ગાંધી ટોપી

વિકિપીડિયામાંથી
૧૯૫૦ ના દાયકાના નેહરુનું જીવન, ૧૯૨૯–૧૯૫૫ દરમિયાન તેમને ગાંધી ટોપી પહેરેલા બતાવવામાં આવ્યા હતા

ગાંધી ટોપી એ સફેદ રંગનો આડી પહેરાતી ટોપી છે, તેનો આગળનો અને પાછળનો છેડો અણિદાર હોય છે અને બાજુએ પહોળો પટ્ટો ધરાવે છે. આ ટોપી પ્રાયઃ ખાદીમાંથી બનાવવામાં આવે છે. તેનું નામ ભારતીય નેતા મહાત્મા ગાંધીના નામ ઉપર રાખવામાં આવ્યું છે, જેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન સૌ પ્રથમ તેનો ઉપયોગ લોકપ્રિય બનાવ્યો હતો. સામાન્ય રીતે આ ટોપી ભારતીય સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા પહેરવામાં આવતી હતી, સ્વતંત્ર ભારતમાં રાજકારણીઓ અને રાજકીય કાર્યકરો દ્વારા આ ટોપી પહેરવાની પ્રતીકાત્મક પરંપરા બની.

ઉત્પત્તિ[ફેરફાર કરો]

ઈ.સ. ૧૯૩૭માં નવી દિલ્હીમાં કૂચ કરતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્યો.
૧૯૨૦માં ગાંધી ટોપી પહેરેલા મહાત્મા ગાંધીનો દુર્લભ ફોટોગ્રાફ

૧૯૧૮ - ૧૯૨૧ દરમિયાન પ્રથમ અસહકાર આંદોલન દરમિયાન ભારતમાં ગાંધી ટોપીનો ઉદ્ભવ થયો.[૧] તે સમય દરમ્યાન તે કોંગ્રેસના માનક વસ્ત્રનો ભાગ બન્યો અને ગાંધીજી દ્વારા તે લોકપ્રિય કરાયો. ૧૯૨૧ માં, બ્રિટિશ સરકારે ગાંધી ટોપીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કર્યો. ગાંધીએ જાતે ૧૯૨૦-૨૧ દરમિયાન ફક્ત એક કે બે વર્ષ દરમ્યાન જ આ ટોપી પહેરી હતી.[૨] [૩]

ગાંધીજી દ્વારા પહેરવામાં આવતો હાથે વણેલા ખાદીનો પોશાક એ તેમના સાંસ્કૃતિક ગૌરવ, સ્વદેશી માલનો ઉપયોગ (યુરોપમાં ઉત્પાદિત લોકોની વિરુદ્ધ), સ્વાવલંબન અને ભારતની ગ્રામીણ જનતા સાથે એકાત્મતાના સંદેશનો પ્રતીક હતો. આ ટોપી ગાંધીજીના મોટાભાગના અનુયાયીઓ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્યોમાં સામાન્ય અને પ્રચલિત બની હતી. તે સમયમાં જ્યારે કોઈપણ વ્યક્તિ આ ટોપી પહેરતી ત્યારે તે સ્વતંત્રતાની ચળવળ જોડાયેલી વ્યક્તિ એવો સૂચિતાર્થ માનવામાં આવતો.

ઈ.સ. ૧૯૦૭ થી ૧૯૧૪ દરમ્યાન દક્ષિણ આફ્રિકાની જેલમાં "નિગ્રોઝ" તરીકે વર્ગીકૃત કરવામાં આવતા કેદીઓ (જ્યારે ગાંધી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે આ વર્ગમાં ભારતીય મૂળના લોકોનો પણ સમાવેશ કરવામાં આવતો હતો.) ને પણ જેલમાં આ પ્રકારની ટોપીઓ પહેરવી પડતી હતી. ગાંધીજીના નજીકના મિત્ર હેન્રી પોલોકે ગાંધી ટોપીની ઉત્ત્પતિ દર્શાવતા ગાંધીજીના દક્ષિણ આફ્રિકાની જેલમાં "નિગ્રો" કેદી તરીકે વિતાવેલા સમયને ટાંક્યો છે, જ્યાં આ પ્રકારની ટોપી પહેરવી ફરજિયાત હતી.[૪]

