કનુ ગાંધી (વૈજ્ઞાનિક)
Appearance
કનુ ગાંધી | |
---|---|
જન્મની વિગત | ૧૯૨૮ |
મૃત્યુ | ૭ નવેમ્બર ૨૦૧૬ સુરત, ગુજરાત, ભારત |
શિક્ષણ સંસ્થા | મેસેચ્યુસેટ્સ પ્રૌદ્યોગિકી સંસ્થાન |
માતા-પિતા |
|
સંબંધીઓ | જુઓ ગાંધી પરીવાર |
કનુ ગાંધી (૧૯૨૮[૧] – ૭ નવેમ્બર, ૨૦૧૬) ભારતીય વૈજ્ઞાનિક હતા. તેઓ રામદાસ ગાંધીના પુત્ર અને મહાત્મા ગાંધીના પૌત્ર હતા.
તેમણે મેસેચ્યુસેટ્સ પ્રૌદ્યોગિકી સંસ્થાનમાં અભ્યાસ કર્યો હતો અને ૧૯૬૩માં સિવિલ એન્જિનિયરિંગમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી.[૨] બાદમાં તેમણે વિમાનની ડિઝાઇન પર નાસા અને સંયુક્ત રાજ્ય અમેરિકાના રક્ષા વિભાગ માટે કામ કર્યું હતું. તેમની પત્ની શિવલક્ષ્મી બોસ્ટન બાયોમેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર અને સંશોધક હતા. તેમને કોઈ સંતાન નહોતું. ૨૦૧૪માં તેઓ ભારત પરત ફર્યા હતા. સુરતની ખાનગી હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું હતું.[૩][૪]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "A Rare Glimpse Into Four Generations Of Mahatma Gandhi Family - MERE PIX". www.merepix.com. મેળવેલ 13 February 2017.
- ↑ "Supporting Gandhi and going to MIT were part of building India - Times of India". The Times of India. મેળવેલ 13 February 2017.
- ↑ "Mahatma Gandhi's Grandson Kanu Gandhi Dies At 87". NDTV.com. મેળવેલ 13 February 2017.
- ↑ "Mahatma's grandson Kanu Gandhi passes away". 8 November 2016. મેળવેલ 8 November 2016 – The Hindu વડે.