ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ

વિકિપીડિયામાંથી
ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ (IMDb)
પ્રકાર
ફિલ્મો, ટેલિવિઝન અને વિડિઓ ગેમ્સની ઓનલાઇન માહિતી
પ્રાપ્ત છેઅંગ્રેજી
માલિકએમેઝોન.કોમ
બનાવનારકોલ નીધામ (CEO)
શાખાઓબોક્સ ઓફિસ મોઇઓ
વેબસાઇટimdb.com
એલેક્સા ક્રમાંકDecrease ૫૭ (મે ૨૦૧૮)[૧]
વ્યવસાયિક?હા
નોંધણીનોંધણી જરૂરી નથી પણ ચર્ચા, ટીપ્પણી કે મત આપવા જરૂરી.
શરૂઆત૧૭ ઓક્ટોબર ૧૯૯૦
હાલની સ્થિતિસક્રિય

ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ (ટૂંકમાં IMDb) એ ફિલ્મો, ટેલિવિઝન ધારાવાહિકો અને વિડિઓ ગેમ્સની માહિતી ધરાવતી વેબસાઇટ છે. જેમાં પાત્રો, નિર્માતા, કાલ્પનિક પાત્રો, જીવનવૃતાંત, ફિલ્મોની વાર્તા અને વિવેચનનો સમાવેશ થાય છે. અભિનેતાઓ પોતાના વિશેની માહિતી વેબસાઇટને પૈસા ચૂકવીને ઉમેરી શકે છે. અમેરિકાના લોકો આ વેબસાઇટ પર ૬,૦૦૦થી વધુ ફિલ્મો અને ટેલિવિઝન કાર્યક્રમો CBS, સોની અને અન્ય સ્વતંત્ર ફિલ્મ ઉત્પાદકો તરફથી જોઇ શકે છે.

આ વેબસાઈટની શરૂઆત કોમ્પ્યુટર એન્જિનિયર કોલ નીધામે ૧૯૯૦માં કરી હતી અને ૧૯૯૬માં તે ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ કંપની તરીકે શરૂ થઇ. ૧૯૯૮માં તે એમેઝોન.કોમની ઉપકંપની બની.

જૂન ૨૦૧૬માં IMDb માં ૩૭ લાખ ફિલ્મો ‍(અને ધારાવાહિક હપ્તાઓ‌) અને ૭૦ લાખ અભિનેતાઓની વિગતો હતી,[૨] તેમજ ૬ કરોડ નોંધણી કરેલા સભ્યો સાથે તે એલેક્સા.કોમ પરની ટોપની ૫૦ વેબસાઇટ્સમાંની એક છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Imdb.com". Site info. Alexa Internet. મૂળ માંથી 2018-12-24 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ મે ૨૦૧૮.
  2. "Stats". IMDb. મેળવેલ ૧૫ જુલાઇ ૨૦૧૫.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]