લખાણ પર જાઓ

ગાંધીગીરી

વિકિપીડિયામાંથી

ગાંધીગીરી એ ભારતમાં પ્રચલિત એક નવશબ્દ કે નવપદ છે જે ગાંધીવાદના મૂળભૂત સિદ્ધાંતો (મહાત્મા ગાંધીના વિચારો જેમકે સત્યાગ્રહ, સત્ય અને અહિંસા)ને દર્શાવવા માટે વપરાય છે. આ શબ્દ ૨૦૦૬માં આવેલી હિંદી ફિલ્મલગે રહો મુન્ના ભાઈને લીધે પ્રચલિત બન્યો.[][][][]

મરાઠી, હિન્દી અને તમિળ સહિત ભારતની વિવિધ ભાષાઓમાં બોલચાલની અભિવ્યક્તિ તરીકે "ગાંધીગીરી" મહાત્મા ગાંધીના આદર્શોની પ્રથાનો સંદર્ભ આપે છે. [] તે ગાંધીવાદનું બોલચાલનું સ્વરૂપ છે. ગાંધીવાદ એ એક શબ્દ છે જે મહાત્મા ગાંધીના દર્શનનો સારાંશ આપવાનો પ્રયત્ન કરે છે. ગાંધીવાદના મૂળ સિદ્ધાંતોમાં સત્ય અને સત્યાગ્રહનો સમાવેશ થાય છે: "સત્યનો અર્થ પ્રેમ થાય છે, અને દ્ર્ઢતા (આગ્રહ) અર્થ સૂચવે છે અને તેથી તે બળના પર્યાય તરીકે કાર્ય કરે છે ... તેથી કહી શકાય કે સત્યાગ્રહ એ સત્ય અને પ્રેમ અથવા અહિંસાથી ઉત્પન્ન થયેલું બળ છે."[]

આ સંદર્ભમાં, "ગાંધીગીરી" કેટલીકવાર "દાદાગીરી" (ગુંડાગીરી) [] સમજાવે છે (કારણ કે તે લગે રહો મુન્ના ભાઈમાં હતો , જ્યાં મુન્ના ભાઈએ "ગાંધીગીરી"ના બદલામાં "દાદાગીરી" છોડી દેવાનું શીખવું પડ્યું).[]

પદની લોકપ્રિયતા

[ફેરફાર કરો]

લગે રહો મુન્નાભાઈ એ ૨૦૦૬માં રાજકુમાર હિરાણી દ્વારા દિગ્દર્શિત અને વિધુ વિનોદ્ ચોપરા દ્વારા પ્રકાશિત થયેલી ભારતીય સંગીત કોમેડી છે. આ ફિલ્મમાં સંજય દત્તે મુંબઈ (બોમ્બે)ના સ્થાનિક ડોન મુન્ના ભાઈ તરીકે ભૂમિકા ભજવી છે, જે મહાત્મા ગાંધીની ભાવના જોવા લાગે છે. ગાંધીની છબી સાથેની તેની વાતચીત દ્વારા, મુન્નાભાઈ સામાન્ય લોકોને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે જેને તે ગાંધીગીરી તરીખે ઓળખે છે તેની પ્રેક્ટિસ કરવાનું શરૂ કરવાનું કહે છે.

કેટલાક લોકોએ એવી દલીલ કરી છે કે લગો રહો મુન્ના ભાઈમાં ગાંધીજીના સિદ્ધાંતો પ્રત્યેના વિષયોના ધ્યાને ભારતમાં ગાંધીવાદના નવા પદ એવા ગાંધીગીરીમાં લોકોને રસ લેતાં કર્યાં છે; અને તેવી જ રીતે ગાંધીજીને અચાનક હિપ બનાવ્યા છે. આ હિટ મૂવીથી પ્રેરાઈને, "ભારતીયો વધુને વધુ તેમની ફિલસૂફીને સ્વીકારે છે, અહિંસક વિરોધ પ્રદર્શન કરે છે, વેબ સાઈટ્સ શરૂ કરે છે, દુશ્મનોને ગુલાબ આપે છે અને ગાંધી યુગથી શ્વેત ટોપી પહેરે છે."[] ખરેખર, સમાચારના અહેવાલો મુજબ, ગાંધી હવે ભારતમાં એક "નવા પૉપ આઇકન" છે અને જેમ જેમ અરૂણાભા ઘોષ નોંધે છે, "ગાંધી, તે માણસ, એક સમયે સંદેશ હતો. ઉદારીકરણ પછીના બ્રાન્ડના ભારતમાં, ગાંધીગીરી એ સંદેશ છે."[] અનેક વેબસાઇટ્સ અને ઇન્ટરનેટ ફોરમ્સ બનાવવામાં આવ્યા હતા, જે લોકોને ગાંધીવાદના દર્શન તરફ પાછા ફરવાનું પ્રોત્સાહન આપતા હતા. [૧૦]

