રાજેશ ખન્ના

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
રાજેશ ખન્ના
Rajesh Khanna Profile.jpg
જન્મની વિગત૨૯ ડિસેમ્બર ૧૯૪૨ Edit this on Wikidata
અમૃતસર Edit this on Wikidata
મૃત્યુની વિગત૧૮ જુલાઇ ૨૦૧૨ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata
અભ્યાસનું સ્થળNess Wadia College of Commerce, St. Sebastian Goan High School, Kishinchand Chellaram College Edit this on Wikidata
વ્યવસાયફિલ્મ અભિનેતા, રાજકારણી, ચલચિત્ર નિર્માતા, ગાયક, ટેલિવિઝન કલાકાર&Nbsp;edit this on wikidata
જીવનસાથીDimple Kapadia Edit this on Wikidata
પુરસ્કારફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર, BFJA Awards for Best Actor, BFJA Awards for Best Actor, Filmfare Special Award, BFJA Awards for Best Actor, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર, BFJA Awards for Best Actor, Filmfare Special Award, Zee Cine Award for Lifetime Achievement, Filmfare Lifetime Achievement Award, IIFA Lifetime Achievement Award, પદ્મભૂષણ Edit this on Wikidata
સહી
Rajesh-khanna-signature.jpg

રાજેશ ખન્ના (About this sound હિંદીમાં ઉચ્ચાર )નું જન્મ નામ જતીન ખન્ના હતું. તેઓએ બોલિવુડના નામે ઓળખાતા હિંદી ફિલ્મ ઉદ્યોગના પ્રથમ સુપરસ્ટાર હોવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. ૧૯૬૯ થી ૧૯૭૧ સુધીના ટુંકા ગાળામાં એમના મુખ્ય અભિનેતા તરીકેની ૧૫ ફિલ્મો સુપર હીટ થઈ હતી. બીબીસીએ એમના જીવન ઉપર બોમ્બે સુપરસ્ટાર નામની એક દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી.

રાજેશ ખન્નાએ ફિલ્મ ક્ષેત્રની કારકિર્દી દરમ્યાન કુલ ૧૮૦ ફિલ્મોમાં કામ કર્યું હતું જેમાં ૧૬૩ પુર્ણ કક્ષાની અને ૧૭ નાની ફિલ્મોમાં કામ કર્યું હતું. આ કારકિર્દી દરમ્યાનની ૧૦૬ ફિલ્મોમાં એમણે મુખ્ય ચરિત્ર અભિનેતાની ભુમિકા ભજવી હતી. એમણે ત્રણ વખત ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર જીત્યો હતો અને ચૌદ વખત એના માટે નામાંકિત થયા હતા. એમને બીએફજેએ સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર (હિંદી) (બંગાળ ફિલ્મ પત્રકાર સંગઠન દ્વારા આપવામાં આવતો પુરસ્કાર) ચાર વખત એનાયત થયો હતો અને એના માટે એ કુલ ૨૫ વખત નામાંકિત થયા હતા. ૧૯૯૧માં એમને ભારતીય સિનેમામાં ૨૫ વર્ષ પુરાં કરવા બદલ ખાસ ફિલ્મફેર પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

સંદર્ભ[ફેરફાર કરો]