લખાણ પર જાઓ

નીરજા ભનોત

વિકિપીડિયામાંથી
નીરજા ભનોત

૨૦૦૪ ની ભારતીય ટપાલ ટિકિટ પર અશોક ચક્ર (પુરસ્કાર) સાથે ભનોતનું ચિત્ર
૨૦૦૪ ની ભારતીય ટપાલ ટિકિટ પર અશોક ચક્ર સાથે નીરજા ભનોતનું ચિત્ર
જન્મની વિગત(1963-09-07)7 September 1963
મૃત્યુ5 September 1986(1986-09-05) (ઉંમર 22)
કરાચી એરપોર્ટ, સિંધ, પાકિસ્તાન
મૃત્યુનું કારણગોળીબારનો ઘા
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયપર્સર [upper-alpha ૧], મોડેલ
નોકરી આપનારપેન અમેરિકન એરવેઝ
પ્રખ્યાત કાર્યપેન એમ ફ્લાઈટ ૭૩
માતા-પિતારમા ભનોત
હરીશ ભનોત
પુરસ્કારોસૂચિ (મરણોપરાંત)

નીરજા ભનોત (૭ સપ્ટેમ્બર ૧૯૬૩ – ૫ સપ્ટેમ્બર ૧૯૮૬)[૧][૨] એક ભારતીય વિમાન પરિચારિકા અને મુખ્ય પર્સર[upper-alpha ૨] હતા. ૫ સપ્ટેમ્બર, ૧૯૮૬ના રોજ પાકિસ્તાનના કરાચીમાં વિમાન રોકાણ દરમિયાન આતંકવાદી સંગઠન દ્વારા અપહરણ કરવામાં આવેલ પાન એમ ફ્લાઇટ ૭૩ માં મુસાફરોને બચાવતી વખતે તેઓ મૃત્યુ પામ્યા હતા. તેમના આ સાહસ બદલ તેમને ભારતના શાંતિકાળનો સર્વોચ્ચ બહાદુરી પુરસ્કાર અશોક ચક્ર (મરણોપરાંત) એનાયત કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન અને અમેરિકાની સરકારો તરફથી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આપાતકાલીન બારીમાંથી મુસાફરોને ભાગી છૂટવામાં મદદ કરતી વખતે તેમને ગોળી મારવામાં આવી હતી.[૨][૩] તેમના જીવન અને વીરતાથી પ્રેરિત થઈને દિગ્દર્શક રામ માધવાનીએ ૨૦૧૬માં નીરજા નામની એક ફિલ્મનું નિર્માણ કર્યું હતું જેમાં નીરજાની ભૂમિકા અભિનેત્રી સોનમ કપૂર દ્વારા ભજવવામાં આવી હતી.

પ્રારંભિક જીવન અને પરિવાર

[ફેરફાર કરો]

નીરજા ભનોતનો જન્મ ભારતના ચંદીગઢમાં થયો હતો અને તેનો ઉછેર પંજાબી હિન્દુ પરિવારમાં બોમ્બે (વર્તમાન મુંબઈ)માં થયો હતો.[૪] તેઓ બોમ્બે સ્થિત પત્રકાર હરીશ ભનોત અને રમા ભનોતની પુત્રી હતા. તેમને અખિલ અને અનીશ ભનોત નામન બે ભાઈઓ હતા.[૫] તેમણે ચંદીગઢની સેક્રેડ હાર્ટ સિનિયર સેકન્ડરી સ્કૂલમાંથી પ્રારંભિક શાળાનું શિક્ષણ મેળવ્યું હતું. જ્યારે તેમનો પરિવાર બોમ્બે સ્થળાંતરીત થયો ત્યારે તેમણે બોમ્બે સ્કોટિશ સ્કૂલમાં અભ્યાસ ચાલુ રાખ્યો અને બાદમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજ, બોમ્બેમાંથી સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.[૧] મુંબઈ વસવાટ દરમિયાન જ તેમને પહેલો મોડેલિંગ કરાર મળ્યો હતો અને તેમની મોડેલિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી.[૬] તેઓ અભિનેતા રાજેશ ખન્નાના ચાહક હતા અને જીવનભર તેમની ફિલ્મોના સંવાદોનો ઉલ્લેખ કરતા રહ્યા હતા.[૭]

