રાજઘાટ સંકુલ

વિકિપીડિયામાંથી
રાજ ઘાટ, દિલ્હી
અફવાઓ અંગે મહાત્મા ગાંધીના વિચારો
રાજ ઘાટ પર એક શિલાલેખ

રાજ ઘાટભારતના દિલ્હીમાં મહાત્મા ગાંધીને સમર્પિત એક સ્મારક છે. મૂળરૂપે તે જૂની દિલ્હી (શાહજહાનાબાદ)માં આવેલા એક ઐતિહાસિક ઘાટનું નામ હતું. તેની નજીક, અને દરિયાગંજની પૂર્વમાં કિલ્લાનો એક દરવાજો હતો જેનું નામ રાજ ઘાટ દ્વાર હતું, જે યમુના નદીના પશ્ચિમ કાંઠે રાજ ઘાટ પાસે ખુલતો હતો.[૧][૨] તે ઉપરથી બાદમાં આ સ્મારક વિસ્તાર રાજ ઘાટ કહેવાયો. આ સ્મારક એક કાળા આરસનો મંચ છે. ગાંધીજીની હત્યાના એક દિવસ પછી ૩૧ જાન્યુઆરી, ૧૯૪૮ ના દિવસે જે સ્થળે મહાત્મા ગાંધીના પાર્થિવ દેહનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો તે આ સ્થળ છે. આ સ્મારકને આકાશ તરફ ખુલ્લું મૂકવામાં આવ્યું છે તેને એક છેડે એક શાશ્વત જ્યોત બળતી રહે છે. આ સ્થળ દિલ્હીના રીંગરોડ પર આવેલું છે, જેને સત્તાવાર રીતે મહાત્મા ગાંધી રોડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાંથી એક પથ્થર જડેલો માર્ગ આ સ્મારક તરફ લઈ જાય છે. આ સ્મારકની ચારે તરફ દિવાલ ચણવામાં આવી છે. સ્મારકમાં વપરાયેલી સામગ્રી, ખાસ કરીને વિરામમાં, ભારતમાં ગાંધીવાદી સ્થાપત્યની પ્રકૃતિ વિશે થોડા પ્રશ્નો ઉભા કરે છે. રાજઘાટના વાસ્તુ અને ગાંધીવાદી - ઓછા ખર્ચે રચાતી વાસ્તુકલા - વચ્ચે તફાવત છે. રાજઘાટના કેટલાક ભાગોમાં વપરાયેલી મજબૂત સામગ્રીઓ પણ ગાંધીવાદી કરકસર ભર્યા વાસ્તુમાં વપરાતી તથા અલ્પાયુ ધરાવતી સામગ્રીઓથી વિપરીત છે. આ અર્થમાં રાજઘાટ સ્મારકની બનાવટમાં વપરાયેલ વાસ્તુ ભારતના આધુનિકતાવાદી ગાંધી સ્થાપત્ય ઇતિહાસને દર્શાવે છે, જે નાશપાત્ર સામગ્રી વાપરી ગાંધીવાદી ઓછા ખર્ચે રચાતા સ્થાપત્યના ઇતિહાસ ભિન્ન છે.[૩]

રાજ ઘાટ વિસ્તારના અન્ય સ્મારકો[ફેરફાર કરો]

રાજ ઘાટનો શાબ્દિક અર્થ રાજાશાહી પગથિયાં થાય છે ("રાજ" એ સ્થળના રાજકીય મહત્વને દર્શાવે છે અને યમુના નદીના કાંઠા પરના ઘાટના પગથિયા "ઘાટ" સાથે સંબંધ ધરાવે છે).[૪] અન્ય ઘણી સમાધિઓ અથવા અન્ય પ્રખ્યાત નેતાઓના અંત્યવિધિના સ્થળો રાજ ઘાટની નજીકમાં આવેલાં છે. ભારત સરકારના બાગાયતી કામગીરીના અધિક્ષક તરીકેનો હોદ્દો સંભાળનારા છેલ્લા અંગ્રેજ, એલિક પર્સી-લૅન્કેસ્ટર દ્વારા આ સ્મારકોની આસપાસ બગીચા, વૃક્ષોનું ઉછેરકામ અને વાવેતર કરવામાં આવ્યું હતું.

જવાહરલાલ નેહરુની સમાધિ રાજ ઘાટની ઉત્તરમાં છે, જે શાંતિવન તરીકે ઓળખાય છે. નહેરુજીના સ્મારકની બાજુમાં એકતા સ્થલ છે, જ્યાં ૨૦૦૫માં ભારતના ૭મા રાષ્ટ્રપતિ, ઝૈલસિંઘનો અંતિમ સંસ્કાર પૂરા રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યો હતો.

