લખાણ પર જાઓ

ચર્ચા:ઇજિપ્ત

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આનુ પૃષ્ટ નું નામ મિસર ન હોવું જોઈએ? ઇજીપ્ત તો અંગ્રેજી નામ છે અને આ તો ગુજરાતી વિકિપીડિયા છે SumilBhatt (talk) ૨૧:૪૧, ૬ ઓકટોબર ૨૦૧૨ (IST)

મુદ્દો વાજબી છે. જો કે ’ગુજરાતી’ વિકિપીડિયા છે માટે નહિ. કેમ કે, "મિસર" પણ મૂળ અરબી શબ્દ ’મિસ્ર’નું અપભ્રંશ છે. અને દરેક દેશનાં અધિકૃત નામો હોય છે જેમાં એક તો આંતરરાષ્ટ્રીય સમુદાય માટેનું અંગ્રેજી અને કેટલાકનું બીજું સ્થાનીક ભાષામાં અધિકૃત નામ પણ હોય. જેમ કે આ ’ઇજિપ્ત’ એ આંતરરાષ્ટ્રીય નામ છે અને તેનું સ્થાનીક નામ છે ’મસ્સર’ (જમ્હૂરિય્યત મસ્સર અલ અરેબિયા) તો, "નામ" સામાન્ય રીતે સર્વસ્વિકૃત લેવાનું રહે. ગુજરાતી વિકિપીડિયા હોય કે અન્ય કોઈપણ ભાષી. ભદ્રંભદ્ર પ્રકારના અનુવાદનો મોહ નકામો. કેમ કે, તો પછી કોઈક આંતરરાષ્ટ્રીય વ્યક્તી લેખમાં, જેમકે, એલિઝાબેથ ટેલર નું એલિઝાબેથ દરજી કરીશું ? કે શ્રીમાન લોંગ નું શ્રીમાન લાંબા કરીશું ?! એટલે નામ બદલાવ માટે ’ગુજરાતી છે’ એ મુદ્દા સાથે અસહમત. પણ, વાજબીપણું એ વાતે તો છે જ કે, આપણે, અને વિશ્વના ઘણા સમુદાયો, આ દેશને "મિસ્ર" કે ’મિસર’ નામે ઓળખે છે જ. એથી અન્ય એક જાણીતું નામ પણ આ દેશનું ગણી. અન્ય એક પાનાને એ નામ આપી. અહીં રિડાયરેક્ટ કરવું વાજબી રહેશે. છતાં આપ અને અન્ય મિત્રો પણ પોતાના વિચાર જણાવે. આપના આવા સ_રસ અને જિજ્ઞાસાપ્રેરક પ્રશ્ન બદલ ધન્યવાદ. હંમેશ સ્વાગત છે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૪૧, ૭ ઓકટોબર ૨૦૧૨ (IST)
મને શ્રી ભટ્ટ જી સાથે સહમત છે. ગુજરાતીમાં (અને તમામ ભારતીય ભાષાઓમાં પણ) આ મુલ્કનું સાચું નામ મિસ્ર છે. આ ઈજિપ્ટ સાફ અંગ્રેજીકરણ છે. --197.86.210.165 ૨૦:૫૫, ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]