લખાણ પર જાઓ

નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ

વિકિપીડિયામાંથી
નાતાલ ભારતીય કોંગ્રેસના સ્થાપકો; ગાંધીજી ટોચની હરોળમાં ડાબેથી ચોથા ક્રમે.

નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ (એનઆઈસી) એક રાજકીય સંગઠન હતું જેનો ઉદ્દેશ દક્ષિણ આફ્રિકામાં ભારતીયો સામેના ભેદભાવ સામે લડત આપવાનો હતો. આ સંગઠનની સ્થાપના મહાત્મા ગાંધીએ ૧૮૯૪માં કરી હતી.[૧] ૨૨ ઓગસ્ટ ૧૮૯૪ના રોજ તેનું બંધારણ અમલમાં આવ્યું હતું. ગાંધીજી માનદ સચિવ[૨] તરીકે અને અબ્દુલા હાજી આદમ જાવરી (દાદા અબ્દુલા) પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.

સંગઠનના ઉપપ્રમુખો આ પ્રમાણે હતા: હાજી મોહમદ હાજી દાદા, અબ્દુલ કાદિર, હાજી દાદા હાજી હબીબ, મૂસા હાજી આદમ, પી. દાવજી મોહમદ, પીઅરન મોહમદ, મુરુગેસા પિલ્લાઇ, રામાસ્વામી નાયડુ, હુસેન મિરાન, આદમજી મિયાંખાન, કે.આર. નયનાહ, આમોદ બાયત, મૂસા હાજી કાસિમ, મોહમદ કાસિમ જીવા, પારસી રુસ્તમજી, દાવડ મોહમદ, હુસેન કાસિમ આમોદ તિલી, દોરઇસ્વામી પિલ્લાઇ, ઓમર હાજી અબા, ઓસ્માનખાન રહેમતખાન, રંગાસ્વામી પડાયાચી, હાજી માહોમદ, કમરુદ્દીન.

સમિતિના સભ્યોમાં મેસર્સ એમ.ડી. જોશી, નરસીરામ, માણેકજી, દાઉજી મમ્મુજી મુતાલાહ, મુથુ કૃષ્ણ, બિસેસાર, ગુલામ હુસેન રાન્દેરી, શમશુદ્દીન, જી.એ. બાસા, સરબજીત, એલ. ગેબ્રિયલ, જેમ્સ ક્રિસ્ટોફર, સૂબૂ નાયડુ, જ્હોન ગેબ્રિયલ, સુલેમાન વોરાજી, કાસમજી અમૂજી, આર. કુંડાસ્વામી નાયડુ, એમ. ઇ. કથરાડા, ઇબ્રાહિમ એમ. ખત્રી, શેખ ફરીદ, વારિન્દ ઇસ્માઇલ, રણજિત, પેરુમલ નાઇડુ, પારસી ધનજીશા, રોયપ્પન, જોસેબ અબ્દુલ કરિમ, અર્જુન સિંહ, ઇસ્માઇલ કાદિર, ઇસોપ કદુઆ, મોહમદ એઝાક, મોહમદ હાફેજી, એ.એમ. પારુક, સુલેમાન દાવજી, વી. નારાયણ પાથેર, લુચમેન પાંડે, ઓસ્માન અહમદ અને મોહમદ તૈયુબ સામેલ હતા.[૩]

તેના પ્રારંભિક વર્ષો દરમિયાન, એનઆઈસીએ સૂચિત ભેદભાવપૂર્ણ કાયદાઓમાં ફેરફારો માટે ઘણી પ્રારંભિક અરજીઓ રજૂ કરી હતી. ૧૯૬૦ના દાયકામાં, વધતા જતા રાજ્ય દમન અને તેના નેતાઓ પરના પ્રતિબંધને કારણે સંગઠન નિષ્ક્રિય બની ગયું હતું.[૪] બાદમાં તેણે આફ્રિકન નેશનલ કોંગ્રેસ સાથે જોડાણ કર્યું હતું.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Singh, Anand (2005). Indians in Post-apartheid South Africa (અંગ્રેજીમાં). Concept Publishing Company. ISBN 9788180692260.
  2. "Mahatma Gandhi | Biography, Accomplishments, & Facts - Sojourn in England and return to India". Encyclopedia Britannica (અંગ્રેજીમાં). મેળવેલ 2017-12-27.
  3. "Constitution_of_the_Natal_Indian_Congress-1894".
  4. Trust, South African Democracy Education (2004). The Road to Democracy in South Africa: 1970-1980 (અંગ્રેજીમાં). Unisa Press. ISBN 9781868884063.

પૂરક વાંચન[ફેરફાર કરો]