જોકે, ગાંધીએ કાકાસાહેબ કાલેલકરને લખેલા પત્રમાં વિગતવાર વર્ણવ્યું હતું કે તેમણે કેવી રીતે કાશ્મીરી ટોપીને આધારે પોતાની સફેદ ટોપીની રચના કરી હતી.[૫]

આઝાદી પછી[ફેરફાર કરો]

આઝાદી પછીની પ્રથમ પેઢીના લગભગ સર્વ ભારતીય રાજકારણીઓ સ્વતંત્રતા સંગ્રામના સેનાનીઓ હતા. ઈ.સ. ૧૯૪૮ માં ગાંધીજીના અવસાનથી ગાંધી ટોપીને એક ભાવનાત્મક મહત્ત્વ મળ્યું હતું, ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુ જેવા ભારતીય નેતાઓ આ ટોપી નિયમિત રીતે પહેરવામાં આવતી હતી. તેમના પછીના વડા પ્રધાનો જેમકે લાલ બહાદુર શાસ્ત્રી અને મોરારજી દેસાઈ વગેરે એ આ પરંપરા ચાલુ રાખી. ભારતીય સંસદના મોટાભાગના સભ્યો (ખાસ કરીને કોંગ્રેસ પક્ષના રાજકારણીઓ અને કાર્યકરો) ખાદીના વસ્ત્રો અને ગાંધી ટોપી પહેરતા હતા. ૧૫ ઑગસ્ટના દિવસે થતી ભારતની આઝાદીની ઉજવણી કરતી વખતે અથવા ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી સમયે ત્યારે મોટી સંખ્યામાં લોકોએ ટોપી પહેરતા. જવાહરલાલ નહેરુ ને પ્રાયઃ ફોટામાં ગાંધી ટોપી પહેરલા બતાવવામાં આવતા હતા. ઈ.સ. ૧૯૬૪ માં નહેરુની ગાંધી ટોપી વગરની આકૃતિ દર્શાવતો એક સિક્કા બહાર પાડવામાં આવ્યો, જેની ટોપીના અભાવ માટે વ્યાપક ટીકા થઈ. પાછળથી ઈ.સ. ૧૯૮૯ માં તેમની જન્મ શતાબ્દી પર એક અન્ય નહેરુ સિક્કો બહાર પાડ્યો, જેમાં તેમને ટોપી પહેરેલો બતાવવામાં આવ્યો. પછીના સમયમાં, આ ટોપીએ તેની લોકપ્રિયતા અને રાજકીય અપીલ ગુમાવી દીધી હતી. કોંગ્રેસ પક્ષના ઘણા સભ્યોએ આ ટોપી પહેરવાની પરંપરા ચાલુ રાખી હતી, પરંતુ હરીફ રાજકીય પક્ષોએ કોંગ્રેસ સાથે જોડાયેલી ગાંધી ટોપી પરંપરાથી પોતાને જુદા તારવવા ટોપી ન અપનાવવાનું પસંદ કર્યું હતું. પાશ્ચાત્ય શૈલીના વસ્ત્રોની વ્યાપક સામૂહિક સ્વીકૃતિએ રાજકારણીઓ માટે ભારતીય શૈલીના કપડાં પહેરવાનું મહત્વ પણ ઘટાડ્યું હતું.

દેહુગામ, મહારાષ્ટ્રમાં વારી દરમ્યાન ટોપી પહેરીને જતા હજારો લોકો

આ ટોપી મહારાષ્ટ્રના ગ્રામીણ ભાગોમાં પુરુષો દ્વારા રોજિંદા જીવનમાં પહેરવામાં આવતું સૌથી વધુ પ્રચલિત શિરસ્ત્રાણ છે.[૬]

ઈ.સ. ૧૯૬૩માં માર્ટિન લ્યુથર કિંગ, જુનિયરે આપેલી "આઈ હેવ એ ડ્રીમ" નામના ભાષણમાં, તેમની પાછળા મંચ પર ઉભેલા લોકો ગાંધી ટોપી પહેરેલા જોઈ શકાય છે.[૭]

પુનઃ પ્રાગટ્ય[ફેરફાર કરો]

અણ્ણા હઝારે ભ્રષ્ટાચારનો વિરોધ કરી રહ્યા છે.

