ઇજિપ્ત
جمهورية مصر العربية ज़म्हुरिय्यत मिस्र अल-अरबिय्याह મિસરનું આરબ ગણરાજ્ય | |
---|---|
સૂત્ર: - | |
રાષ્ટ્રગીત: બિલાદી, બિલાદી, બિલાદી | |
![]() | |
રાજધાની and largest city | કૈરો |
અધિકૃત ભાષાઓ | અરબી1 |
લોકોની ઓળખ | મિસ્રી |
સરકાર | લશ્કરી શાસન |
• રાષ્ટ્રપ્રમુખ | અબ્દેલ ફત્તહ અલ્-સીસી |
• વડાપ્રધાન | શેરિફ ઇસ્માઇલ |
સ્થાપના | |
૩૧૫૦ ઇ. પૂર્વે | |
• અંગ્રેજ શાસનથી મુક્તિ | ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૨ |
• ગણરાજ્ય ઘોષણા | ૧૮ જૂન, ૧૯૫૩ |
વિસ્તાર | |
• કુલ | 1,002,450 km2 (387,050 sq mi) (૩૦) |
• જળ (%) | 0.632 |
વસ્તી | |
• નવેમ્બર ૨૦૦૮ અંદાજીત | 75,500,662 (૧૬) |
GDP (PPP) | 2007 અંદાજીત |
• કુલ | $404.293 બિલિયન (૨૭) |
• Per capita | $5,495 (૯૭) |
માનવ વિકાસ દર (HDI) (2013) | ![]() medium · ૧૧૦ |
ચલણ | મિસ્રી પાઉન્ડ (EGP) |
સમય વિસ્તાર | UTC+2 (ઇસ્ટર્ન યુરોપિયન સમય (ઈઈડી)) |
• ઉનાળુ (DST) | UTC+3 (ઈઈએસડી) |
ટેલિફોન કોડ | 20 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .eg |
બોલી -ઇજિપ્શ્યન અરબી |
મિસર અથવા ઇજિપ્ત ઉત્તર આફ્રિકા સ્થિત એક દેશ છે. તેનું અધિકૃત નામ છે, મિસરનું આરબ ગણરાજ્ય (જમ્હુરિય્યત મિસ્ર અલ-અર્બિય્યાહ). આ દેશનું પાટનગર કૈરો શહેર ખાતે આવેલું છે, આ ઉપરાંત ઇજિપ્તનાં અન્ય મહત્વનાં શહેરોમાં એલેકઝાંડ્રીયા, ગિઝા, સુએઝ, લુકસર, સુબ્રા એ ખેરિમા વગેરેનો સમાવેશ થાય છે. મિસરનું કુલ ક્ષેત્રફળ લગભગ ૧૦,૧૦,૧૦૦ ચોરસ કિ.મી. જેટલું છે.
ઉત્તર આફ્રિકામાં આવેલા ઇજિપ્તની ઉત્તર દિશામાં ભૂમધ્ય સાગર, ઉત્તર-પૂર્વ દિશામાં ગાઝાપટ્ટી અને ઇઝરાયેલ, પૂર્વ દિશામાં રાતો સમુદ્ર, પશ્ચિમ દિશામાં લીબિયા અને દક્ષિણ દિશામાં સુદાન દેશ આવેલ છે. દુનિયાની સૌથી લાંબી નાઈલ નદી ઇજિપ્તની જીવાદોરી સમાન છે. દેશનો મોટો ભાગ નાઇલના ૪૦ હજાર ચોરસ કિલોમીટર જેટલા ડેલ્ટા વિસ્તારમાં જ વિકસ્યો છે, જ્યારે બાકીમો મોટા ભાગનો વિસ્તાર બળબળતો રણપ્રદેશ હોવાથી માનવ વસાહત સાવ પાંખી છે. આ દેશની અડધા ભાગની વસ્તી કેરો અને એલેકઝાંડ્રીયા જેવાં મોટાં શહેરોમાં આવીને વસી હોવાથી ગામડાં ઓછા જોવા મળે છે.
આ દેશમાં પેટ્રોલિયમ, કુદરતી ગેસ, લોખંડ, ફોસ્ફેટ, ચૂનાના પથ્થરો, જિપ્સમ જેવાં ખનિજો ભૂતળમાંથી સારા એવા પ્રમાણમાં મળી આવે છે. નાઇલ નદીના વિસ્તારમાં કપાસ, ડાંગર અને મકાઈનો પાક લેવામાં આવે છે. રૂઢિચુસ્ત ગણાતા ઇજિપ્તના અર્થતંત્રમાં આર્થિક સુધારણા અને વિદેશી મૂડીરોકાણ પછી મોટા ફેરફારો થયા છે, પરંતુ બે ટકાના દરે વધી રહેલો પ્રચંડ વસ્તીવધારો, બેકારી, ભાવવધારો, ડામાડોળ રાજકીય પરિસ્થિતિ વગેરે અહીંની મુખ્ય સમસ્યાઓ છે. ૨૦ ટકા કરતાં વધારે વસ્તી ગરીબીરેખાની નીચે જીવે છે. ફુગાવાનો દર ૧૩.૩ ટકા કરતાં પણ વધુ ઊંચો છે.
આ ઐતિહાસિક દેશમાં પ્રાચીન સ્થાપત્યો જેમાં ખાસ કરીને પિરામીડ આવેલા છે, જે જોવાલાયક છે. આ પિરામીડને કારણે અહીં પર્યટકો મોટી સંખ્યામાં આવે છે.
આ પણ જુઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
- અધિકૃત
- Egypt Information Portal (અરબી, અંગ્રેજી)
- Egypt Information and Decision Support Center (અરબી, અંગ્રેજી)
- Egypt State Information Services (અરબી, અંગ્રેજી, ફ્રેન્ચ)
- Egyptian Tourist Authority
- સામાન્ય
- Country Profile from the બીબીસી ન્યૂઝ
- CIA World Factbook link - Egypt
- Egypt profile from Africa.com
- GovPubs - ઈજિપ્ત
- Egypt news
- profiles of people and institutions provided by the Arab Decision project
- Curlie (based on DMOZ)
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર category:Egypt વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |
- Geographic data related to Egypt at OpenStreetMap
- Egypt Maps – Perry-Castañeda Library Map Collection, University of Texas at Austin
- વ્યાપારિક
- અન્ય
- History of Egypt, Chaldea, Syria, Babylonia, and Assyria in the Light of Recent Discovery by Leonard William King, at Project Gutenberg.
- Egyptian History (urdu)
- By Nile and Tigris – a narrative of journeys in Egypt and Mesopotamia on behalf of the British museum between 1886 and 1913, by Sir E. A. Wallis Budge, 1920 (DjVu and layered PDF formats)
- Napoleon on the Nile: Soldiers, Artists, and the Rediscovery of Egypt.
- ↑ "2014 Human Development Report Summary" (PDF). સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. ૨૦૧૪. pp. 21–25. Retrieved 27 July 2014. Check date values in:
|accessdate=, |date=
(મદદ)