બે મહિનાના ટૂંકા ગાળામાંજ લગ્ન વિચ્છેદ થતાં તેઓ તેમના પિતાના ઘરે પરત ફર્યા હતા. તેમના પિતા હરીશ ભનોત ૩૦ વર્ષથી વધુ સમય સુધી હિન્દુસ્તાન ટાઇમ્સમાં પત્રકાર તરીકે કામ કરતા હતા અને ૨૦૦૮માં ચંદીગઢમાં ૮૬ વર્ષની ઉંમરે નવા વર્ષના દિવસે તેમનું અવસાન થયું હતું.[૮] તેમની માતાનું ૫ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ ૮૬ વર્ષની વયે અવસાન થયું હતું.[સંદર્ભ આપો]

કારકિર્દી

[ફેરફાર કરો]

પેન અમેરિકન એરવેઝ કંપનીએ ૧૯૮૫માં ફ્રેન્કફર્ટથી ભારતના હવાઈ માર્ગ માટે તમામ કેબિન ક્રૂ (સેવકદળ) ભારતીય રાખવાનું નક્કી કર્યું ત્યારે નીરજાએ પણ તે એરવેઝ કંપનીમાં વિમાન પરિચારિકાની નોકરી માટે અરજી કરી હતી. પસંદગી બાદ તે વિમાન પરિચારિકા (ફ્લાઇટ એટેન્ડન્ટ) તરીકે તાલીમ લેવા ફ્લોરિડાના મિયામી ગયા હતા પરંતુ પર્સર તરીકે પાછા ફર્યા હતા.[૧][૯] આ ઉપરાંત તેમની મોડેલિંગ કારકિર્દી પણ સફળ રહી હતી.

વિમાન અપહરણ ઘટનાક્રમ

[ફેરફાર કરો]

કરાચી અને ફ્રેન્કફર્ટ થઈને મુંબઈથી અમેરિકા જતી પેન એમ ફ્લાઇટ ૭૩ માં નીરજા મુખ્ય પર્સર તરીકે ફરજ પર હતા. ૫ સપ્ટેમ્બર, ૧૯૮૬ના રોજ પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર વિમાન રોકાણ દરમિયાન ચાર સશસ્ત્ર શખ્સો દ્વારા વિમાનનું અપહરણ કરવામાં આવ્યું હતું. વિમાનમાં ૩૮૦ મુસાફરો અને ૧૩ ક્રૂ સભ્યો સવાર હતા. આતંકવાદીઓ સાયપ્રસમાં પેલેસ્ટાઈની કેદીઓને મુક્ત કરવાના લક્ષ્ય સાથે સાયપ્રસ જવા માંગતા હતા. અપહરણકારો વિમાનમાં સવાર થતાં જ નીરજાએ કોકપિટ ક્રૂને ચેતવણી આપતા વિમાન પાઇલટ, કો-પાઇલટ અને ફ્લાઇટ એન્જિનિયર વિમાનમાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. સૌથી વરીષ્ઠ કેબિન ક્રૂ સભ્ય તરીકે નીરજાએ વિમાનની અંદરની પરિસ્થિતિનો હવાલો સંભાળ્યો હતો.[૯][૧૦][૧૧]

