જુલાઇ ૨૦
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૨૦ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૦૧મો (લિપ વર્ષ દરમ્યાન ૨૦૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૬૪ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૯૦૩ – ફોર્ડ (Ford) મોટર કંપનીએ તેમની પ્રથમ મોટરકાર બહાર પાડી.
- ૧૯૦૫ – લૉર્ડ કર્જન દ્વારા બંગાળ વિભાજનની ઘોષણા કરવામાં આવી.
- ૧૯૦૮ – વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા વડોદરા રજવાડામાં બેંક ઓફ બરોડાની સ્થાપના કરવામાં આવી.
- ૧૯૬૦ – શ્રીલંકામાં, શિરીમાવો ભંડારનાયકે ચુંટાઇ આવ્યા. તેઓ વિશ્વના પ્રથમ ચુંટાયેલા મહિલા વડાપ્રધાન બન્યા.
- ૧૯૬૮ – શિકાગોના સોલ્જર ફિલ્ડ ખાતે પ્રથમ આંતરરાષ્ટ્રીય વિશેષ ઓલમ્પિક સમર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બૌદ્ધિક વિકલાંગતા ધરાવતા લગભગ ૧,૦૦૦ એથ્લીટ્સે ભાગ લીધો.
- ૧૯૬૯ – એપોલો કાર્યક્રમ: એપોલો ૧૧ સફળતાપૂર્વક ચંદ્રની ધરતી પર ઉતર્યું. અમેરિકન નીલ આર્મસ્ટ્રૉંગ અને બઝ એલ્ડ્રિન ચંદ્ર પર ચાલનાર પ્રથમ મનુષ્ય બન્યા.
- ૧૯૬૯ - મોહમદ્દ હિદાયતુલ્લા - ભારતના રાષ્ટ્રપતિપદનું પદગ્રહણ કર્યું.
- ૧૯૭૬ – વાઇકિંગ ૧ યાને સફળતાપૂર્વક મંગળ પર ઉતરાણ કર્યું.
- ૧૯૮૯ – બર્માના શાસક જુન્ટાએ વિપક્ષી નેતા ડાઉ આંગ સાન સૂ કીને નજરકેદ કર્યા.
- ૨૦૦૫ - સજાતિય લગ્નને કાનૂની માન્યતા આપનાર, કેનેડા વિશ્વનો ચોથો દેશ બન્યો.
- ૨૦૧૫ – અમેરિકા અને ક્યુબાએ પાંચ દાયકા બાદ સંપૂર્ણ રાજદ્વારી સંબંધો ફરી શરૂ કર્યા.
જન્મ[ફેરફાર કરો]
- ૧૯૧૩ – સાવિત્રી ખાનોલકર, ભારતના સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્રની ડિઝાઇન માટે જાણીતા ડિઝાઇનર (અ. ૧૯૯૦)
- ૧૯૧૯ – એડમંડ હિલેરી, હિમાલય સર કરનારા પ્રથમ પર્વતારોહી પૈકીના એક. (અ. ૨૦૦૮)
- ૧૯૨૯ – રાજેન્દ્ર કુમાર (Rajendra Kumar), ભારતીય અભિનેતા (અ. ૧૯૯૯)
- ૧૯૫૦ – નસીરુદ્દીન શાહ (Naseeruddin Shah), ભારતીય અભિનેતા
- ૧૯૭૬ – દેબાષિશ મોહન્તી (Debashish Mohanty), ભારતીય ક્રિકેટર
અવસાન[ફેરફાર કરો]
- ૧૯૬૫ – બટુકેશ્વર દત્ત, ભારતીય ક્રાંતિકારી (જ. ૧૯૧૦)
- ૧૯૭૨ – ગીતા દત્ત, ભારતીય ગાયિકા અને અભિનેત્રી (જ. ૧૯૩૦)
- ૧૯૭૩ – બ્રુસ લી, અમેરિકન અભિનેતા અને માર્શલ આર્ટિસ્ટ (જ. ૧૯૪૦)
- ૧૯૭૪ – કમલ દાસગુપ્તા, બંગાળી સંગીત નિર્દેશક, સંગીતકાર અને લોકકલાકાર. (જ. ૧૯૧૨)
- ૧૯૮૨ – મેડેલીન સ્લેડ, ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા મહાત્મા ગાંધીના અનુયાયી (જ. ૧૮૯૨)
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
- આંતરરાષ્ટ્રીય શતરંજ દિવસ (International Chess Day)
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર July 20 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |