ગોપાળદાસ અંબઈદાસ દેસાઈ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ગોપાળદાસ અંબઈદાસ દેસાઈ
જન્મ૧૮૮૭ Edit this on Wikidata
મૃત્યુ૧૯૫૧ Edit this on Wikidata
વ્યવસાયરાજકારણી&Nbsp;Edit this on Wikidata
જીવનસાથીભક્તિબા દેસાઈ Edit this on Wikidata

ગોપાળદાસ અંબઈદાસ દેસાઈ (૧૮૮૭–૧૯૫૧) અથવા દરબાર ગોપાલદાસ એ સૌરાષ્ટ્રના દેશી રજવાડાઓ પૈકી એક એવા ઢસા રજવાડાના કુંવર અને રાજા હતા. તેઓ એક જાણીતા ગાંધીવાદી રાજનૈતિક અને સામજ સેવક હતા. તેઓ બ્રિટિશ રાજથી ભારતની સ્વતંત્રતા માટે રાજપાટ છોડી દેનાર પ્રથમ રાજવી તરીકે જાણીતા છે.[૧][વધુ યોગ્ય સ્ત્રોત જરૂરી] તેમના જન્મ સમયનું નામ ગોવર્ધનભાઈ જોરાભાઈ દેસાઈ હતુ[૨].

ઢસા રાજ્યના કુંવર અને રાજા તથા રાય-સંખલી[ફેરફાર કરો]

ગોપાળદાસનો જન્મ હાલના ગુજરાત રાજ્યના ખેડા જીલ્લામાં આવેલા વસોમાં થયો હતો. તેઓ બરોડા રજવાડાના ઈનામદાર હતા. તેઓ ઢસા રજવાડાના રાજા અને રાઈ અને સાંકળી ગામના જાગીરદાર હતા. તેઓ વૈષ્ણ્વધર્મી હતા. જાતે તેઓ પટેલ હતા અને તેમને દેસાઈ અને અમીનના ખિતાબ મળેલા હતા.[૩] તેમના પાલક પિતા અંબઈદાસ પછી તેઓ ઢસાની ગાદીએ આવ્યા. તેમના નાનાજીએ તેમને દત્તક લીધા હતા.[૪] ગોપાલદાસ મહાત્મા ગાંધી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસથી ઘણા પ્રભાવિત હતા અને પ્રાયઃ તેમને નાણાકીય સહાય આપતા હતા. તેઓ એક વિકાસપ્રિય રાજા હતા અને તેમની પ્રજાને શિક્ષણ મફત અપાતું હતું. તેઓ મૅડમ મોન્ટેસરીના વિચારોથી પ્રભાવિત હતા અને ૧૯૧૫માં તેમણે વસોમાં તેમના માર્ગદર્શક મોતીભાઈ અમીનની મદદ વડે મોન્ટેસરી શાળા શરૂ કરી હતી. તે ગુજરાતની અને કદાચ સમગ્ર ભારતની પ્રથમ મોન્ટેસરી શાળા હતી.[૫]

૧૯૨૧ સુધી તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સક્રીય કાર્યકર બની ગયા હતા. તે જ વર્ષે તેઓ ખેડા જીલ્લા કોંગ્રેસ કમિટીના પ્રમુખ બન્યા.[૬] તે પછીના વર્ષે વૉરન હેસ્ટિંગ્સે તેમને ભારતીય કોંગ્રેસની સ્વાતંત્રયની ચળવળમાં ન જોડાવાની અને તેમને નાણાકીય સહાય ન આપવા માટે ચેતવણી આપી. તે ચેતવણી ન માનતા તેમની પાસેથી તેમનું રજવડું છીનવી લેવામાં આવ્યું. ઈ.સ. ૧૯૨૨માં ગોપાલદાસ અને તેમના પત્ની ભક્તિ લક્ષ્મી સક્રીય સ્વાતંત્ર્ય વીર બની ગયા. તેમના પત્ની ભક્તિબાના નામે લોકોમાં ઓળખાતા હતા. સિંહાસન પરથી તેમની હકાલપટ્ટીએ પછી બ્રિટિશ સરકારે તેમના પુત્ર સૂર્યકાંતને ગાદી સોંપવાનું નક્કી કર્યું. પણ તેમણે આ પ્રસ્તાવ નકારી કાઢ્યો અને જણાવ્યું કે તેમના રાજનૈતિક વિચારો પણ તેમના પિતા જેવા જ છે. ત્યાર બાદ જ્યારે તેમના અન્ય ત્રણ પુત્રો પુખ્ત વયે પહોંચ્યા ત્યારે બ્રિટિશ સરકારે તેમને ગાદી ધરી પણ તે સૌએ તે જ કારણ બતાવી પ્રસ્તાવ નકારી કાઢ્યો.[૭]

સ્વાતંત્ર્ય સેનાની[ફેરફાર કરો]

તેમની અસ્કાયતો જપ્ત થતા તેમણે બોરસદમાં સ્થળાંતર કર્યું ત્યાંથી તેમણે બોરસદ અને બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો. ૧૯૩૦ના કાનૂનભંગની ચળવળ વખતે તેમનો સમગ્ર પરિવાર જેલમાં ગયો હતો. તેઓ પોતે, તેમના પત્ની ભક્તિબા, તેમના બે મોટા પુત્રો મહેન્દ્ર અને સૂર્યકાંત તથા તેમની પત્નીઓ તથા ૬ મહિનાનો નવજાત પુત્ર, બરીંદ્ર સુદ્ધાં જેલમાં ગયો હતો. આમ બરીંદ્ર જેલમાં જનાર સૌથી નાની ઉંમરનો સ્વાતંત્ર્ય સેનાની બન્યો હોઈ શકે. અત્યંત નાની ઉંમરને કારણે બરીંદ્રને જેલમાં સાથે લઈ જવાની ભક્તિબાને ફરજ પડી હતી.[૮] ગોપાલદાસના કુટુંબે ભારત છોડો આંદોલનમાં પણ સક્રીય ભાગ લીધો હતો. ભક્તિબા એક જાણીતા ગાંધીવાદી સમાજસુધારક તરીકે ઉભરાઈ આવ્યા[૯] અને તેમનો પુત્ર યોગ સુંદર આગળ જતાં જાણીતો નર્તક અને નૃત્ય નિર્દેશક બન્યા અને તેણે ઈન્ડિયન રિવાઈવલ ગ્રુપની સ્થાપના કરી.

સમાજ સેવા[ફેરફાર કરો]

અસ્પૃશ્યતા અને સ્ત્રી શિક્ષણ જેવા ગાંધીવાદી આદર્શો માટે ગોપાલદાસ ને ભક્તિબા અવિરત કાર્ય કરતા રહ્યા. ગુજરાતમાં સ્ત્રી શિક્ષણ ક્ષેત્રમાં અને ખાસ કરીને બાલિકાઓ માટેના છાત્રાલય સ્થાપવામાં તેઓ અગ્રેસર હતા. તેમણે ૧૯૩૫માં વિઠ્ઠલ કન્યા વિદ્યાલય નડીઆદ અને ૧૯૪૬માં વલ્લભ કન્યા વિદ્યાલય, રાજકોટની સ્થાપના કરી. તેમાં કન્યા શાળા સાથે કન્યાઓ માટે છાત્રાલય પણ હતું.[૧૦] સ્વતંત્રતા પછી ૧૯૪૭માં ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં તેમની સ્મૃતિમાં કીર્તિ મંદિર બંધાવાયું હતું તેનું ભૂમિ પુજન દરબાર ગોપાલદાસના હાથે થયું હતું.[૧૧]

તેઓ બરોડાથી ભારતની કોન્સ્ટીટ્યુએન્ટ એસેમ્બલીના સભ્ય નિમાયા હતા.[૧૨] ભારતની સ્વતંત્રતા પછી તેમને તેમનું રજવાડું પાછું સોંપાયું હતું. તેઓ ભારત સાથે સ્વેચ્છાએ અને બિનશરતી વિલિનીકરણમાં સહમતી આપનાર ૫૫૦ રજવાડામાંના પહેલા રાજા હતા.[૧૩]

હાલમાં રાજમોહન ગાંધીએ તેમની જીવનકથાને ધ પ્રિન્સ ઑફ ગુજરાત નામે પ્રસિદ્ધ કરી છે.[૧૪]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. Rajan, Anjana (૨૫ ઓગસ્ટ ૨૦૧૨). "Wanderings in wonderland". The Hindu (અંગ્રેજી માં). ISSN 0971-751X. Retrieved ૧૮ મે ૨૦૧૮. Check date values in: |access-date=, |date= (મદદ)
 2. અમીન, આપાજી બાવાજી (February 1942). મોતીભાઈ અમીન - જીવન અને કાર્ય (PDF). નવજીવન મુદ્રણાલય, કાળુપુર, અમદાવાદ. p. ૧૨૪. the original (PDF) માંથી ૧૦ ઓગષ્ટ ૨૦૧૫ પર સંગ્રહિત. Check date values in: |archive-date= (મદદ)
 3. "Yog Sunder: A true Prince of Dance".
 4. McLeod, John (૧૯૯૯). Sovereignty, Power, Control: Politics in the State of Western India, 1916–1947. Netherlands: Brill. p. 232. ISBN 9789004113435. Check date values in: |year= (મદદ)
 5. "Vaso Heritage Village".
 6. Heredia, Ruth (૧૯૯૭). The Amul India Story. New Delhi: Tata Mc Graw Hill. ISBN 9780074631607. Check date values in: |year= (મદદ)
 7. McLeod, John (૧૯૯૯). Sovereignty, Power, Control: Politics in the State of Western India, 1916–1947. Netherlands: Brill. p. 235. ISBN 9789004113435. Check date values in: |year= (મદદ)
 8. Sunder, Yog. "Thus Youngest Freedom Fighter in India's Struggle for Independence" (PDF).
 9. Kumar, Ravindra (૧૯૯૯). Sardar Vallabhbhai Patel and Comrade Mao Tse-Tung: A Comparative Study. New delhi: Mittal Publications. p. 105. ISBN 9788170997146. Check date values in: |year= (મદદ)
 10. "When Gandhians pioneered female literacy in S'rashtra". Times of India. ૨૧ જાન્યુઆરી ૨૦૧૦. Check date values in: |date= (મદદ)
 11. "Gandhi Bapu Kirti mandir".
 12. "Constituent Assembly Debate on 28 April, 1947".
 13. McLeod John, Sovereignty, Power, Control: Politics in the State of Western India, 1916-1947
 14. "Remembering a prince". The Hindu. ૩ ડિસેમ્બર ૨૦૧૪. Retrieved ૫ ડિસેમ્બર ૨૦૧૪. Check date values in: |access-date=, |date= (મદદ)