અપહરણકારો લીબિયા દ્વારા સમર્થિત પેલેસ્ટાઇન આતંકવાદી સંગઠન અબુ નિદાલ સંગઠનનો ભાગ હતા; તેઓ અમેરિકનો અને અમેરિકન સંપત્તિને નિશાન બનાવી રહ્યા હતા. અપહરણની શરૂઆતની મિનિટોમાં, તેઓએ એક ભારતીય-અમેરિકન નાગરિકની ઓળખ કરી, તેને બહાર નીકળવા માટે ખેંચી લીધો અને ગોળી મારીને તેના મૃતદેહને વિમાનમાંથી બહાર ફેંકી દીધો. ત્યારબાદ આતંકવાદીઓએ ભનોતને સૂચના આપી હતી કે તેઓ તમામ મુસાફરોના પાસપોર્ટ એકત્રિત કરે જેથી તેઓ વિમાનમાં સવાર અન્ય અમેરિકનોની ઓળખ કરી શકે. તેણી અને તેણીની હેઠળના અન્ય પરિચારકોએ વિમાનમાં સવાર બાકીના ૪૩ અમેરિકનોના પાસપોર્ટ પૈકી કેટલાક સીટ નીચે અને બાકીના કચરાપેટીમાં છુપાવી દીધા હતા, જેથી અપહરણકારો અમેરિકન અને બિન-અમેરિકન મુસાફરો વચ્ચે તફાવત ન કરી શકે.[૯][૧૦][૧૨]

૧૭ કલાક બાદ અપહરણકારોએ ગોળીબાર શરૂ કર્યો હતો. ભનોતે વિમાનનો એક દરવાજો ખોલી નાખ્યો, અને તે વિમાનમાંથી કૂદકો લગાવી ભાગી શકે તેમ હોવા છતાં, તેમણે અન્ય મુસાફરોને ભાગી છૂટવામાં મદદ કરવાનું શરૂ કર્યું. એક જીવિત મુસાફરના જણાવ્યા અનુસાર, "તેઓ મુસાફરોને આપાતકાલીન છટકબારી (ઇમરજન્સી એક્ઝિટ) માટે માર્ગદર્શન આપી રહી હતી ત્યારે જ આતંકવાદીઓ કમાન્ડો હુમલાના ડરથી સતત ફાયરિંગ કરી રહ્યા હતા. તેઓએ નીરજાને ત્રણ અનાથ બાળકો તથા અન્ય લોકોને બહાર નીકળવામાં મદદ કરવાનો પ્રયાસ કરતા જોયા ત્યારે તેઓએ નીરજાને ચોટલાથી પકડી લીધી અને ગોળી મારી હતી."[૧૩] અપહરણ દરમિયાન કુલ ૪૪ અમેરિકન મુસાફરોમાંથી બેના મોત થયા હતા. તે સમયે સાત વર્ષનો એક બાળક જે હવે એક મોટી એરલાઇનનો કેપ્ટન છે, તેણે જણાવ્યું છે કે ભનોત તેની પ્રેરણા રહી છે, અને તે તેના જીવનના દરેક દિવસ માટે તેમનો ઋણી છે.[૧૪] તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે "અપહરણની નાયિકા" તરીકે ઓળખ આપવામાં આવી હતી અને શાંતિકાળ દરમિયાન બહાદુરી માટેનો ભારતનો સૌથી પ્રતિષ્ઠિત વીરતા પુરસ્કાર અશોક ચક્ર એવોર્ડની સૌથી નાની ઉંમરની પ્રાપ્તકર્તા બની હતી.[૯][૧૦][૧૧]

ઘણા બંધકોનો જીવ બચાવવા ઉપરાંત ભનોતે વિમાનને જમીન પરથી ઉતરતા અટકાવવામાં પણ મદદ કરી હતી. તેમને યુનાઇટેડ સ્ટેટ્સ સરકાર તરફથી તેમની હિંમત માટે તથા પાકિસ્તાન સરકાર દ્વારા મહાન માનવ દયા દર્શાવવા બદલ મરણોપરાંત તમ્ઘા-એ-પાકિસ્તાન પુરસ્કારો આપવામાં આવ્યા હતા.[૧૦][૧૫]

વિરાસત

[ફેરફાર કરો]

મુશ્કેલીમાં મુકાયેલા વિમાનના મુસાફરો પ્રત્યેની તેમની વફાદારી માનવ ભાવનાના શ્રેષ્ઠ ગુણોને કાયમ માટે શ્રદ્ધાંજલિ હશે.

