લખાણ પર જાઓ

હકુ શાહ

વિકિપીડિયામાંથી
હકુ શાહ
જન્મની વિગત
હકુ વજુભાઇ શાહ

૨૬ માર્ચ ૧૯૩૪
મૃત્યુ૨૧ માર્ચ ૨૦૧૯
અમદાવાદ
રાષ્ટ્રીયતાભારતીય
પ્રખ્યાત કાર્યચિત્રકળા, ગ્રામીણ કલા, લેખન
પુરસ્કારોપદ્મશ્રી, ૧૯૮૯

હકુ વજુભાઇ શાહ (૨૪ માર્ચ ૧૯૩૪ - ૨૧ માર્ચ ૨૦૧૯) ભારતીય ચિત્રકાર, ગાંધીવાદી, સાંસ્કૃતિક માનવશાસ્ત્રી અને લોક અને આદિજાતિ કલા અને સંસ્કૃતિના લેખક હતા. તેમની કળા શૈલી બરોડા જૂથની હતી અને તેમની કૃતિઓને લોક અથવા આદિવાસી કળાના વિષયોને ભારતીય કળામાં લાવનારી મનાય છે.[][]

તેમના કલામાં યોગદાન માટે તેમને પદ્મશ્રી (૧૯૮૯), જવાહરલાલ નહેરુ ફેલોશીપ અને કલા રત્ન સહિતના અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા હતા.[][]

પ્રારંભિક જીવન અને શિક્ષણ

[ફેરફાર કરો]

હકુ શાહનો જન્મ ૨૬ માર્ચ ૧૯૩૪ ના રોજ વાલોડ (હાલ સુરત જિલ્લામાં, ગુજરાત) માં વજુભાઈ અને વદનબેનને ત્યાં થયો હતો.[][][] તેમની માતા મહાત્મા ગાંધીથી પ્રભાવિત હતી અને તેનાથી તેઓ પ્રભાવિત થયા. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વાલોડમાં પૂર્ણ કર્યું હતું અને વિદ્યાર્થી સંઘના સક્રિય સભ્ય હતા. તેમણે ૧૯૫૫માં વડોદરાની મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી ફાઇન આર્ટ્સ (બી.એફ.એ) માં સ્નાતક થયા, ત્યારબાદ તે જ યુનિવર્સિટીમાંથી ફાઇન આર્ટ્સ (એમ.એફ.એ.) માં ઉચ્ચતર સ્નાતકની પદવી મેળવી હતી.[][]

કારકિર્દી

[ફેરફાર કરો]

૧૯૬૫ સુધીમાં તેમણે કલકત્તા અને મુંબઈમાં અનેક પ્રદર્શનો યોજ્યા હતા. ૧૯૬૮માં તેમણે ફિલાડેલ્ફિયા મ્યુઝિયમ ઓફ આર્ટ્સમાં કલા વિવેચક સ્ટેલા ક્રમરિસ્ચના અનનોઅન ઇન્ડિયા નામના પ્રદર્શનનું આયોજન કર્યું હતું. તે જ વર્ષે તેમને રોકફેલર ગ્રાંટ અને ૧૯૭૧માં તેમને નેહરુ ફેલોશીપ એવોર્ડ મળ્યો હતો.[]

ઘણા વર્ષો સુધી તેમણે ગ્રામીણ અને આદિવાસી કળા અને હસ્તકલા, પરંપરાઓ અને લોકવિવાહ ક્ષેત્રે વિસ્તૃત સંશોધન અને દસ્તાવેજીકરણ હાથ ધર્યું હતું. તેમણે ઘણા વર્ષો સુધી દક્ષિણ ગુજરાતના એક ગાંધી આશ્રમમાં અધ્યાપન કર્યું હતું અને મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ ખાતે એક આદિજાતિ સંગ્રહાલયની સ્થાપના કરી હતી. તેમણે ઘણાં વર્ષો સુધી આ સંગ્રહાલયની દેખરેખ રાખી હતી, જે તેમનો વારસો બન્યું હતું.[]

તેમનું કામ આદિવાસી કલા અને સંસ્કૃતિથી તેમજ ભક્તિ ચળવળની નિર્ગુણ કવિતાથી ખૂબ પ્રભાવિત છે અને તેમણે તેના પર ઘણી કૃતિઓનું સર્જન કર્યું છે.[] તેઓ ગાંધીવાદ પણ પ્રભાવિત હતા.[] ૧૯૮૦ના દાયકામાં, તેમણે રાજસ્થાનના ઉદયપુરમાં આવેલા શિલ્પગ્રામ નામના એક હસ્તકલા ગામના સર્જનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

૨૦૦૯માં તેમણે મનુષ નામે તેમના સંસ્મરણો પ્રકાશિત કર્યા હતા.[]

હ્દયરોગના હુમલાને કારણે ૨૧ માર્ચ ૨૦૧૯ના રોજ અમદાવાદમાં તેમનું અવસાન થયું હતું.[][]

પુરસ્કારો

[ફેરફાર કરો]
  • ૧૯૬૮: જ્હોન ડી. રોકફેલર ફેલો, ન્યૂ યોર્ક, યુએસએ
  • ૧૯૭૧: નહેરુ ફેલોશીપ એવોર્ડ, નવી દિલ્હી []
  • ૧૯૭૩: નાગરિક એવોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
  • ૧૯૭૫: જ્હોન ડી રોકફેલર ફેલો, ન્યૂ યોર્ક, યુએસએ
  • ૧૯૮૯: પદ્મશ્રી
  • ૧૯૯૧: રિજન્ટ પ્રોફેસર, કેલિફોર્નિયા, યુએસએ
  • ૧૯૯૭: કલા રત્ન, ઓલ ઇન્ડિયા ફાઇન આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ સોસાયટી, નવી દિલ્હી.[]
  • ૧૯૯૮: કલા શિરોમણી, લલિત કલા અકાદમી, અમદાવાદ
  • ૨૦૦૬: ગગન અવની પુરસ્કાર, શાંતિનિકેતન

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Lyrical grace: A painting by Haku Shah – Jamini Roy may have been the first modern to... સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૩ ના રોજ વેબેક મશિન The Telegraph, 11 March 2005.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ "Artist Haku Shah dies at 85". Devdiscourse. 2019-03-21.
  3. A new book is an opportunity to revisit Baroda school stalwart Haku Shah,... સંગ્રહિત ૨૦૦૯-૦૬-૨૭ ના રોજ વેબેક મશિન Tehelka Magazine, Vol 6, Issue 26, Dated 4 July 2009.
  4. Dave, Ramesh R.; Desai, Parul Kandarp, સંપાદકો (2015). ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ: ૭. Ahmedabad. પૃષ્ઠ 492. ISBN 978-81-930884-5-6.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ Sawai, Bhadra Vikram (May 2019). Doshi, Deepak (સંપાદક). "હકુભાઈ શાહ: કલાની પીંછી અને ગાંધીની દ્રષ્ટિ". Navneet Samarpan. Mumbai: P. V. Shankarankutti, ભારતીય વિદ્યા ભવન. 40 (1): 38–40. ISSN 2455-4162.
  6. Artist Haku Shah dies at 85
  7. ૭.૦ ૭.૧ Painter, writer, anthropologist, mentor and inspiration to many in many realms of life — Haku Shah is considered an authority on folk and tribal art. સંગ્રહિત ૨૦૧૨-૧૧-૦૪ ના રોજ વેબેક મશિન The Hindu, 10 January 2007.
  8. All India Fine Arts & Crafts Society, New Delhi

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]