સેવાગ્રામ
સેવાગ્રામ | |
---|---|
ગામ | |
આદિ નિવાસ, સેવાગ્રામ આશ્રમમાં મહાત્મા ગાંધીનું પ્રથમ રહેઠાણ. | |
અક્ષાંશ-રેખાંશ: 20°44′10″N 78°39′45″E / 20.73611°N 78.66250°E | |
દેશ | ભારત |
રાજ્ય | મહારાષ્ટ્ર |
જિલ્લો | વર્ધા |
સરકાર | |
• માળખું | ગ્રામ પંચાયત |
ભાષાઓ | |
• અધિકૃત | મરાઠી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
પિન કોડ | ૪૪૨ ૧૦૨ |
ટેલિફોન કોડ | ૯૧ ૭૧૫૨ |
વાહન નોંધણી | MH-32 |
નજીકનું શહેર | વર્ધા |
લોક સભા વિસ્તાર | વર્ધા |
વિધાન સભા વિસ્તાર | વર્ધા |
સેવાગ્રામ, મૂળ સેગાંવ, એક નાનું ગામ છે, જે મહારાષ્ટ્રમાં વર્ધાથી લગભગ ૮ કિમી દૂર આવેલું છે. ગાંધીજીએ ગામની સીમમાં એપ્રિલ, ૧૯૩૬ એક આશ્રમની સ્થાપના કરી હતી. ૧૯૩૬ થી ૧૯૪૮માં તેમના મૃત્યુ સુધી તે મહાત્મા ગાંધીનો આશ્રમ અને તેમના નિવાસસ્થાનનું સ્થળ હતું.[૧] ગાંધીજીના શિષ્ય વર્ધાના શેઠ જમનાલાલ બજાજે આશ્રમને લગભગ ૩૦૦ એકર જમીન ઉપલબ્ધ કરાવી હતી.[૨] આશ્રમની નજીક એક સંગ્રહાલય છે જ્યાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની કલાકૃતિઓ સચવાયેલી છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]૧૯૩૦માં ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહ માટે સાબરમતી આશ્રમથી દાંડી સુધીની પદયાત્રા શરૂ કરી ત્યારે તેમણે ભારતને આઝાદી ન મળે ત્યાં સુધી સાબરમતી પરત નહીં ફરવાનો નિર્ણય કર્યો હતો. ગાંધીને બે વર્ષથી વધુ સમય માટે કેદ કરવામાં આવ્યા હતા. તેમની મુક્તિ પર તેમણે થોડો સમય ભારતભરની મુસાફરીમાં વિતાવ્યો. તેમણે મધ્ય ભારતના એક ગામને પોતાનું મુખ્ય મથક બનાવવાનું નક્કી કર્યું.[૩] તેઓ ૧૯૩૪માં વર્ધામાં તેમના અનુયાયી અને ઉદ્યોગપતિ જમનાલાલ બજાજના આમંત્રણથી વર્ધા આવ્યા હતા અને જમનાલાલના બંગલા (બજાજવાડી)[૪]ના વર્ધા ખાતેના એક રૂમમાં અને મહિલા આશ્રમના પ્રાર્થના મંદિરમાં થોડા સમય માટે રોકાયા હતા.[૫]
એપ્રિલ ૧૯૩૬માં ગાંધીજીએ વર્ધાની હદમાં સેગાંવ[૬] નામના ગામમાં પોતાનું નિવાસસ્થાન સ્થાપ્યું, જેનું નામ બદલીને તેમણે સેવાગ્રામ રાખ્યું, જેનો અર્થ થાય છે 'સેવાનું ગામ'. ગાંધીજી જ્યારે સેવાગ્રામમાં આવ્યા ત્યારે તેમની ઉંમર ૬૭ વર્ષની હતી. ગાંધીજી, કસ્તુરબા અને તેમના અનુયાયીઓ માટે આશ્રમમાં જે નાનાં નાનાં ઘરો બાંધવામાં આવ્યાં હતાં તે ગામડાંનાં લાક્ષણિક ઘરો જેવાં જ હતાં.[૭] જ્ઞાતિના અવરોધને તોડવા માટે આશ્રમે સામાન્ય રસોડામાં કેટલાક હરિજનોને કામે લગાડ્યા હતા. વિનોબા ભાવેનો પરમ ધામ આશ્રમ નજીકમાં જ ધામ નદીના કિનારે આવેલો છે. સેવાગ્રામમાં મહત્વપૂર્ણ રાષ્ટ્રીય બાબતો અને ચળવળો પર ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ દેશની આંતરિક શક્તિને અનુરૂપ ગાંધીજીએ રચેલી રાષ્ટ્રનિર્માણની પ્રવૃત્તિઓ માટે અનેક સંસ્થાઓ માટે તે કેન્દ્રસ્થાન બની ગયું.