– અશોક ચક્ર પ્રશસ્તિપત્ર[૧]
 • તેમની બહાદુરી માટે ભારત સરકારે મરણોપરાંત શાંતિકાળ દરમિયાન દુશ્મનની સામે બહાદુરી માટેનો ભારતનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્ર એનાયત કર્યો હતો. તેઓ આ પુરસ્કાર પ્રાપ્ત કરનારા પ્રથમ મહિલા અને સૌથી નાની ઉંમરના વ્યક્તિ છે.[૧][૧૬][૧૭]
 • ૨૦૦૪ માં ભારતીય ટપાલ ખાતાએ તેની યાદમાં એક સ્મારક ટિકિટ બહાર પાડી હતી.[૧૮][૧૯]
 • નીરજાના મૃત્યુ બાદ, તેમના પરિવારે વીમાના પૈસાથી નીરજા ભનોત ટ્રસ્ટની સ્થાપના કરી હતી. આ ટ્રસ્ટ દર વર્ષે બે પુરસ્કારો પ્રસ્તુત કરે છે, એક પુરસ્કાર વિશ્વભરના ફ્લાઇટ ક્રૂ મેમ્બર માટે છે, જે ફરજના આહ્વાનથી આગળ વધીને કામ કરે છે અને બીજો, નીરજા ભનોત પુરસ્કાર, ભારતીય મહિલાને આપવામાં આવે છે જેણે સામાજિક અન્યાયનો સામનો કરવો પડ્યો ત્યારે બહાદુરીપૂર્વક પરિસ્થિતિનો સામનો કર્યો અને આવી જ સામાજિક મુશ્કેલીમાં અન્ય મહિલાઓને મદદ કરી. આ પુરસ્કારમાં ૧,૫૦,૦૦૦ રૂપિયા (આશરે ૨,૦૦૦ અમેરિકન ડોલર) ટ્રોફી અને પ્રશસ્તિપત્રનો સમાવેશ થાય છે.[૯][૨૦][૨૧]
 • નીરજાના ભાઈ અનીશ ૨૦૦૫માં વોશિંગ્ટન ડી.સી.માં ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા માટે યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસમાં યોજાયેલા સમારોહમાં વાર્ષિક ગુના અધિકાર સપ્તાહના ભાગરૂપે મરણોપરાંત તેમને આપવામાં આવેલો "ન્યાય અપરાધ પુરસ્કાર" મેળવવા ગયા હતા.[૨૨] ૨૦૦૬માં, તેણી અને અન્ય પેન એમ ફ્લાઇટ ૭૩ પરિચારકોને અમેરિકાના ન્યાય વિભાગ દ્વારા વિશેષ હિંમત પુરસ્કાર (સ્પેશ્યલ કરેજ એવોર્ડ) એનાયત કરવામાં આવ્યો હતો.[૧૫]
 • ભારતીય ઉડ્ડયન મંત્રાલયે ભારતીય ઉડ્ડયનની શતાબ્દીની ઉજવણીના પ્રસંગે ૧૮ ફેબ્રુઆરી, ૨૦૧૦ના રોજ નવી દિલ્હીમાં ભનોતને મરણોપરાંત સન્માન આપ્યું હતું.[૨૩]
 • ૨ જુલાઈ, ૨૦૧૬ના રોજ લંડન, ઈંગ્લેન્ડમાં યુકેની સંસદના હાઉસ ઓફ કોમન્સમાં આયોજિત સમારોહમાં તેમને ભારત ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[૨૪]
 • ૩૦ મે, ૨૦૧૮ના રોજ, પંજાબ યુનિવર્સિટીએ ચંદીગઢના યુનિવર્સિટી પરિસરમાં નીરજા ભનોત હોસ્ટેલનું ઉદઘાટન કર્યું હતું.[સંદર્ભ આપો]
 • ધ નીરજા આઇ ન્યૂ - એક કોફી ટેબલ પુસ્તક જેની કલ્પના તેમના ભાઈ અનીશ ભનોત દ્વારા કરવામાં આવી હતી અને ભનોતને શ્રદ્ધાંજલિ તરીકે પ્રકાશિત કરવામાં આવી હતી, જેમાં તેણીને ઓળખતા લોકો દ્વારા લખાયેલા ઘણા પ્રકરણોનો સમાવેશ થાય છે.[૨૫][૨૬]
 • ભનોતના જીવન અને વીરતાથી પ્રેરિત થઈને દિગ્દર્શક રામ માધવાનીએ ૨૦૧૬માં નીરજા નામની એક ફિલ્મનું નિર્માણ કર્યું હતું જેમાં નીરજાની ભૂમિકા અભિનેત્રી સોનમ કપૂર દ્વારા ભજવવામાં આવી હતી. સોનમ કપૂરને ૨૦૧૭માં ફિલ્મમાં અભિનય માટે વિશેષ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.
 • ધ સ્માઇલ ઓફ કરેજ – તેમના ભાઈ અનીશ ભનોત દ્વારા લખાયેલું અન્ય એક પુસ્તક છે.[૨૭]