૨૦૧૧ માં, મહારાષ્ટ્રના જાણીતા ગાંધીવાદી નેતા અણ્ણા હઝારેએ ભારતમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન શરૂ કરતા પછી ગાંધી ટોપી ફરી એકવાર લોકપ્રિય થઈ. આ આંદોલનનું કેન્દ્રસ્થાન દિલ્હી હતું. ઑગસ્ટ ૨૦૧૧ માં, હજારો લોકો ગાંધી ટોપી પહેરીને દિલ્હીના રામલીલા મેદાનમાં અણ્ણા હજારેના આમરણાંત ઉપવાસ ને સમર્થન આપવા માટે એકઠા થયા હતા. આ આંદોલન દેશના અન્ય ઘણા ભાગોમાં પ્રસરી ગયું અને સ્ટેડિયમો, સમુદાય કેન્દ્રો અને મેદાનો આવા પ્રરદર્શનો માટે બુક કરાયાં હતા. આ જન આંદોલનમાં તમામ વય જૂથો, ધર્મો અને સામાજિક સ્તર (મુખ્યત્વે મધ્યમ વર્ગ) ના લોકો સહભાગી તરીકે જોડાયા હતા, તેમાંના ઘણા લોકો સૂત્રોચ્ચાર કરતા હતા અને ગાંધી ટોપી પહેરતા હતા.

આમ આદમી પાર્ટી, કર્ણાટકના ઉદ્ઘાટન પ્રસંગે અરવિંદ કેજરીવાલ, બેંગ્લોર

૨૦૧૪ ની ચૂંટણીમાં, આમ આદમી પાર્ટીના કાર્યકરોએ છાપેલા લખાણવાળી ગાંધી ટોપીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કર્યો હતો.[૮][૯] ભાજપ સમર્થકોએ આવી જ કેસરી રંગની ટોપી પહેરી હતી.[૧૦]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. Consumption: The history and regional development of consumption edited by Daniel Miller, p. 424
 2. Kothari, Urvish (18 September 2011). "ગાંધીટોપીઃ મારોય એક જમાનો હતો..." urvishkothari-gujarati.blogspot.com. મેળવેલ 8 April 2018.
 3. Gandhi was photographed wearing a turban or a round black topi in 1915 and 1918. He was photographed with the Gandhi cap in 1920. see 1915-1932 Mahatma Gandhi Photo Gallery http://www.mkgandhi.org/gphotgallery/1915-1932/index1.htm, Mahatma Gandhi, 1915 - 1920, Page 7 http://www.gandhimedia.org/cgi-bin/gm/gm.cgi?direct=Images/Photographs/Personalities/Mahatma_Gandhi/1915_-_1920&img=90 સંગ્રહિત ૨૦૧૭-૧૦-૧૯ ના રોજ વેબેક મશિન. By 1924 he had given up wearing a kurta and the cap. Also see http://www.columbia.edu/itc/mealac/pritchett/00routesdata/1900_1999/gandhi/gandhigods/gandhigods.html
 4. H.S.L Polak Mahatma Gandhi (London: Odham's Press, 1949) pg. 61
 5. Clothing Matters: Dress and Identity in India, Emma Tarlo,University of Chicago Press, Sep 1, 1996.82-83
 6. Bhanu, B.V (2004). People of India: Maharashtra, Part 2. Mumbai: Popular Prakashan. પૃષ્ઠ 1033, 1037, 1039. ISBN 81-7991-101-2.
 7. SullenToys.com (20 January 2011). "Martin Luther King - I Have A Dream Speech - August 28, 1963". મેળવેલ 8 April 2018.
 8. "बहुरंगी हुई गांधी की टोपी". jagran.com. મેળવેલ 8 April 2018.
 9. Whitehead, Andrew (28 April 2014). "How India's iconic Gandhi cap has changed sides". મેળવેલ 8 April 2018.
 10. Bhattacharjee, Sumit (24 April 2014). "Gandhi cap changes colours!". મેળવેલ 8 April 2018.
 • કેથરિન ફ્રેન્ક, ઇન્દિરા: ઇંદિરા નહેરુ ગાંધીનું જીવન (૨૦૦૨)
 • રાજમોહન ગાંધી, પટેલ: એ લાઇફ (૧૯૯૨)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]