સેવાગ્રામ મહારાષ્ટ્રના વર્ધા શહેરથી ૮ કિમી અને નાગપુરથી ૭૫ કિમી દૂર છે. અનેક વ્યાવહારિક મુશ્કેલીઓ હોવા છતાં ગાંધીજીએ અહીં જ સ્થાયી થવાનું નક્કી કર્યું. જો કે તેમની પત્ની કસ્તુરબા સિવાય કોઈને પણ પોતાની સાથે રાખવાનો તેમનો કોઈ ઇરાદો નહોતો, પરંતુ જ્યાં સુધી સેવાગ્રામ આશ્રમ એક સંપૂર્ણ સંસ્થા ન બની જાય ત્યાં સુધી કામના દબાણને કારણે તેમની સાથે વધુ સાથીદારોની જરૂર પડી. સેવાગ્રામમાં કોઈ સુવિધા નહોતી, પોસ્ટ કે ટેલિગ્રાફ ઓફિસ પણ નહોતી. પત્રો વર્ધાથી લાવવામાં આવતા હતા. આ વિસ્તારમાં એક અન્ય ગામ હતું જેનું નામ હતું શેગાંવ, જે સંત ગજાનન મહારાજના નિવાસસ્થાનથી પ્રખ્યાત થયું હતું. તેથી, ગાંધીજીના પત્રો ગણી વખતે ગેરવલ્લે જતા હતા. તેથી, ૧૯૪૦માં આ ગામનું નામ બદલીને સેવાગ્રામ[૮] અથવા 'સેવાનું ગામ' રાખવાનું નક્કી કરવામાં આવ્યું. જાન્યુઆરી ૧૯૩૫ દરમિયાન ગાંધીજી માંગણવાડીમાં રોકાયા હતા અને ૩૦ એપ્રિલ, ૧૯૩૬ના રોજ સેવાગ્રામની પ્રથમ મુલાકાત લીધી હતી.[૯]
પરિવહન
[ફેરફાર કરો]સેવાગ્રામ રેલ અને બસ દ્વારા સારી રીતે જોડાયેલ છે. સેવાગ્રામ રેલ્વે સ્ટેશન મુખ્ય ગામથી ૬ કિ.મી. દૂર સ્થિત છે. અગાઉ આ સ્ટેશનનું નામ વર્ધા પૂર્વ રેલ્વે સ્ટેશન તરીકે રાખવામાં આવ્યું હતું. સેવાગ્રામ હાવડા-નાગપુર-મુંબઈ લાઈન પર આવેલું સ્ટેશન છે. ઉત્તર તરફથી દક્ષિણ તરફ અને પૂર્વ તરફની મોટાભાગની ટ્રેનો આ માર્ગ પરથી પસાર થાય છે. વરુડ સ્ટેશન નજીક છે, પરંતુ થોડી જ ટ્રેનો ત્યાં રોકાય છે. સૌથી નજીકનું એરપોર્ટ નાગપુરમાં લગભગ ૫૫ કિમી દૂર આવેલું છે.
બ્રિટિશ વાઇસરોય લોર્ડ લિનલિથગોએ (૧૯૩૬-૧૯૪૩ના કાર્યકાળમાં) બાપુ કુટિમાં એક હોટલાઇનની સ્થાપના કરી હતી. તેનું કારણ એ આપવામાં આવ્યું હતું કે અંગ્રેજો ગાંધીજીના સતત સંપર્કમાં રહેવા માંગતા હતા. એક વાર લોર્ડ લિનલિથગોએ ગાંધીજી સાથે સેવાગ્રામ આશ્રમમાં એક રાત વિતાવી હતી.[૧૦][૯]
શિક્ષણ
[ફેરફાર કરો]સેવાગ્રામમાં ભારતની પ્રથમ ગ્રામીણ મેડિકલ કોલેજ, મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ,[૧૧] અને એન્જિનિયરિંગ કોલેજ,[૧૨] બાપુરાવ દેશમુખ કોલેજ ઓફ એન્જિનિયરિંગ આવેલી છે, જેનું સંચાલન પણ ગ્રામીણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "The History of Sevagram Ashram". gandhiashramsevagram.org/. The Gandhi Ashram at Sevagram – Official website. મેળવેલ 17 June 2014.
- ↑ "Paramdham Ashram". jamnalalbajajfoundation.org. The Jamnalal Bajaj Foundation. મૂળ માંથી 26 મે 2014 પર સંગ્રહિત. મેળવેલ 17 જૂન 2014.
- ↑ Maddipati, Venugopal (2020-01-01). "Gandhi and Architecture: A Time for Low-Cost Housing: The Philosophy of Finitude". Gandhi and Architecture: A Time for Low-Cost Housing.
- ↑ "Bajajwadi". jamnalalbajajfoundation.org. The Jamnalal Bajaj Foundation. મેળવેલ 17 June 2014.
- ↑ Desai, Mahadev (1968). Day To Day With Gandhi. Wardha: Sarva Seva Sangh Prakashan. મેળવેલ 17 June 2014.
- ↑ "About Sevagram". jamnalalbajajfoundation.org. The Jamnalal Bajaj Foundation. મેળવેલ 17 June 2014.
- ↑ "Architecture as Weak Thought: Gandhi Inhabits Nothingness, Gandhi and Aesthetics". www.academia.edu. મેળવેલ 2023-12-20.
- ↑ Official website of Gandhiji in Sewagram, Sevagram and Mahatma Gandhi
- ↑ ૯.૦ ૯.૧ Bharath, ETV. "How Sevagram became the epicentre of India's freedom struggle". ETV Bharath. ETV Bharath. મેળવેલ 1 February 2022.
- ↑ Sahu, Sahu. "At Sevagram Ashram, Bapu Found His Ideal Laboratory of Social Engineering". The wire. The wire. મેળવેલ 1 February 2022.
- ↑ https://www.mgims.ac.in
- ↑ http://www.bdce.edu.in