સન્માન અને પુરસ્કાર

[ફેરફાર કરો]
 • અશોક ચક્ર, ૧૯૮૭, ભારત[૨૮]
 • તમ્ઘા-એ-પાકિસ્તાન, પાકિસ્તાન સરકાર દ્વારા મહાન માનવ દયા દર્શાવવા બદલ, મરણોપરાંત.[૨૯]
 • ફ્લાઇટ સેફ્ટી ફાઉન્ડેશન વીરતા પુરસ્કાર ૧૯૮૭, યુનાઇટેડ સ્ટેટ્સ[૩૦]
 • જસ્ટીસ ફોર ક્રાઈમ્સ એવોર્ડ ૨૦૦૫ ("ન્યાય અપરાધ પુરસ્કાર"), યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસ ફોર ધ ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા, યુનાઇટેડ સ્ટેટ્સ[૨૨]
 • અમેરિકાના ન્યાય વિભાગ દ્વારા વિશેષ હિંમત પુરસ્કાર (સ્પેશ્યલ કરેજ એવોર્ડ)[૧૫]
 • નાગરિક ઉડ્ડયન મંત્રાલય પુરસ્કાર ૨૦૧૧, ભારત[૩૧]
 • ભારત ગૌરવ પુરસ્કાર: ૨ જુલાઈ, ૨૦૧૬ના રોજ યુકેની સંસદના હાઉસ ઓફ કોમન્સ દ્વારા એનાયત.[૩૨]
 1. હવાઈ જહાજમાં પૈસાના સંચાલન માટે જવાબદાર વ્યક્તિ.
 2. હવાઈ જહાજમાં પૈસાના સંચાલન માટે જવાબદાર વ્યક્તિ.

