લાહોર

વિકિપીડિયામાંથી
લાહોર શહેરનો એક નજારો

લાહોર (પંજાબી ભાષા: لہور, ઉર્દૂ ભાષા: لاہور) પાકિસ્તાન દેશમાં આવેલું બીજું સૌથી મોટું શહેર છે (કરાચી પછી). પાકિસ્તાન-ભારતની સીમા નજીકનું આ શહેર પંજાબનું મુખ્ય મથક છે. લાહોર ઐતિહાસિક પંજાબ ક્ષેત્રનું અહમ સંસ્કૃતિક કેંદ્ર છે[૧][૨][૩] અને આ દુનિયામાં સૌથી મોટું પંજાબી શહેર છે. લાહોર પર હિંદુ શાહીઓ, ગઝનાવીઓ, ઘુરિદો અને દિલ્હી સલ્તનતનું શાસન રહ્યું હતું. મુઘલ સામ્રાજ્યની હકૂમત દરમ્યાન લાહોર પોતાના ચરમ પર હતું જ્યારે લાહોર પાંચ સાલ સુધી મુઘલ સામ્રાજ્યની રાજધાની હતી. બાદમાં આ રણજીતસિંહના શીખ સામ્રાજ્યની રાજધાની હતી.

લાહોર પાકિસ્તાનના સૌથી ઉદાર અને સર્વદેશી શહેરોમાંનું એક છે.[૪] પાકિસ્તાન દેશની સંસ્કૃતિ પર તેની ઘણી અસર દેખાય છે. લાહોર પાકિસ્તાનનું પ્રકાશન ઉદ્યોગ અને સાહિત્યિક દ્રશ્યનું કેન્દ્ર છે, આની સાથે આ પાકિસ્તાનનું તાલીમી કેન્દ્ર પણ છે.[૫]

ઇતિહાસ[ફેરફાર કરો]

દંતકથાઓ મુજબ એવું માનવામાં આવે છે કે લાહોર શહેરની સ્થાપના શ્રી રામના પુત્ર લવ એ કરી હતી.[૬] લાહોરનો કિલ્લોમાં લવનું એક નાનું મંદિર આવેલું છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
  2. Lahore Cantonment, globalsecurity.org
  3. "Internet Archive Wayback Machine". Web.archive.org. 22 April 2008. મૂળ માંથી 29 December 2008 પર સંગ્રહિત. મેળવેલ 16 September 2011. Cite uses generic title (મદદ)
  4. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
  5. "Leading News Resource of Pakistan". Daily Times. 4 March 2005. મૂળ માંથી 12 February 2008 પર સંગ્રહિત. મેળવેલ 16 September 2011.
  6. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]