નુર જહાં

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
નુર જહાં

નુર જહાં (ઉર્દુ ભાષામાં: نورجہاں) મોગલ શહેનશાહ જહાંગીરની મલિકા (મહારાણી) હતાં. નુર જહાંનો જન્મ મિર્ઝા ગ્યાસનું ઘર ૧૫૭૬, કંધારમાં થયો હતો. તેમનાં બાનું નામ અસમત બેગમ હતું. મલિકા નુર જહાંનું અસલ નામ મહેર-ઉન-નિસા હતું, જે જહાંગીરના વઝીર-એ-આઝમ મિર્ઝા ગ્યાસ બેગની દીકરી હતી. તેમની કબર લાહોરના નવાહમાં દરિયા રાવીના કિનારા પર મોજુદ છે. તેઓ એક પ્રભાવશાળી, હોંશિયાર અને શિક્ષિત રાજકારણી નારી હતાં.