ગાંધીગીરી શૈલીનો વિરોધ

[ફેરફાર કરો]
ગાંધીજી અને તેમના સહયોગીઓ દાંડીકૂચ વખતે

૨૦૦ફિલ્મની રજૂઆત પછી, એવા ઘણા કિસ્સાઓ બન્યા છે કે શાંતિપૂર્ણ વિરોધને કાં તો "ગાંધીગીરી" કહેવામાં આવતું હતું અથવા વિરોધીઓએ દાવો કર્યો છે કે તેઓ આ ફિલ્મથી પ્રેરિત છે. યુનાઈટેડ સ્ટેટ્સમાં જુલાઈ ૨૦૦૭ દરમિયાન, ફૂલોના થાંભલાઓ યુનાઈટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇએસ)ને મોકલવામાં આવ્યા હતા. આ મોકલનાર લોકો એવા વ્યક્તિગતો હતા કે જે યુએસ માં કાયદેસર હતા, પરંતુ ઓફિસ ગ્રીન કાર્ડના બૅકલોગને લીધે ભરાઈ પડ્યા હતા. આ કૃત્ય લગે રહો મુન્નાભાઈમાંથી નકલ કરાયેલું કૃત્ય હતું.[૧૧] આ ઘટના અંગે સકારાત્મક પ્રતિક્રિયાઓ આવી છે. યુએસસીઆઇએસ દ્વારા ફૂલોને વૉલ્ટર રીડ આર્મી મેડિકલ સેન્ટર અને બેથેસ્ડા નેવલ હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યાં હતાં. ૧૫મી જુલાઈ ૨૦૦૭ના બાલ્ટીમોર સનમાં સંપાદકીય દલીલ કરવામાં આવી હતી, "ચાલો આશા કરીએ કે તેમના વિરોધને પરિણામ મળે - અમેરિકનો ભાગ્યશાળી છે કે તેઓ તેમની વચ્ચે એવા લોકો રહે કે જેઓ આ બુદ્ધિશાળી છે, અને અન્ય લોકો માટે વિચારશીલ છે, અને ગુસ્સાને સુંદર રીતે વહેંચવામાં સક્ષમ છે."[૧૨] ૧૭મી જુલાઇએ, યુએસસીઆઈએસે જાહેરાત કરી કે "તે ઝડપી કાર્યવાહી દ્વારા કાયમી રહેઠાણ મેળવવા માગતા વિદેશી વ્યાવસાયિકોની અરજીઓ સ્વીકારશે, તેના પોતાના અગાઉના નિર્ણયની ઉપરવટ જશે." યુએસસીઆઇએસના ડાયરેક્ટર, એમિલિઓ ટી. ગોંઝાલેઝે ગાંધીગીરીના વિરોધની નોંધ લીધી, "જુલાઈ 2 ની જાહેરાત અંગેની જાહેર પ્રતિક્રિયાએ સ્પષ્ટ કર્યું કે સંઘીય સરકારની આ પ્રક્રિયાના સંચાલનને વધુ સમીક્ષાની જરૂર છે [. . . ] હું કોંગ્રેસ અને રાજ્ય વિભાગ સાથે મળીને લોકોની અપેક્ષાઓને અનુરૂપ વધુ કાર્યક્ષમ પ્રણાલીના અમલ માટે કટિબદ્ધ છું. "

