ભારતીય વિદ્યા ભવન
Appearance
રચના | ૭ નવેમ્બર ૧૯૩૮ |
---|---|
પ્રકાર | શૈક્ષણિક ટ્રસ્ટ |
સ્થાન | |
પુરસ્કારો | ગાંધી શાંતી પુરસ્કાર |
વેબસાઇટ | www |
ભારતીય વિદ્યા ભવન ભારતનું એક શૈક્ષણિક ટ્રસ્ટ છે. જેની સ્થાપના મહાત્મા ગાંધીજીના સહયોગથી ૯ નવેમ્બર ૧૯૩૮ના કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી.[૧] જે ભારતનું ઐતિહાસિક શૈક્ષણિક ટ્રસ્ટ છે. સરદાર વલ્લભભાઇ પટેલ તથા રાજગોપાલાચારીના સક્રિય યોગદાનથી વિદ્યા ભવન ગાંધીજીના આદર્શો પર ચાલીને આગળ વધ્યું. સંસ્થા દ્વારા ભારતીય સ્ંસ્કૃતિનો બહારના દેશોમાં પ્રસાર-પ્રચાર કરવા માટે પણ નોંધપાત્ર કાર્યો કરવામાં આવ્યા છે.
આ સંસ્થાના ભારતમાં ૧૧૯ કેન્દ્રો છે અને ૭ કેન્દ્રો વિદેશોમાં છે. તેના દ્વારા પેટા સંસ્થા તરીકે ૩૬૭ સંસ્થાઓનું સંચાલન કરવામાં આવે છે.[૨]
ભારત સરકાર દ્વારા સન ૨૦૦૦માં ભારતીય વિદ્યા ભવનને ગાંધી શાંતી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
સંદર્ભ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર ભારતીય વિદ્યા ભવન સંબંધિત માધ્યમો છે.