લિબિયા
મહાન સમાજવાદી જનવાદી લિબિયાઈ અરબ જમ્હૂરિયા دولة ليبيا (Arabic) | |
---|---|
રાષ્ટ્રગીત: ليبيا ليبيا ليبيا "લિબિયા, લિબિયા, લિબિયા" | |
રાજધાની | ત્રિપોલી[૧] 32°52′N 13°11′E / 32.867°N 13.183°E |
સૌથી મોટું શહેર | capital |
અધિકૃત ભાષાઓ | અરબી[b] |
વ્યવહારની ભાષા |
|
ધર્મ | ઇસ્લામ |
લોકોની ઓળખ | લિબિયાઈ |
સરકાર | કાર્યકારી સરકાર |
• લિબિયા સરકારના વડા | ફયેઝ અલ-સર્રાજ |
ફયેઝ અલ-સર્રાજ | |
• President of the House of Representatives (Libya) | અગુઇલા સાલેહ ઇસા |
• વડાપ્રધાન (તોબ્રુક) | અબ્દુલ્લાહ અલ-થાની |
સંસદ | House of Representatives High Council of State (advisory) |
લિબિયાનો ઇતિહાસ | |
• ઈટલીના કબજામાંથી સ્વતંત્રતા | ૧૦ ફેબ્રુઆરી ૧૯૪૭ |
24 December 1951 | |
1 September 1969 | |
19 November 1977 | |
17 February 2011 | |
વિસ્તાર | |
• કુલ | 1,759,541 km2 (679,363 sq mi) (16th) |
વસ્તી | |
• 2016 અંદાજીત | 6,293,253[૩] (108th) |
• 2006 વસ્તી ગણતરી | 5,658,000 |
• ગીચતા | 3.55/km2 (9.2/sq mi) (218th) |
GDP (PPP) | 2018 અંદાજીત |
• કુલ | $84.429 billion[૪] |
• Per capita | $12,963[૪] |
GDP (nominal) | 2018 અંદાજીત |
• કુલ | $47.491 billion[૪] |
• Per capita | $7,292[૪] |
માનવ વિકાસ દર (HDI) (2015) | 0.716[૫] high · 102nd |
ચલણ | લિબિયાઈ દિનાર (LYD) |
સમય વિસ્તાર | UTC+2 (ઇસ્ટર્ન યુરોપિયન ટાઈમ (EET)) |
વાહન દિશા | જમણી બાજુ |
ટેલિફોન કોડ | +218 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .ly |
|
લિબિયા (અરબીArabic: ليبيا), એ અધિકૃત રીતે 'મહાન સમાજવાદી જનવાદી લિબિયાઈ અરબ જમ્હૂરિયા' (અરબીArabic: الجماهيرية العربية الليبية الشعبية الإشتراكية العظمى અલ-જમ્હૂરિયાહ અલ-ʿઅરબિયાહ અલ-લિબિયાહ અસ્સʿબિયાહ અલ-ઈસ્તીરાકિયાહ અલ-ʿઉઝ્મા), ઓળખાતો ઉત્તર આફ્રિકા ખંડમાં સ્થિત એક દેશ છે . તેની સીમાઓ ઉત્તર દિશામાં ભૂમધ્ય સમુદ્ર, પૂર્વ દિશામાં ઇજીપ્ત, ઉત્તરપૂર્વ દિશામાં સુદાન, દક્ષિણ દિશામાં ચાડ અને નાઇજર અને પશ્ચિમ દિશામાં અલ્જીરિયા દેશોને મળે છે.
