સપ્ટેમ્બર ૫
Appearance
૫ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૪૮મો (લિપ વર્ષ દરમ્યાન ૨૪૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૧૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૮૮૨ – પહેલી સંયુક્ત રાજ્ય અમેરિકા શ્રમ દિવસ પરેડનું ન્યૂયોર્ક શહેરમાં આયોજન કરવામાં આવ્યું.
- ૧૯૬૦ – રોમમાં ઓલિમ્પિક રમતોત્સવમાં હેવીવેઇટ બોક્સિંગ સ્પર્ધામાં મુહમ્મદ અલીએ (જે તે સમયે કેસિયસ ક્લે તરીકે ઓળખાતો હતો) સુવર્ણ પદક જીત્યો.
- ૧૯૭૨ – મ્યુનિચ હત્યાકાંડ: "બ્લેક સપ્ટેમ્બર" નામના પેલેસ્ટાઇન આતંકવાદી જૂથે મ્યુનિચ ઓલિમ્પિક રમતોત્સવમાં ઇઝરાયલના ૧૧ એથ્લીટ્સ પર હુમલો કરી બંધક બનાવ્યા. આ હુમલામાં બેના મોત થયા, બીજા દિવસે બંધક પૈકીના નવની હત્યા કરવામાં આવી.
જન્મ
[ફેરફાર કરો]- ૯૭૩ - અલ બિરૂની, મધ્ય-ઇસ્લામી કાલખંડના ભૌતિકશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી, ઇતિહાસકાર, ભાષાવિદ્દ વિદ્વાન. (અ.૧૦૪૮)
- ૧૮૭૨ – વી. ઓ. ચિદમ્બરમ પિલ્લઈ, સ્વાતંત્ર્ય સેનાની અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા. (અ. ૧૯૩૬)
- ૧૮૮૮ - ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ. (અ.૧૯૭૫)
- ૧૯૦૯ – યુસુફ દાદૂ, ગુજરાતી મૂળના દક્ષિણ આફ્રિકાના મુસ્લિમ સામ્યવાદી રંગભેદ વિરોધી સેનાની (અ. ૧૯૮૩)
- ૧૯૨૮ – દમયંતી જોશી, કથક નૃત્ય સ્વરૂપના જાણીતા પ્રખર પ્રતિપાદક (અ. ૨૦૧૪)
- ૧૯૪૮ – પ્રફુલ્લ રાવલ, કુમાર સુવર્ણ ચંદ્રક વિજેતા શિક્ષક, કવિ, નિબંધકાર અને લઘુકથા લેખક
- ૧૯૪૬ – ફ્રેડી મર્ક્યુરી, ગુજરાતી મૂળના બ્રિટિશ સંગીતકાર (અ. ૧૯૯૧)
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૮૬ – નીરજા ભનોત, અશોક ચક્ર પુરસ્કાર વિજેતા વિમાન પરિચારિકા (જ. ૧૯૬૩)
- ૧૯૯૧ – શરદ જોશી, ભારતીય લેખક અને કવિ (જ. ૧૯૩૧)
- ૧૯૯૫ – સલિલ ચૌધરી, હિન્દી ફિલ્મોના સંગીતકાર,ગીતકાર,લેખક અને ગાયક (જ. ૧૯૨૩)
- ૧૯૯૭ – મધર ટેરેસા, ભારતીય નાગરિકત્વ ધરાવતાં આલ્બેનિયન રોમન કૅથલિક નન (જ. ૧૯૧૦)
- ૨૦૧૮ – ભગવતીકુમાર શર્મા, ગુજરાતી સાહિત્યકાર (જ. ૧૯૩૪)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- શિક્ષક દિન – ભારતમાં
- આંતરરાષ્ટ્રીય દાન દિવસ (International Day of Charity)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૪-૨૨ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર September 5 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.