મે ૨૮
Appearance
૨૮ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૪૮મો (લિપ વર્ષ દરમ્યાન ૧૪૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૧૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૯૧૮ – અઝરબૈજાન અને આર્મેનિયાએ તેમની સ્વતંત્રતાની ઘોષણા કરી.
- ૧૯૩૭ – જર્મન ઓટોમોબાઇલ ઉત્પાદક ફોક્સવેગનની સ્થાપના કરવામાં આવી.
- ૧૯૫૨ – ગ્રીસમાં સ્ત્રીઓને મતાધિકાર પ્રાપ્ત થયો.
- ૧૯૫૩ - લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા, ભાવનગર જિલ્લો,ગુજરાત, ની સ્થાપના.
- ૧૯૬૪ – પેલેસ્ટાઇન મુક્તિ મોર્ચા (Palestine Liberation Organization)ની સ્થાપના થઇ.
- ૧૯૯૮ – પરમાણું પરીક્ષણઃ ભારતનાં પરમાણુ પરીક્ષણનાં પ્રત્યાઘાત રૂપે પાકિસ્તાને પણ પાંચ પરમાણુ ધડાકાઓ કર્યા.
- ૧૯૯૯ – ઇટાલીના મિલાન શહેરમાં ૨૨ વર્ષના પુનઃસ્થાપન કાર્ય બાદ લિયોનાર્ડો દા વિન્ચીની માસ્ટરપીસ (શ્રેષ્ઠ કૃતિ) ‘ધ લાસ્ટ સપર’ને ફરી પ્રદર્શિત કરવામાં આવી.
- ૨૦૦૨ – 'માર્સ ઓડિસ્સી' નામક અવકાશ યાને,મંગળ પર બરફના વિશાળ જથ્થાનાં ચિહ્નો શોધી કાઢ્યા.
- ૨૦૦૮ – નેપાળ બંધારણ સભાની પ્રથમ બેઠક મળી જેમાં નેપાળને વિધિવત ગણતંત્ર જાહેર કરાયું. આ સાથે ૨૪૦ વર્ષ જુના 'શાહ વંશ'નાં શાસનનો અંત થયો.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૮૩ – વિનાયક દામોદર સાવરકર, ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા, રાજકારણી અને હિન્દુ રાષ્ટ્રવાદી ફિલસૂફીના સમર્થક (અ. ૧૯૬૬)
- ૧૯૦૩ – એસ. એલ. કિર્લોસ્કર, કિર્લોસ્કર જૂથના અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ (અ. ૧૯૯૪)
- ૧૯૨૧ – ડી. વી. પલુસ્કર, હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક (અ. ૧૯૫૫)
- ૧૯૨૩ – એન.ટી.રામારાવ (Nandamuri Taraka Rama Rao), ભારતીય અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા અને રાજકારણી, આંધ્રપ્રદેશના ૧૦મા મુખ્યમંત્રી. (અ. ૧૯૯૮)
- ૧૯૪૬ – કે. સચ્ચિદાનંદ, મલયાલમ અને અંગ્રેજી ભાષાના ભારતીય કવિ અને વિવેચક.
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૩૦ – ભગવતી ચરણ વોહરા, ભારતીય ક્રાંતિકારી (જ. ૧૯૦૩)
- ૧૯૬૪ – મહેબૂબ ખાન, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત હિન્દી ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શક (જ. ૧૯૦૭)
- ૧૯૭૮ – પ્રભાશંકર સોમપુરા, સ્થપતિ અને શિલ્પશાસ્ત્રી (જ. ૧૮૯૬)
- ૨૦૦૪ – દીપકભાઈ પ્ર. મેહતા, ગુજરાતના કેળવણીકાર અને પ્રકૃતિવિદ્ (જ. ૧૯૩૬)
- ૨૦૧૦ – ડેનીસ હાપર, હોલીવુડ અભિનેતા (સ્પીડ ફિલ્મ).