લગભગ ૧,૮૦૦,૦૦ ચોરસ કિલોમીટર (૬૯૪,૯૮૪ ચોરસ માઇલ) જેટલો વિસ્તાર ધરાવતો દેશ છે, જેનો ૯૦ ટકા ભાગ રણ પ્રદેશ છે અને તે આફ્રિકાનો ચોથા ક્રમનો અને વિશ્વનો ૧૭મા ક્ર્મનો મોટો દેશ છે. દેશની ૫૭ લાખની વસ્તીમાંથી ૧૭ લાખ લોકો ત્રિપોલી ખાતે વસવાટ કરે છે. કુલ સ્થાનિક ઉત્પાદનની દ્રષ્ટિએ તે ઇક્વીટોરિયલ ગિની પછી આફ્રિકાન બીજા ક્રમનોસમૃદ્ધ દેશ છે.આની પાછળનું મુખ્ય કારણ વિપુલ પ્રમાણમાં તેલ ભંડાર અને ઓછી વસ્તી છે.
લિબિયાવર્ષ ૧૯૫૧ના સમયમાં આઝાદ થયું હતું અનેતેનું નામ 'યુનાઇટેડ લિબિયન કિંગડમ' (અંગ્રેજી: United Libyan Kingdom) મૂકવામાં આવ્યું હતું. તેનું નામ વર્ષ ૧૯૬૩ના વર્ષમાં બદલીને, 'કિંગડમ ઓફ લિબિયા' (અંગ્રેજી: Kingdom of Libya) કરવામાં આવ્યું. વર્ષ ૧૯૬૯માં તખ્તા પલટ થયા પછી દેશનું નામ 'લિબિયન આરબ રિપબ્લિક' મૂકવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૭૭માં તેનું નામ બદલીને 'મહાન સમાજવાદી જનવાદી લિબિયાઈ અરબ જમ્હૂરિયા' રાખવામાં આવ્યું હતું.
પરિચય
[ફેરફાર કરો]લિબિયા રાજ્ય ઉત્તર દિશામાં ભૂમધ્ય સમુદ્ર, દક્ષિણ દિશામાં ચાડ રિપબ્લિક અને નાઇજર રિપબ્લિક, અને પશ્ચિમ દિશામાંથી ટ્યુનિશિયા અને અલ્જીરિયા, અને પૂર્વ દિશામાં યુનાઇટેડ આરબ રિપબ્લિક અને સુદાન દ્વારા ઘેરાયેલું છે. આ સંઘ રાજ્યનો સમગ્ર વિસ્તાર ૧૭,૫૯,૫૦૦ ચોરસ કિલોમીટર છે.
ભૂમધ્ય સમુદ્ર અને રણપ્રદેશની અસરોને કારણે મોસમી ફેરફારો થતા રહે છે. ઉનાળામાં ટ્રિપોલિટેનિયા ખાતે દરિયા કિનારે ગરમી ૪૧ ડિગ્રી થી ૪૬ ડિગ્રી જેટલું રહે છે. દુર દુર દક્ષિણમાં તાપમાન પ્રમાણમાં ઊંચું રહે છે. ઉત્તરી સાઈરેનૈકાનું તાપમાન ૨૭ ડિગ્રી સે.થી લઇને ૩૨ ડિગ્રી સે.ની મધ્યમાં રહે છે. ટોબ્રુક (Tobruk)નું જાન્યુઆરીમાં તાપમાન સરેરાશ ૧૩ ડિગ્રી સે. અને જુલાઈ મહિનામાં તાપમાન સરેરાશ ૨૬ ડિગ્રી સે. રહે છે. જુદા જુદા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ અલગ અલગ રહે છે. ટ્રિપોલિટેનિયા અને સાઈરેનૈકાના જાબાલ ક્ષેત્રમાં વાર્ષિક વરસાદ સરેરાશ ૧૫ થી ૨૦ ઇંચ છે. અન્ય વિસ્તારોમાં આઠ ઇંચ કરતાં ઓછો વરસાદ છે. વરસાદ સામાન્ય રીતે ટૂંકા ગાળાના શિયાળામાં પડતો હોય છે અને તેને કારણે પૂર પણ આવે છે.
