લખાણ પર જાઓ

જાન્યુઆરી ૨૪

વિકિપીડિયામાંથી

૨૪ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૪મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૨૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૪૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૮૫૭ – કલકત્તા વિશ્વવિદ્યાલયની ઔપચારિક રીતે દક્ષિણ એશિયાના પ્રથમ સંપૂર્ણ વિકસિત વિશ્વવિદ્યાલય તરીકે સ્થાપના કરવામાં આવી.
  • ૧૯૪૬ – સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ સંયુક્ત રાષ્ટ્ર અણુ ઊર્જા આયોગની સ્થાપનાનો પ્રથમ ઠરાવ પસાર કર્યો.
  • ૧૯૫૦ – જન ગણ મન ગીતને ભારતની બંધારણ સભાએ રાષ્ટ્રગીત તરીકે અપનાવ્યું.
  • ૧૯૬૬ - જીનિવા જવા નીકળેલું એર ઇન્ડિયાનું વિમાન (ફ્લાઇટ નં. ૧૦૧) ફ્રાન્સની વિખ્યાત મોં બ્લાં પર્વતમાળાના બોસન્સ નામના શિખર પર તૂટી પડતાં તમામ ૧૧૭ મુસાફરો માર્યા ગયા. વિમાનના મુખ્ય ચાલક હજારીલાલ પુરોહિત ૨૦૦ કલાકના ઉડ્ડયનનો અનુભવ ધરાવતા કાબેલ પાયલટ હતા. આ કમનસીબ વિમાનમાં ભારતીય અણુકાર્યક્રમના ભિષ્મ પિતામહ ડૉ. હોમી જહાંગીર ભાભા પણ હતા.

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]