનીનાં અધિકૃત છુપી પોલીસ દળની રચના કરાઇ.
  • ૧૯૬૨ – નાસા (NASA)નું 'રેન્જર-૪' અવકાશયાન,ચંદ્ર પર ટૂટી પડ્યું.
  • ૧૯૬૩ – લિબિયા સંવિધાન સંશોધન દ્વારા યુનાઇટેડ કિંગડમ ઓફ લિબિયામાંથી કિંગડમ ઑફ લિબિયા બન્યું તથા ચૂંટણીમાં મહિલા ભાગીદારીની મંજૂરી આપી.
  • ૧૯૬૪ – ટાંગાનિકા(Tanganyika) અને ઝાંઝીબાર (Zanzibar)નું એકત્રીકરણ થઇ અને ટાન્ઝાનિયા(Tanzania) દેશનું નિર્માણ થયું.
  • ૧૯૭૦ – વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન અસ્તિત્વમાં આવ્યું.
  • ૧૯૮૬ – સોવિયેત યુનિયન (Soviet Union)માં,હવે યુક્રેઇન (Ukraine), ચર્નોબિલ દુર્ઘટના (nuclear disaster) બની, જે વિશ્વની સૌથી ખરાબ અણુ વિજ મથક દુર્ઘટના ગણાઇ.
  • ૧૯૯૪ – ભૌતિકશાસ્ત્રીઓએ 'ટોપ ક્વાર્ક (top quark) સબએટોમિક પાર્ટિકલ (subatomic particle)'નાં પ્રથમ પુરાવાઓ મળ્યાની જાહેરાત કરી.
  • ૨૦૦૫ – આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ સિરિયાએ લેબેનાનમાંથી તેના ૧૪,૦૦૦ સૈનિકોનું સૈન્ય દળ પાછું ખેંચ્યું અને લેબેનાન પરના તેના ૨૯ વર્ષના સૈન્ય વર્ચસ્વનો અંત આણ્યો.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૯૨૧ – હસિત બૂચ, ગુજરાતી કવિ, વિવેચક, નવલકથાકાર અને વાર્તાકાર. (અ. ૧૯૮૯)
  • ૧૯૩૨ – ડૉ. ઈસરાર અહમદ, પાકિસ્તાની ઇસ્લામિક ધર્મશાસ્ત્રી, ફિલસૂફ અને ઇસ્લામિક વિદ્વાન. (અ. ૨૦૧૦)

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]