અહીં વિવિધ પ્રકારના ફળાઉ વૃક્ષો, સદાબહાર વૃક્ષો અને માસ્ટિક (mastic) વૃક્ષો જોવા મળે છે..દુર દુર ઉત્તર દિશામાં બકરા અને પશુ પાળવામાં આવે છે. દક્ષિણમાં ઘેટાં અને ઊંટની સંખ્યા વધુ છે. ચામડું કમાવવા, ચંપલબુટ, સાબુ, ઓલિવ તેલ કાઢવા તેમ જ શુદ્ધિકરણ માટેનાં કારખાનાંઓ આવેલ છે. અહીં વર્ષ ૧૯૬૩માં એક સિમેન્ટના કારાખાનાની સ્થાપના કરવામાં આવી હતી. જવ અને ઘઉંની ખેતી કરવામાં આવે છે.
અહીં પેટ્રોલિયમ ઉપરાંત ફોસ્ફેટ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, અને પોટેશિયમ ઉપલબ્ધ છે. ખાવાનું સમુદ્રી મીઠું અહીંનું મુખ્ય ઉત્પાદન છે .
ત્રિપોલી અને બેંગાઝી અહીંની સંયુક્ત રાજધાની છે. એપ્રિલ, ૧૯૬૩ ઈ.સ.ના સમયમાં સંશોધિત બંધારણ અનુસાર મહિલાઓને મતાધિકાર આપવામાં આવ્યો અને સંધીય શાસનવ્યવસ્થાના સ્થાન પર કેન્દ્રિય શાસનવ્યવસ્થાનું અમલીકરણ કરી દેવામાં આવ્યુ હતું. આ નવી વ્યવસ્થાના દસ એકમો જેટલા એકમો છે, જેના મુખ્ય વડાને 'મુહાફિદ' કહેવામાં આવે છે.
સેબહા થી ત્રિપોલી કિનારા પ્રદેશની સાથે સાથે દેશના ભીતરી ભાગમાં પણ સારા રસ્તાઓ છે. અહીં પૂરતી સંખ્યામાં હળવી રેલવે લાઇન છે. ત્રિપોલી, બેંગાઝી અને ટોબ્રુક બંદરો છે. ઇદ્રિસ અને બેનિના અહીંનાં આંતરરાષ્ટ્રીય હવાઈમથક છે.
ભૂગોળ
[ફેરફાર કરો]લિબિયાનો વિસ્તાર ૧૭૫૯૫૪૦ ચોરસ કિલોમીટર (૬૭૯,૩૬૨ ચોરસ માઇલ) કરતાં વધુ છે,જે તેને વિસ્તારની દૃષ્ટિએ વિશ્વનો ૧૬મો સૌથી મોટો દેશ બનાવે છે. લિબિયા ભૂમધ્ય સમુદ્રની ઉત્તર દિશામાં છે, જ્યારે પશ્ચિમમાં ટ્યુનિશિયા અને અલ્જીરિયા, દક્ષિણમાં નાઇજર, ચાડ રિપબ્લિક દ્વારા, દક્ષિણ-પૂર્વમાં સુદાન દ્વારા અને પૂર્વમાં ઇજીપ્ત દ્વારા ઘેરાયેલું છે. લિબિયા ૧૯ ડિગ્રી અક્ષાંશ અને ૩૪ ડિગ્રી ઉ. અક્ષાંશ, અને ૯ ડિગ્રી અને ૨૬ ડિગ્રી પૂ. રેખાંશ વચ્ચે છે.
