લખાણ પર જાઓ

વૈષ્ણવ જન તો

વિકિપીડિયામાંથી
"વૈષ્ણવ જન તો"
ભજન નરસિંહ મહેતા દ્વારા
ભાષામધ્યકાલીન ગુજરાતી
પ્રકાશિત૧૫મી સદી
પ્રકારભજન, ધાર્મિક કાવ્ય
ગીતકારનરસિંહ મહેતા

વૈષ્ણવ જન તો, મધ્યકાલીન ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતા દ્વારા લખાયેલું એક ખુબ પ્રસિદ્ધ હિંદુ ભજન છે, આ ભજન ૧૫મી સદીમાં લખાયું હતું. આ ભજન વૈષ્ણવ ધર્મીના જીવન, વિચારો, માનસિકતા અને મૌલિકતા દર્શાવે છે. આ ભજન મહાત્મા ગાંધીની દૈનિક પ્રાથના હતી.[૧]

વૈષ્ણવ જન તોનું ગીત:

ગુજરાતી દેવનાગરી લિપ્યાંતરણ અંગ્રેજી લિપ્યાંતરણ અંગ્રેજી ભાષાંતર

વૈષ્ણવ જન તો તેને કહિયે
જે પીડ પરાયી જાણે રે
પર દુ:ખે ઉપકાર કરે તો યે
મન અભિમાન ન આણે રે. ॥ધૃ॥

वैष्णव जन तो तेने कहिये
जे पीड परायी जाणे रे ।
पर दुःखे उपकार करे तो ये
मन अभिमान न आणे रे ॥

vaiṣṇava jana to tene kahiye
je pīḍa parāyī jāṇe re,
para duḥkhe upakāra kare to ye
mana abhimāna na āṇe re

Call those people Vaishnavas who
Feel the pain of others,
Help those who are in misery,
But never let self-conceit enter their mind.

સકળ લોકમાં સહુને વંદે,
નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્છળ રાખે
ધન ધન જનની તેની રે. ॥૧॥

सकळ लोकमां सहुने वंदे,
निंदा न करे केनी रे ।
वाच काछ मन निश्चळ राखे,
धन धन जननी तेनी रे ॥

sakaḷa loka māṁ sahune vande,
nindā na kare kenī re,
vāca kācha mana niścala rākhe,
dhana dhana jananī tenī re

They respect the entire world,
Do not disparage anyone,
Keep their words, actions and thoughts pure,
The mother of such a soul is blessed.

સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી
પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે
પરધન નવ ઝાલે હાથ રે. ॥૨॥

समदृष्टि ने तृष्णा त्यागी,
परस्त्री जेने मात रे ।
जिह्वा थकी असत्य न बोले,
परधन नव झाले हाथ रे ॥

sama-dṛṣṭi ne tṛṣṇā tyāgī,
para-strī jene māta re,
jihvā thakī asatya na bole,
para-dhana nava jhāle hātha re

They see all equally, renounce craving,
Respect other women as their own mother,
Their tongue never utters false words,
Their hands never touch the wealth of others.

મોહ માયા વ્યાપે નહિ જેને,
દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શુ તાળી રે લાગી
સકળ તીરથ તેના તનમાં રે. ॥૩॥

मोह माया व्यापे नहि जेने,
दृढ़ वैराग्य जेना मनमां रे ।
रामनाम शु ताळी रे लागी,
सकळ तीरथ तेना तनमां रे ॥

moha māyā vyāpe nahi jene,
dṛḍha-vairāgya jenā manamāṁ re,
rāma-nāma śuṁ tāḷī re lāgī,
sakaḷa tīratha tenā tanamāṁ re

They do not succumb to worldly attachments,
They are firmly detached from the mundane,
They are enticed by the name of God (Rama),
All places of pilgrimage are embodied in them.

વણ લોભી ને કપટ રહિત છે,
કામ ક્રોધ નિવાર્યાં રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતાં
કુળ એકોતેર તાર્યાં રે. ॥૪॥

वणलोभी ने कपटरहित छे,
काम क्रोध निवार्या रे ।
भणे नरसैयो तेनुं दरसन करतां,
कुळ एकोतेर तार्या रे ॥

vaṇa-lobhī ne kapaṭa-rahita che,
kāma krodha nivāryā re,
bhaṇe narasaiyo tenuṁ darasana karatāṁ,
kuḷa ekotera tāryā re

They have forsaken greed and deceit,
They stay afar from lust and anger,
Narsi says: I'd be grateful to meet such a soul,
Whose virtue liberates their entire lineage.

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ૧૨૪ દેશોના કલાકારોએ આ ગીતનું પુન:ગાન અને સર્જન કર્યું હતું.[૨]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Nalini Natarajan; Emmanuel Sampath Nelson (1996). Handbook of Twentieth-Century Literatures of India. Greenwood Publishing Group. પૃષ્ઠ 100–. ISBN 978-0-313-28778-7. મેળવેલ 10 October 2012.
  2. "Gandhi's favourite 'bhajan' goes global, artists from 124". times of india. Oct 2, 2018.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]