કનૈયાલાલ મુનશી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કનૈયાલાલ મુનશી
K M Munshi.jpg
કનૈયાલાલ મુનશી (મુનશી ગ્રંથાવલીનાં મુખપૃષ્ઠ પરનું ચિત્ર)
જન્મડિસેમ્બર ૩૦, ૧૮૮૭
ભરૂચ
મૃત્યુફેબ્રુઆરી ૮, ૧૯૭૧
મુંબઇ
વ્યવસાયવકીલાત, સાહિત્યકાર
રાષ્ટ્રીયતાભારતીય
મુખ્ય પુરસ્કારોપુરસ્કાર
વર્ષ

કનૈયાલાલ માણેકલાલ મુનશી (ક. મા. મુનશી; ઉપનામ: ઘનશ્યામ વ્યાસ[૧]) (૧૮૮૭-૧૯૭૧) ગુજરાતી ભાષાના જાણીતા નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર હતા. તેમનો જન્મ ૩૦ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ ભરૂચમાં થયો હતો. તેમના પિતાનું નામ માણેકલાલ અને માતાનું નામ તાપી બા હતું. ૧૯૦૧માં તેમણે મૅટ્રિકની પરિક્ષા પાસ કરીને ૧૯૦૨માં વડોદરા કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. ઓગણીસ વર્ષની ઉંમરે 'એલિસ પ્રાઈઝ' સાથે તેમણે વિનયનના સ્નાતકની પદવી મેળવી અને ૧૯૧૦માં એલ.એલ.બી.ની પરિક્ષામાં ઉત્તિર્ણ થયા. ૧૯૧૩માં મુંબઈમાં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો. સાહિત્યની સેવાના પ્રારંભ રૂપે ૧૯૨૨માં ‘ગુજરાત’ માસિકનો પ્રારંભ કર્યો. તેમની સુદિર્ઘ કારકિર્દી દરમ્યાન ૧૯૩૭માં મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન, ૧૯૪૮માં રાષ્ટ્રની બંધારણ સભાના સભ્ય, એ પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખેતીવાડી ખાતાના પ્રધાન, ૧૯૫૨ની ચૂંટણી પછી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ વગેરે જેવા હોદ્દા સંભાળ્યા. તેમણે ૧૯૩૮માં ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી અને ૧૯૩૭, ૧૯૪૯, ૧૯૫૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ રહ્યા. ૮ ફેબ્રુઆરી ૧૯૭૧ના દીવસે ૮૩ વર્ષની જૈફ વયે મુંબઈમાં તેમનું અવસાન થયું[૧].

જીવન[ફેરફાર કરો]