૧૭૭૦ કિલોમીટર (૧૧૦૦ માઇલ) જેટલો લાંબો લિબિયાનો દરિયાકિનારો, ભૂમધ્ય સમુદ્રના કોઇપણ આફ્રિકન દેશ કરતાં વધુ લાંબો છે.[૬][૭] લિબિયાની ઉત્તરમાંના ભૂમધ્ય સમુદ્રના ભાગને ઘણી વખત લિબિયા સમુદ્ર પણ કહેવામાં આવે છે. આબોહવા મોટે ભાગે શુષ્ક અને રણપ્રદેશની છે. જો કે ઉત્તરના પ્રદેશમાં હળવો ભૂમધ્યના જળવાયુનો આનંદ મળે છે.[૮]
કુદરતી પવનો ગરમ, સૂકી, ધૂળ ભરેલા સીરોકો (જે લિબિયામાં ગીબ્લી તરીકે ઓળખાય છે)ના સ્વરૂપમાં આવે છે. વસંત અને પાનખર ઋતુમાં એક થી ચાર દિવસ સુધી દક્ષિણ દિશામાંથી આ પવન ફૂંકાતા હોય છે. ધૂળની ડમરી અને આંધી જેવાં તોફાનો પણ આવે છે. ઓસા પણ લિબિયામાં વિખેરાયેલા મળી આવે છે, જેમાંથી સૌથી મહત્વપૂર્ણ ધાડમ્સ અને કુફરા છે. રણપ્રદેશના વાતાવરણની હાજરીને કારણે લિબિયા વિશ્વનો સૌથી સુંદર અને શુષ્ક દેશો પૈકીનો એક છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]લિબિયાના મૂળ નિવાસી બર્બર આદિવાસીઓ હતા. ૭મી સદીમાં ઇસ્વીસન પૂર્વે ફોએનિશયનોએ લિબિયા ખાતે પૂર્વીય ભાગમાં વસાહતો બનાવી હતી, જેને સાયરેનિકા કહેવાય છે તેમ જ યૂનાનીઓ દ્વારા પશ્ચિમી ભાગમાં વસાહતો ઊભી કરી હતી, જેને ત્રિપોલીટાનિયા કહેવામાં આવે છે. ત્રિપોલીટાનિયા કાર્થાગિઅનોના કબજાનો ભાગ હતો. તે ઈ. સ. ૪૬ પછી રોમન સામ્રાજ્યનો ભાગ બન્યો હતો. ઈસુની પ્રથમ સદીના સમયમાં સાયરેનિકા રોમન સામ્રાજ્ય સાથે સંબંધ ધરાવતું હતું. ત્યાર પછી ઈ. સ. ૬૪૨માં આરબોએ હુમલો કર્યો હતો અને વિજયી બન્યા હતા. ૧૬મી સદીમાં ત્રિપોલીટાનિયા અને સાયરેનિકા બંને માત્ર નામ પૂરતા તુર્કી સામ્રાજ્યનો ભાગ બની ગયા હતા.
વર્ષ ૧૯૧૧માં ઇટાલી અને તુર્કીઓ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યા બાદ, ઇટાલિયન સૈનિકોએ ત્રિપોલી કબજે કર્યું હતું. લિબિયાએ ઈ. સ. ૧૯૧૪ સુધી ઇટાલીઓ સાથે લડાઈ ચાલુ રાખી હતી, જેમાં ઇટાલીએ અધિકાંશ ભૂમિ પર નિયંત્રણ કર્યું હતું. ઇટાલીએ ઈ. સ. ૧૯૩૪માં લિબિયામાં વસાહત તરીકે ઔપચારિક રીતે યુનાઇટેડ ત્રિપોલીટાનિયા અને સાયરેનિકા વિભાગોને જોડ્યા હતા.
બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન લિબિયા ખાતે રણ યુદ્ધ દ્રશ્ય તાદશ્ય થયું હતું. જાન્યુઆરી ૨૩, ૧૯૪૩ના રોજ ત્રિપોલીના પતન બાદ તે સહયોગી દેશોના વહીવટ હેઠળ આવ્યું હતું. વર્ષ ૧૯૪૯માં, સંયુક્ત રાષ્ટ્ર (યુનાઇટેડ નેશન્સ) ખાતે મતદાન થયું હતું કે લિબિયાને સ્વતંત્રતા મળવી જોઇએ, અને વર્ષ ૧૯૫૧માં લિબિયા યુનાઇટેડ કિંગડમ બન્યું હતું. વર્ષ ૧૯૫૮માં આ ગરીબ દેશમાં ખનિજ તેલ સંશોધનમાં સફળતા મળી અને આખરે તેના અર્થતંત્રમાં ફેરફારો આવ્યો.
