લખાણ પર જાઓ

ચૅડ

વિકિપીડિયામાંથી
ચૅડનો ધ્વજ.
દુનિયાના નકશા ઉપર ચૅડ.

ચૅડ (ફ્રેંચ: Tchad), (અરેબિક:تشاد), Tshād), સાંવિધાનીક નામ ચૅડ ગણતંત્ર, ચારે બાજુથી ભૂમિથી ઘેરાયેલો મધ્ય આફ્રિકામાં આવેલો દેશ છે. તેની ઉત્તરી સીમા લિબીયા ને સ્પર્ષે છે, તે સિવાય આ દેશની પૂર્વમાં સુદાન, દક્ષિણમાં મધ્ય આફ્રિકી ગણતંત્ર અને નૈઋત્ય ખૂણે કેમેરુન અને નાઈજેરિયા તથા પશ્ચિમે નાઈજર જેવા દેશ આવેલા છે. સમુદ્રથી તેનાં અંતરને લીધે ત્યાંની આબોહવા મોટાભાગે રણપ્રદેશ જેવી સુકી છે અને આ દેશ ઘણીવાર 'આફ્રિકાનું મૃત હ્રદય' તરીકે ઓળખાય છે. ભૌગોલિક રીતે ચૅડ મુખ્યત્વે ત્રણ ભાગોમાં વહેંચાયેલો છે જેમાં ઉત્તરે રણ પ્રદેશ, મધ્યમાં સૂકો સાહેલ નામનો પટ્ટો અને દક્ષિણમાં વધુ ફળદ્રુપ સુદાની સવાના (ઘાસ પ્રદેશ). ચૅડ તળાવ, કે જેના ઉપરથી દેશનું નામ પડ્યું છે તે દેશનો સૌથી મોટો તળાવી પ્રદેશ છે અને આફ્રિકાનો બીજો સૌથી મોટો તળાવ છે. ચૅડનું સૌથી ઉંચુ શિખર એમિ કૌસી છે અને ઉંજામેયના તેનું સૌથી મોટું શહેર તથા રાજધાની છે. ચૅડમાં ૨૦૦થી વધારે જાતિઓ અને ભાષાકીય સમુદાયો છે. અરેબિક અને ફ્રેંચ અહીંની સાંવિધાનીક ભાષાઓ છે તેમજ ઇસ્લામ તથા ખ્રિસ્તી ધર્મ સૌથી વધારે પળાતા ધર્મો છે.