 • ૧૯૦૪ - ભરૂચમાં મફત પુસ્તકાલયની સ્થાપના
 • ૧૯૧૨ – ભાર્ગવ માસિકની સ્થાપના
 • ૧૯૧૫-૨૦ હોમરુલ લીગ ના મંત્રી
 • ૧૯૧૫ - ગાંધીજી આફ્રિકાથી પાછા આવ્યા તેમને આવકારવા સંમેલન યોજ્યું
 • અલારખીયાના વીસમી સદી માસિકમાં પ્રસિધ્ધ ધારાવાહિક નવલકથાઓ લખતા
 • ૧૯૨૨ - ગુજરાત માસિકનું પ્રકાશન
 • ૧૯૨૫ - મુંબઇ ધારાસભામાં ચુંટાયા
 • ૧૯૨૬ - ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણના ઘડવૈયા
 • ૧૯૩૦ - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રવેશ
 • ૧૯૩૦-૩૨ – સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ માટે જેલવાસ
 • ૧૯૩૩ - કોંગ્રેસના બંધારણનું ઘડતર
 • ૧૯૩૭-૩૯ – મુંબઇ રાજ્યમાં ગૃહપ્રધાન
 • ૧૯૩૮ - ભારતીય વિદ્યા ભવનની સ્થાપના
 • ૧૯૩૮ - કરાચીમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
 • ૧૯૪૨-૪૬ - ગાંધીજી સાથે મતભેદ અને કોંગ્રેસ ત્યાગ અને પુનઃપ્રવેશ
 • ૧૯૪૬- ઉદયપુરમાં અખિલ ભારત હિન્દી સાહિત્ય પરિષદના પ્રમુખ
 • ૧૯૪૮ - સોમનાથ મંદિરનો જિર્ણોદ્ધાર
 • ૧૯૪૮ - હૈદરાબાદના ભારતમાં વિલીનીકરણમાં મહત્વની ભૂમિકા
 • ૧૯૪૮ - ભારતનું બંધારણ ઘડવા રચાયેલી સમિતિમાં સભ્ય
 • ૧૯૫૨-૫૭ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ
 • ૧૯૫૭ - રાજાજી સાથે સ્વતંત્ર પક્ષમાં ઉપપ્રમુખ
 • ૧૯૫૪ - વિશ્વ સંસ્કૃત પરિષદની સ્થાપના અને પ્રમુખ
 • ૧૯૫૯ - સમર્પણ માસિકનો પ્રારંભ
 • ૧૯૬૦ - રાજકારણમાંથી નિવૃત્ત

સર્જન[ફેરફાર કરો]

કનૈયાલાલ મુન્શીની પહેલી નવલકથા 'પાટણની પ્રભુતા' જે તેમણે ઘનશ્યામના નામે લખી હતી. જ્યારે પાટણની પ્રભુતાને આવકાર મળ્યો ત્યાર પછી તેમણે પોતાના સાચા નામે ગુજરાતી સાહિત્યમાં લખવાનુ શરૂ કર્યું. 'જય સોમનાથ' એ 'રાજાધિરાજ' પછી લખાયેલ કૃતિ છે, પણ હંમેશા પહેલી ગણાય છે.

જીવનના અંતિમ વર્ષોમાં તેઓ કૃષ્ણભક્તિ તરફ વળ્યા હતા અને એટલે તેમની છેલ્લી રચના કૃષ્ણાવતાર છે, જે અધુરી છે.

તેમણે લખેલા સાહિત્યમાં કેટલીક ઉલ્લેખનીય રચનાઓ નીચે મુજબ છે.

અંગ્રેજી[ફેરફાર કરો]

માધ્યમમાં[ફેરફાર કરો]

શ્યામ બેનેગલની ટૂંકી હપ્તાવાર ધારાવાહિક સંવિધાનમાં તેમની ભૂમિકા કે.કે. રૈનાએ ભજવી હતી.

સ્મૃતિચિહ્નો[ફેરફાર કરો]

 • મુંબઈના એક મુખ્ય માર્ગને તેમના પરથી નામ અપાયું છે.
 • જયપુરમાં એક માર્ગને તેમના પરથી નામ અપાયું છે.
 • તિરૂઅનંતપુરમમાં એક શાળાને ભવન્સના કુલપતિ કે.એમ. મુનશી મેમોરિય વિદ્યા મંદિર સપશ તરીકે નામ અપાયું છે.
 • ૧૯૮૮માં તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પડાઇ હતી.[૨]
 • ભારતીય વિદ્યા ભવન તેમના માનમાં સામાજીક કાર્ય માટે - કુલપતિ મુનશી પુરસ્કાર - અેનાયત કરે છે.[૩]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ "કનૈયાલાલ મુનશી". કર્તા પરિચય. ગુજરાતી સાહિત્ય પરિષદ. Retrieved ૦૫-૦૬-૨૦૧૨. 
 2. Indian postage stamp on Munshi – 1988
 3. "Kulapati Munshi Award conferred". The Hindu. ૧૨ માર્ચ ૨૦૧૩. Retrieved ૧ માર્ચ ૨૦૧૪.