મધ્ય આફ્રિકી ગણતંત્ર

વિકિપીડિયામાંથી

Coordinates: 7°N 21°E / 7°N 21°E / 7; 21

મધ્ય આફ્રિકી ગણતંત્ર

કોડોરોસેસે તીબિફ્રીકા (સાંગો)
રીપબ્લેક્ સેન્ટ્રાફ્રિકાની (ફ્રેંચ)
મધ્ય આફ્રિકી ગણાતંત્રનો ધ્વજ
ધ્વજ
મધ્ય આફ્રિકી ગણાતંત્ર નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: "યુનીતે, દિગ્નીતે, ત્રવેઈલ"
"એકતા, ગૌરવ, કામ"
રાષ્ટ્રગીત: લા રેનેસાન્સ
 મધ્ય આફ્રિકી ગણતંત્ર નું સ્થાન  (ઘેરો ભૂરો) – in આફ્રિકા  (ઝાંખો ભૂરો & ઘેરો રાખોડી) – in આફ્રિકન યુનિયન  (ઝાંખો ભૂરો)
 મધ્ય આફ્રિકી ગણતંત્ર નું સ્થાન  (ઘેરો ભૂરો)

– in આફ્રિકા  (ઝાંખો ભૂરો & ઘેરો રાખોડી)
– in આફ્રિકન યુનિયન  (ઝાંખો ભૂરો)

Location of મધ્ય આફ્રિકી ગણાતંત્ર
રાજધાની
and largest city
બાન્ગી
4°22′N 18°35′E / 4.367°N 18.583°E / 4.367; 18.583
અધિકૃત ભાષાઓફ્રેંચ, સાન્ગો
વંશીય જૂથો
 • ગ્બાયા
 • બાન્ડા
 • મંદ્જીઆ
 • સરા
 • ફુલાં
 • મ્બૌમ
 • મ્બાકા
 • યકોમા
 • અન્ય
ધર્મ
મોટેભાગે ખ્રિસ્તી
લોકોની ઓળખમધ્ય આફ્રિકી
સરકારએકાત્મ સત્તા ધરાવતી અર્ધ પ્રમુખ શાહી ધરાવતું સંવૈધાનીક ગનતંત્ર
• રાષ્ટ્રપતિ
ફૌસ્તિન-અર્ચાન્જ તૌઆડિરા
• વડા પ્રધાન
સિમ્પાઈસ સરંદજી
સંસદરાષ્ટ્રીય સંસદ
સ્વતંત્ર
• ફ્રાંસથી
૧૩ ઑગસ્ટા ૯૬૦
• મધ્ય આફ્રિકી સલ્તનતની સ્થાપના
૪ ડિસેમ્બર ૧૯૭૬
• ગંણતંત્રનું પુનઃસ્થાપન
૨૧ સપ્ટેમ્બર ૧૯૭૯
વિસ્તાર
• કુલ
622,984 km2 (240,535 sq mi) (44મો)
• જળ (%)
12
વસ્તી
• 2003 વસ્તી ગણતરી
4,987,640[૧]
• ગીચતા
7.1/km2 (18.4/sq mi) (221મો)
GDP (PPP)2017 અંદાજીત
• કુલ
$3.454 અબજ[૨]
• Per capita
$693[૨]
GDP (nominal)2017 અંદાજીત
• કુલ
$2.003 અબજ[૨]
• Per capita
$401[૨]
જીની (2008)56.3[૩]
high · 28મો
માનવ વિકાસ દર (HDI) (2015)Increase 0.352[૪]
low · 188મો
ચલણમધ્ય આફ્રિકી ફ્રાંક (XAF)
સમય વિસ્તારUTC+1 (પશ્ચિમ આફ્રિકી સમય)
વાહન દિશાજમણી બાજુ[૫]
ટેલિફોન કોડ+236
ISO 3166 કોડCF
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).cf

મધ્ય આફ્રિકી ગણતંત્ર એ મધ્ય આફ્રિકામાં આવેલો જમીનથી ઘેરાયેલો દેશ છે. તેની સીમા ઉત્તરમાં ચૅડ, ઈશાનમાં સુદાન, પૂર્વમાં દક્ષિણ સુદાન દક્ષિણમાં કોંગોનું પ્રજસત્તાક ગણતંત્ર, નૈઋત્યમાં કોંગોનું ગણતંત્ર અને પશ્ચિમમાં કેમેરૂનને સ્પર્શે છે. આ દેશને અંગ્રેજીના ટૂંકા નામ CAR (Central African Republic) તરીકે ઓળખાય છે. આ દેશનું ક્ષેત્રફળ ૬,૨૦,૦૦૦ ચો કિમી છે. તેની અંદાજીત વસતી લગભ ૪૬ લાખ જેટલી છે.