ભારતમાં, વિદર્ભ ક્ષેત્રમાં ખેડૂતોએ ફૂલોથી વિરોધ કર્યો,[૧૩] અને લખનૌમાં વિરોધ પ્રદર્શન કરનારા લોકોએ દાવો કર્યો હતો કે તેઓની પોતાનો સંદેશ આપવા માટે ગુલાબનો ઉપયોગ કરવાની ક્રિયા લગે રહો મુન્ના ભાઈ દ્વારા પ્રેરિત છે.[૧૪] લખનઉમાં વિદ્યાર્થીઓ સ્વયંસેવી રીતે વૃક્ષારોપણનું કાર્ય કરવા માટે આ ફિલ્મથી પ્રેરિત થયા હતા.[૧૫] માફિયા ડોન બબલૂ શ્રીવાસ્તવે દાવો કર્યો કે લગે રહો મુન્ના ભાઈ દ્વારા "પ્રેમ અને શાંતિના સંદેશ" તરીકે ગુલાબના વિતરણ માટે તેમને પ્રેરણા મળી.[૧૬]

  1. Ghosh, Arunabha (December 23–29, 2006). "Lage Raho Munna Bhai: Unravelling Brand Gandhigiri: Gandhi, the man, was once the message. In post-liberalisation India, 'Gandhigiri' is the message સંગ્રહિત જુલાઇ ૧, ૨૦૦૭ ના રોજ વેબેક મશિન." Economic and Political Weekly 41 (51)
  2. Sharma, Swati Gauri. "How Gandhi got his mojo back." Boston Globe, October 13, 2006
  3. Chunduri, Mridula (2006-09-29). "Gandhigiri, a cool way to live". timesofindia.com. Times Internet Limited. મૂળ માંથી 2012-10-17 પર સંગ્રહિત. મેળવેલ 2006-09-29.
  4. ૪.૦ ૪.૧ Ramachandaran, Shastri (23 September 2006). "Jollygood Bollywood:Munnabhai rescues Mahatma". tribuneindia.com. The Tribune Trust. મેળવેલ 2007-04-28.
  5. Gandhi, M.K. "The Struggle". માં Louis Fischer (સંપાદક). The Essential Gandhi: An Anthology of His Writings on His Life, Work, and Ideas. Vintage spiritual classics (Reprint edition (November 12, 2002) આવૃત્તિ). New York: Vintage Books USA. પૃષ્ઠ 77. ISBN 1-4000-3050-1.
  6. Shah, Mihir (2006-09-28). "Gandhigiri — a philosophy for our times". Opinion, hinduonnet.com. The Hindu. મૂળ માંથી 2007-11-02 પર સંગ્રહિત. મેળવેલ 2007-04-25.
  7. Gandhigiri inspires young generation
  8. Barker, Kim (2006-10-30). "Bollywood film is a hit - and so, again, is Gandhi". chicagotribune.com. Chicago Tribune. મૂળ માંથી 2018-10-18 પર સંગ્રહિત. મેળવેલ 2007-04-24.
  9. Ghosh, Arunabha (2006-12-23). "Lage Raho Munna Bhai: Unravelling Brand Gandhigiri: Gandhi, the man, was once the message. In post-liberalisation India, 'Gandhigiri' is the message" (PDF). epw.org.in. The Economic and Political Weekly. મૂળ (PDF) માંથી 2007-07-01 પર સંગ્રહિત. મેળવેલ 2007-05-01.
  10. Sharma, Manu (2006-09-19). "Gandhigiri inspires young generation". Features, ndtv.com. New Delhi Television Limited. મેળવેલ 2007-04-25.
  11. "Gandhigiri works magic for Indians seeking green card". CNN IBN. CNN IBN. 2007-07-19. મૂળ માંથી 2007-09-09 પર સંગ્રહિત. મેળવેલ 2007-07-18.
  12. "Flower power". Baltimore Sun. Baltimore Sun. 2007-07-15. મૂળ માંથી 2013-01-17 પર સંગ્રહિત. મેળવેલ 2007-07-15.
  13. Ahmed, Zubair (2006-10-12). "Gandhi-style protest by farmers". BBC news. BBC. મેળવેલ 2006-10-12.
  14. Pradhan, Sharat (2006-09-21). "Lucknow citizens go Gandhian on liquor merchant". rediff.com. Rediff.com India Limited. મેળવેલ 2007-04-25.
  15. "Bollywood's Lage Raho Munna Bhai inspires Lucknow's medical students". sawf.org. Sawf News. 2006-09-27. મૂળ માંથી 2007-09-29 પર સંગ્રહિત. મેળવેલ 2006-09-29.
  16. Express News Service (2006-09-27). "Munnabhai effect: Guns to roses". expressindia.com. Indian Express Newspapers (Mumbai) Ltd. મૂળ માંથી 2007-11-14 પર સંગ્રહિત. મેળવેલ 2006-09-29.