સંદર્ભ

[ફેરફાર કરો]
 1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ Vij, Illa (13 November 2000). "Brave in life, brave in death". The Tribune (Chandigarh). Tribune Trust.
 2. ૨.૦ ૨.૧ "'I saw Neerja being shot in the head' – Times of India". The Times of India. મેળવેલ 3 December 2016.
 3. Mohan, Megha (31 March 2016). "Inside a hijack: The unheard stories of the Pan Am 73 crew". BBC News. મેળવેલ 3 December 2016.
 4. "The glamorous lives of '80s air hostesses in India". Quartz.
 5. Avantika Bhuyan (5 March 2016). "It is incredible how blessed this project has been: Atul Kasbekar".
 6. "'The Sky Was Her Limit". The Indian Express. મેળવેલ 23 February 2016.
 7. "Neerja: A fond tribute to a forgotten hero". મેળવેલ 14 January 2017.
 8. "Journalist, former MC member Harish Bhanot passes away". The Indian Express. Indian Express Limited. 2 January 2008. મૂળ માંથી 5 December 2008 પર સંગ્રહિત.
 9. ૯.૦ ૯.૧ ૯.૨ ૯.૩ ૯.૪ The Story of Neerja Bhanot – India’s Flight Attendant – CN Traveller. Cntraveller.in (18 January 2016). Retrieved on 2018-11-14.
 10. ૧૦.૦ ૧૦.૧ ૧૦.૨ ૧૦.૩ Kapoor, Vandita (19 December 2015). "Neerja Bhanot – The Indian Flight Attendant Who Saved 360 Lives". The Better India.
 11. ૧૧.૦ ૧૧.૧ Why Everyone Should Know ‘Hijack Heroine’ Neerja Bhanot’s Story સંગ્રહિત ૨૦૧૬-૦૮-૧૦ ના રોજ વેબેક મશિન. The Quint
 12. "MY STORY: I Survived the Pan Am Hijack During Which Neerja Bhanot Lost Her Life". The Better India. 22 February 2016. મેળવેલ 3 December 2016.
 13. "'I saw Neerja being shot in the head' – Times of India". મેળવેલ 14 January 2017.
 14. "Who is Neerja Bhanot & How Pan Am-73 flight was hijacked in Sept 1986?". www.oneindia.com. મેળવેલ 11 December 2016.
 15. ૧૫.૦ ૧૫.૧ ૧૫.૨ "Special Courage Awards: Pan Am Flight 73 flight attendants and the Pan Am Director for Pakistan". United States Department of Justice. મૂળ માંથી 13 March 2008 પર સંગ્રહિત.
 16. "Nominations invited for Neerja Bhanot Awards". The Indian Express. Indian Express Limited. 5 September 2006. મૂળ માંથી 5 December 2008 પર સંગ્રહિત.
 17. Ambardar, Avani (20 July 2014) Neerja Bhanot: Brave in life, brave in death. Times of India.
 18. "Stamp on Neerja released". The Tribune. Tribune Trust. 9 October 2004.
 19. Jaffry, Nasir (4 January 2008). "Pak frees Pan Am hijack quartet". The Telegraph (Calcutta). ABP Group.
 20. "NeerjaTrust – Neerja Bhanot Pan Am Trust". Karmayog. મૂળ માંથી 26 July 2011 પર સંગ્રહિત.
 21. "Mumbai based Chanda Asani to get Neerja Bhanot Award 2008". Business Standard. 16 September 2008.
 22. ૨૨.૦ ૨૨.૧ "America honours Neerja Bhanot". The Times of India. 13 April 2005. મૂળ માંથી 11 August 2011 પર સંગ્રહિત.
 23. "Civil Aviation Ministry honours air hostess Neerja Bhanot who was killed by terrorists". Journalism of Courage Archive. The Indian EXPRESS. 19 February 2011. મેળવેલ 10 April 2016.
 24. "Neerja Bhanot Conferred 'Bharat Gaurav Award' In London". મેળવેલ 14 January 2017.
 25. Book in the memory of Neerja released. Times of India (18 February 2016). Retrieved on 2018-11-14.
 26. "The Neerja I Knew: 'This book is tribute to my younger sister who showed true meaning of courage'". Indian Express. 18 February 2016. મેળવેલ 14 January 2017.
 27. Kaur, Gurnaaz (20 August 2018). "A tale of courage". Tribune India. મૂળ માંથી 27 માર્ચ 2019 પર સંગ્રહિત. મેળવેલ 5 સપ્ટેમ્બર 2021.
 28. "Ashoka Chakra recipients (1952–92)". Indian Army Web Portal. મેળવેલ 18 January 2017.
 29. Sengupta, Durga M (11 February 2016). "Pakistan bans Neerja now. But why then did they award the Pan Am hero?". મૂળ માંથી 20 April 2016 પર સંગ્રહિત. મેળવેલ 10 April 2016.
 30. "FSF Heroism Award". Flight Safety Foundation. 2011. મૂળ માંથી 14 જુલાઈ 2014 પર સંગ્રહિત. મેળવેલ 10 April 2016. Check date values in: |archive-date= (મદદ)
 31. "Centre honours Neerja Bhanot". The Times of India. 19 February 2011. મેળવેલ 10 April 2016.
 32. "Neerja Bhanot Conferred 'Bharat Gaurav Award' In London". NDTV. 3 July 2016. મેળવેલ 4 September 2018.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]