માર્ચ ૨૧
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૨૧મી માર્ચનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૮૦મો(લિપ વર્ષ દરમ્યાન ૮૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૮૫ દિવસ બાકી રહે છે.
૨૧મી માર્ચના દિવસે બનેલા મહત્વના બનાવો[ફેરફાર કરો]
- ૧૪૧૩ - હેન્રી પંચમ ઇંગલેન્ડનો રાજા બન્યો.
- ૧૮૪૪ - બહાઇ પંચાંગ શરૂ થયું. આ બહાઇ પંચાંગનો પ્રથમ વર્ષનો પ્રથમ દિવસ હતો. આથી આ દિવસ દર વર્ષે બહાઇ નવરોઝ દિન તરીકે ઉજવાય છે.
- ૧૮૫૭ - ટોક્યો,જાપાનમાં ધરતીકંપ આવ્યો,જેમાં ૧૦૦,૦૦૦ કરતાં વધુ લોકોની જાનહાની થઇ.
- ૧૮૭૧ - ઓટ્ટો વૉન બિસ્માર્ક (Otto von Bismarck) જર્મનીનાં રાજ્યાધિપતિ (Chancellor) તરીકે પદારૂઢ થયા.
- ૧૯૦૫ - આલ્બર્ટ આઇનસ્ટાઇને વિશેષ સાપેક્ષતા (special relativity)નો સિધ્ધાંત પ્રકાશિત કર્યો.
- ૧૯૩૦ - દાંડીયાત્રા જંબુસર તાલુકાના વેડચ ગામે પહોંચી.
- ૧૯૩૫ - શાહ રઝા પહલવીએ,આંતરરાષ્ટ્રીય સમુદાયનેં,"પર્શિયા"ને હવેથી ઇરાન તરીકે ઓળખાવવા જણાવ્યું.જેનો અર્થ થાય છે,"આર્યોની ભૂમિ".
- ૧૯૯૦ - નામિબીયા દેશને ૭૫ વર્ષ બાદ અંગ્રેજો(દક્ષિણ આફ્રિકા)ની ગુલામીમાંથી આઝાદી મળી.
- ૨૦૦૨ - પાકિસ્તાનમાં, 'વૉલ સ્ટ્રીટ જર્નલ'નાં પત્રકાર,ડેનિયલ પર્લના અપહરણ અને હત્યાનાં ગુનામાં, એહમદ ઓમર સઇદ શેખ અને અન્ય ત્રણને મૃત્યુદંડની સજા થઇ.
૨૧મી માર્ચના દિવસે જન્મેલા મહાનુભાવો[ફેરફાર કરો]
- ૧૯૨૩ - શ્રી માતાજી નિર્મલા શ્રીવાસ્તવ, સહજ યોગનાં પ્રણેતા.
- ૧૯૨૫ - પીટર બ્રૂક (Peter Brook), બ્રિટિશ નાટ્ય નિર્માતા નિર્દેશક.(મહાભારત નાં નાટ્યરૂપાંતરકાર [૧] )
- ૧૯૪૬ - તિમોથી ડાલ્ટન (Timothy Dalton), બ્રિટિશ અભિનેતા (જેમ્સ બોન્ડ શ્રેણી)
- ૧૯૭૮ - રાની મુખરજી, અભિનેત્રી.
૨૧મી માર્ચના દિવસે અવસાન પામેલા મહાનુભાવો[ફેરફાર કરો]
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
- વિશ્વ કાવ્ય દિન-યુનેસ્કો(UNESCO)
- બહાઇ નવરોઝ દિન
- માનવ અધિકાર દિન દક્ષિણ આફ્રિકા
- પર્શિયન નવું વર્ષ ઇરાની પંચાંગ મુજબ
- નામિબીયા દેશમાં સ્વતંત્રતા દિન તરીકે ઉજવાય છે.
- સદભાવના દિન ઓસ્ટ્રેલિયા
- વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિન
- માતા દિન(મધસં ડે) ઇજિપ્ત, જોર્ડન,લેબેનોન,સિરીયા, યમન દેશોમાં ઉજવાય છે.
- વિશ્વ વન દિવસ