લખાણ પર જાઓ

નાઈલ નદી

વિકિપીડિયામાંથી

નાઈલ નદી વિશ્વની સૌથી લાંબી નદી છે, જે આફ્રિકા ખંડના સૌથી મોટા સરોવર વિક્ટોરિયામાંથી નીકળી વિસ્તૃત સહારા મરુસ્થલના પૂર્વીય ભાગમાંથી પસાર થઈ ઉત્તર દિશામાં ભૂમધ્ય સાગરમાં મળી જાય છે. આ નદી ભૂમધ્ય રેખાની નજીકમાં આવેલાં ભારે વર્ષા વાળાં ક્ષેત્રોમાંથી નિકળી દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશા તરફ ક્રમશઃ યુગાન્ડા, ઇથિયોપિયા, સુદાન તેમ જ મિસ્ર વગેરે દેશોમાં થઇને વહેતાં વહેતાં લાંબી ખીણ બનાવે છે. જેની બંન્ને બાજુએ ભૂમિ પતલી પટ્ટી જેવા રુપમાં શસ્યશ્યામલા દેખાય છે. આ પટ્ટી સંસારનું સૌથી વિશાળ મરૂદ્યાન છે.[] નાઈલ નદીનો ખીણ પ્રદેશ એક સાકડી પટ્ટી જેવા આકારનો છે, જેના મહત્તમ પહોળા ભાગની પહોળાઇ ૧૬ કિલોમીટર કરતાં અધિક નથી, કયાંક-કયાંક તો આ ખીણ પ્રદેશની પહોળાઇ ૨૦૦ મીટર કરતાં પણ ઓછી જોવા મળે છે. નાઈલ નદીની ઘણી સહાયક નદીઓ આવેલી છે, જેમાં શ્વેત નાઈલ નદી તેમ જ નીલી નાઈલ નદી મુખ્ય છે. પોતાના મુખ પ્રદેશ પાસે આ નદી ૧૬૦ કિલોમીટર લાંબો તથા ૨૪૦ કિલોમીટર પહોળાઇ ધરાવતો વિશાળ ત્રિકોણ પ્રદેશ બનાવે છે.[] આ ખીણ પ્રદેશનો સામાન્ય ઢાળ દક્ષિણ દિશા તરફથી ઉત્તર દિશા તરફનો છે. મિસ્રની પ્રાચીન સભ્યતાનો વિકાસ આ નદીના ખીણ પ્રદેશમાં થયો હતો. આ નદી પર મિસ્ર દેશનો પ્રસિદ્ધ અસ્વાન બંધ બનાવવામાં આવેલો છે.

નાઈલ નદીના ખીણ પ્રદેશનો દક્ષિણી ભાગ ભૂમધ્ય રેખાની સમીપ આવેલો છે, અતઃ અહીં ભૂમધ્યરેખીય જલવાયુ જોવા મળે છે. અહીં આખું વર્ષ ઊંચું તાપમાન રહેતું હોય છે તથા વર્ષા પણ બારેમાસ થતી હોય છે. વાર્ષિક વર્ષાની સરેરાશ ૨૧૨ સે. મી. જેટલી હોય છૅ. ઉચ્ચ તાપક્રમ તથા અધિક વર્ષાના કારણે અહીં ભૂમધ્યરેખીય સદાબહાર જંગલો જોવા મળે છે. નાઈલ નદીના મધ્યવર્તી ભાગમાં સવાના તુલ્ય જલવાયુ જોવા મળે છે. જે ઉષ્ણ પરન્તુ કુછ વિષમ હોય છે તેમ જ વર્ષાની માત્રા અપેક્ષાકૃત ઓછી હોય છે. આ પ્રદેશમાં સવાના નામ વડે ઓળખાતા ઉષ્ણ કટિબન્ધીય ઘાસનું મેદાન જોવા મળે છે. અહીં જોવા મળતાં ગુંદર આપતાં વૃક્ષોના કારણે સૂદાન વિશ્વભરમાં સૌથી વધુ ગુંદરનું ઉત્પાદન કરતો દેશ છે. ઉત્તરી ભાગમાં વર્ષાના અભાવના કારણે ખજૂર, કાંટાળી ઝાડીઓ તેમ જ બાવળ વગેરે મરુસ્થલીય વૃક્ષ જોવા મળે છે. ઉત્તરદિશામાં આવેલા ત્રિકોણ પ્રદેશ (ડેલ્ટા ક્ષેત્ર)માં ભૂમધ્યસાગરીય જલવાયુ જોવા મળે છે. અહીં વર્ષા મુખ્યત્વે શિયાળાની ઋતુમાં થાય છે.

ચિત્ર દીર્ઘા

[ફેરફાર કરો]

ટીકા ટિપ્પણી

[ફેરફાર કરો]

'મિસર એ જ નાઈલ છે અને નાઈલ એ જ મિસર છે' (Egypt is Nile and Nile is Egypt)- હેરોડોટસ

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. પ્રસાદ, સુરેશ પ્રસાદ (૧૯૯૫). ભૌતિક ઔર પ્રાદેશિક ભૂગોલ. પટના: ભારતી ભવન. પૃષ્ઠ ૧૧૮.
  2. તિવારી, વિજય શંકર (જુલાઈ ૨૦૦૪). આલોક ભૂ-દર્શન. કલકત્તા: નિર્મલ પ્રકાશન. પૃષ્ઠ ૬૭. Check date values in: |year= (મદદ)