આ દેશનો મોટો ભાગ સુદાનો-ગિનિયન સવાના પ્રદેશ ધરાવે છે તે સાથે ઉત્તરના અમુક ક્ષેત્રમાં સાહેલો- સુદાની અને દક્ષિણ તરફ વિષુવવૃત્તિય જંગલો પણ જોવા મળે છે. આ દેશનો બે તૃતિયાંશ ભાગ ઊબાન્ગી નદીના ખીણ પ્રદેશમાં વસેલો છે આ નદી આગળ જતાં કોંગોને મળે છે. બાકીનો એક તૃતીયાંશ દેશ ચારી નદીના ખીણ પ્રદેશમાં આવેલો છે જે ચાડ સરોવરમાં જઈ મળે છે.

આ ક્ષેત્રમાં માનવવસવાટા ઘણી સહસ્ત્ર સદીઓ જૂનો છે પણ આ દેશની હાલની સીમા ફ્રાન્સ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. ૧૯મી સદીના ઉત્તરાર્ધથી આ ક્ષેત્ર ફ્રાંસનું સંસ્થાન હતું. ઈ.સ. ૧૯૬૦માં ફ્રાંસથી સ્વતંત્ર થયા પછી આ દેશ પર ઘણા આપખુદ નેતાઓનું શાસન રહ્યું. ૧૯૯૦માં લોકશાહીનો તરફેણ કરતી ચળવળ પછી ૧૯૯૩માં અહીં વિવિધ પક્ષો સાથે ચૂંટણી થઈ.[૬] ત્યાર બાદ એન્ગી-ફીલીક્સ પતાસે પ્રમુખ બન્યા પણ ૨૦૦૩માં સૈન્યન અજનરલ ફ્રેન્કોઈસ બોઝીઝીએ તેમને ઉથલાવી પાડ્યા.

ઈ.સ. ૨૦૦૪માં સરકાર અને લોકશાહીવાદી જૂથો વચ્ચે મધ્ય આફ્રીકા ગણતંત્ર બુશ યુદ્ધ તરીકે ઓળખાતું ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું ૨૦૦૭ અને ૨૦૧૧ની સંધિઓ છતાં ડિસેમ્બર ૨૦૧૨માં જાતિ અને ધર્મ આધારિત સફાઈને કારણે ઘણાં લોકોએ ૨૦૧૩ અને ૨૦૧૪માં હિજરત કરી.

ખનિજ અને અન્ય સંપત્તિઓ જેમકે યુરેનિયમ, ખનિજ તેલ, સોનું હીરા. કોબાલ્ટા, લાકડું અને જળ સંપત્તિ તથા ખેતીલાયક જમીન આદિ હોવા છતાં મધ્ય આફ્રિકી ગણતંત્ર વિશ્વના દસ સૌથી ગરીબ દેશોમાંનું એક છે. અહીંનું પ્રતિ વ્યક્તિ ખરીદ શક્તિના મુકાબલે જીડીપી સૌથી ઓછી છે.[૭][૮] ૨૦૧૫ના માનવ વિકાસ દર અનુસાર આ દેશનો માનવ વિકાસ દર વિશ્વમાં સૌથી નીચે હતો. ૧૮૮ દેશોમાં આ દેશ ૧૮૮મા ક્રમે હતો.[૪] આ દેશ સૌથી અતંદુરસ્ત [૯] અને બાળકો માટે સૌથી અયોગ્ય દેશ છે.[૧૦] આ દેશ સંયુક્ત રાષ્ટ્રસંઘ, આફ્રિકન યુનિયન, મધ્ય આફ્રિકાના દેશોનો આર્થિક સમુદાય, ફ્રેંકોફાઈન દેશોનો સમુહ, નિશ્પક્ષ ચળવળનો સભ્ય છે.

સંદર્ભો[ફેરફાર કરો]

 1. countrymeters.info. "Live Central African Republic population (2017). Current population of Central African Republic — Countrymeters". countrymeters.info.
 2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ "Central African Republic". International Monetary Fund.
 3. "Gini Index". World Bank. મેળવેલ 2 March 2011.
 4. ૪.૦ ૪.૧ "2016 Human Development Report" (PDF). United Nations Development Programme. 2016. મેળવેલ 21 March 2017.
 5. Which side of the road do they drive on? Brian Lucas. August 2005. Retrieved 28 January 2009.
 6. 'Cannibal' dictator Bokassa given posthumous pardon. The Guardian. 3 December 2010
 7. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; CIAનામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી
 8. World Economic Outlook Database, January 2018, International Monetary Fund. Database updated on 12 April 2017. Accessed on 21 April 2017.
 9. "These are the world's unhealthiest countries - The Express Tribune". The Express Tribune (અંગ્રેજીમાં). 2016-09-25. મેળવેલ 2017-09-17.
 10. Foundation, Thomson Reuters. "Central African Republic worst country in the world for young people - study".