ડિસેમ્બર ૧૮

વિકિપીડિયામાંથી

૧૮ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૫૨મો (લિપ વર્ષ દરમ્યાન ૩૫૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૭૮૭ – ન્યૂ જર્સી યુ.એસ. બંધારણને બહાલી આપનાર ત્રીજું રાજ્ય બન્યું.
  • ૧૮૩૩ – રશિયન સામ્રાજ્યનું રાષ્ટ્રગીત "ગોડ સેવ ધ ઝાર!", સૌ પ્રથમ રજૂ કરવામાં આવ્યું.
  • ૧૮૬૫ – અમેરિકાના વિદેશ મંત્રી વિલિયમ સેવર્ડે બંધારણના તેરમા સુધારાને અપનાવવાની ઘોષણા કરી સમગ્ર અમેરિકામાં ગુલામી પર પ્રતિબંધ મૂક્યો.
  • ૧૮૭૮ – અલ-થાની પરિવાર કતાર રાજ્યના શાસકો બન્યા.
  • ૧૯૫૮ – વિશ્વના પ્રથમ સંદેશાવ્યવહાર ઉપગ્રહ પ્રોજેક્ટ સ્કોરનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું.
  • ૧૯૬૬ – શનિનો ચંદ્ર (ઉપગ્રહ) એપિમેથિયસ ખગોળશાસ્ત્રી રિચાર્ડ વોકર દ્વારા શોધી કાઢવામાં આવ્યો.
  • ૧૯૭૨ – વિયેતનામ યુદ્ધ: રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સને જાહેરાત કરી કે ૧૩મીએ ઉત્તર વિયેતનામ સાથે શાંતિ મંત્રણા પડી ભાંગ્યા બાદ અમેરિકા ઉત્તર વિયેતનામ સાથે ક્રિસમસ બોમ્બ ધડાકાની શ્રેણી ‘ઓપરેશન ટાઇબ્રેકર-૨’માં જોડાશે.
  • ૨૦૦૬ – સંયુક્ત આરબ અમીરાત તેની પ્રથમ ચૂંટણી યોજી.
  • ૨૦૧૯ – સંયુક્ત રાજ્ય અમેરિકાની પ્રતિનિધિ સભાએ ડોનાલ્ડ ટ્રમ્પ પર પ્રથમ વખત મહાભિયોગ ચલાવ્યો.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

  • અરેબિક ભાષા દિવસ
  • આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]