વહીવટી શાસન
[ફેરફાર કરો]આ રાષ્ટ્રમાં નીચે મુજબ વહીવટી પ્રાંતો આવેલ છે-
- અલબતનાન પ્રાંત
- દરનન પ્રાંત
- અલજબલ અલણખજર પ્રાંત
- અલમર્જ પ્રાંત
- બનગાઝી પ્રાંત
- ઉલ્લુ અહાત પ્રાંત
- અલકફરન પ્રાંત
- સુરત પ્રાંત
- મરઝક પ્રાંત
- સબિયા પ્રાંત
- વાદી અલહયાન પ્રાંત
- મસરાતન પ્રાંત
- અલમરકબ પ્રાંત
- તરહ બિલ્લસ પ્રાંત
- અલજફારન પ્રાંત
- અલજાવિન પ્રાંત
- અલનકાસ અલખલન પ્રાંત
- અલજબલ અલગર બી પ્રાંત
- નાલોત પ્રાંત
- ગાત પ્રાંત
- અલજફરન પ્રાંત
- વાદી અલિશા તી-એ - પ્રાંત
ધર્મ
[ફેરફાર કરો]લિબિયામાં, લગભગ ૯૭ ટકા વસ્તી મુસ્લિમ છે, જે પૈકી મોટા ભાગના સુન્ની શાખા સાથે સંબધિત છે. ઈબાદી મુસ્લિમો અને અહમદિયાઓ નાની સંખ્યામાં દેશમાં રહે છે.[૯] તેના પછી ખ્રિસ્તી, બુદ્ધ, યહૂદી ધર્મના અનુયાયીઓ અલ્પસંખ્યક તરીકે નિવાસ કરે છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]- મુઅમ્મર અલ-ગદાફી
- લિબિયાનું ગૃહયુદ્ધ (૨૦૧૪-વર્તમાન)
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "The World Factbook Africa: Libya". CIA World Factbook. CIA. ૧૮ મે ૨૦૧૫. મૂળ સંગ્રહિત માંથી ૨૪ ડિસેમ્બર ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ 28 May 2015.
- ↑ Stephen, Chris (૩૦ માર્ચ ૨૦૧૬). "Chief of Libya's new UN-backed government arrives in Tripoli". મૂળ સંગ્રહિત માંથી 31 March 2016 પર સંગ્રહિત – The Guardian વડે. Cite has empty unknown parameter:
|1=
(મદદ) - ↑ "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. મેળવેલ 10 September 2017.
- ↑ ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ "Libya WEO Database October 2017". International Monetary Fund. મૂળ સંગ્રહિત માંથી 30 January 2018 પર સંગ્રહિત.
- ↑ "2015 Human Development Report" (PDF). United Nations Development Programme. ૨૦૧૫. મૂળ સંગ્રહિત (PDF) માંથી 19 March 2016 પર સંગ્રહિત. મેળવેલ 15 December 2015.
- ↑ "Libya Background". Education Libya. ૩૦ માર્ચ ૨૦૦૪. મૂળ માંથી 26 April 2004 પર સંગ્રહિત.
- ↑ "Field Listings – Coastlines". CIA World Factbook. મૂળ સંગ્રહિત માંથી 16 July 2017 પર સંગ્રહિત. મેળવેલ 5 February 2013.
- ↑ "Weather and Climate in Libya". Southtravels.com. મૂળ સંગ્રહિત માંથી 5 June 2013 પર સંગ્રહિત. મેળવેલ 23 December 2012.
- ↑ "Minority Muslim Groups". Islamopedia Online. મૂળ સંગ્રહિત માંથી 15 April 2016 પર સંગ્રહિત. મેળવેલ 1 April 2016.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- લિબિયા પ્રોફાઇલ બીબીસી ન્યૂઝ દ્વારા