રાજ ઘાટ વિસ્તારમાં મુલાકાત લેનારા મહાનુભાવો અને રાજ્યના વડાઓ દ્વારા રોપાયેલા વૃક્ષોથી શણગારેલો એક બગીઓ પણ છે.

રાજ ઘાટ વિસ્તારમાં સ્મારકોની સૂચિ
નામ શીર્ષક મૃત્યુ વર્ષ સ્મૃતિ નામ અર્થ વિસ્તાર (એકર)[૫] નોંધ
મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા ૧૯૪૮ રાજ ઘાટ રાજવી સ્થાન ૫.૧ બ્લુ માર્બલ પ્લેટફોર્મ
જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડા પ્રધાન ૧૯૬૪ શાંતિવન શાંતિનો બગીચો ૫૨.૬ બગીચાથી ઘેરાયેલો એક મોટો ઓટલો
લાલ બહાદુર શાસ્ત્રી ભારતના વડા પ્રધાન ૧૯૬૬ વિજય ઘાટ વિજયનું સ્થાન ૪૦ ૧૯૬૫ ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં તેમના નેતૃત્વ હેઠળ ભારતનું પ્રદર્શન, સ્મારકના નામે થયેલ વિજયનો સંકેત છે.
ઇન્દિરા ગાંધી ભારતના વડા પ્રધાન ૧૯૮૪ શક્તિ સ્થલ શક્તિનું સ્થાન ૪૫ એક વિશાળ ગ્રેશ-લાલ મોનોલિથિક પત્થર
જગજીવન રામ ભારતના નાયબ વડા પ્રધાન ૧૯૮૬ સમતા સ્થલ સમાનતાનું સ્થાન ૧૨.૫૦
ચરણસિંહ ભારતના વડા પ્રધાન ૧૯૮૭ કિસાન ઘાટ ખેડૂતનું સ્થાન ૧૯
રાજીવ ગાંધી ભારતના વડા પ્રધાન ૧૯૯૧ વીર ભૂમિ બહાદુરની જમીન ૧૫ તેમના જીવનકાળના વર્ષોને દર્શાવવા માટે ૪૬ નાના કમળ દ્વારા ઘેરાયેલા પથ્થરમાંથી સંપૂર્ણ ખીલેલું એક મોટું કમળ; ભારતના બધા રાજ્યોમાંથી ખડકો આસપાસ ફેલાયેલા છે. [૬]
ઝૈલસિંહ ભારતના રાષ્ટ્રપતિ ૧૯૯૪ એકતા સ્થલ એકતાનું સ્થળ ૨૨.૫૬
મોરારજી દેસાઇ ભારતના વડા પ્રધાન ૧૯૯૫ [૭][૮]
શંકર દયાળ શર્મા [૯] ભારતના રાષ્ટ્રપતિ ૧૯૯૯ કર્મ ભૂમિ ફરજની જમીન વિજય ઘાટ નજીક આવેલું છે.
દેવીલાલ ભારતના નાયબ વડા પ્રધાન ૨૦૦૧ સંઘર્ષ સ્થલ સંઘર્ષનું સ્થળ કિસાન ઘાટ નજીક આવેલું છે.
ચંદ્ર શેખર ભારતના વડા પ્રધાન ૨૦૦૭ જન્નાયક સ્થલ [૧૦] લોક નેતાનું સ્થાન
ઈન્દરકુમાર ગુજરલ ભારતના વડા પ્રધાન ૨૦૧૨ સ્મૃતિ સ્થલ સ્મૃતિનું સ્થળ
અટલ બિહારી વાજપેયી ભારતના વડા પ્રધાન ૨૦૧૮ સદૈવ અટલ કાયમ માટે અમર વિજય ઘાટ અને રાજ ઘાટ, નવી દિલ્હી નજીક સ્થિત છે

ચિત્રમાલા[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. Fanshawe, p. 67
 2. 1863 Atlas Map of Delhi
 3. Maddipati, Venugopal. "Gandhi and Architecture: A Time for Low-Cost Housing: The Philosophy of Finitude" (અંગ્રેજીમાં). મેળવેલ 22 August 2020. Cite journal requires |journal= (મદદ)
 4. Maddipati, Venugopal. "When Landscape Became King: A Short Note on the Ascendancy of the Immediate Present as the Sovereign of Rajghat". LA Journal of Landscape Architecture, India. (અંગ્રેજીમાં). મેળવેલ 27 January 2020.
 5. "No space for 'samadhis', VVIPs to share memorial place in Delhi". Rediff.com. 16 May 2013. મેળવેલ 30 November 2013.
 6. "'Rajiv' to bloom at Veer Bhumi". The Tribune Trust. 18 August 2004. મેળવેલ 21 December 2008.
 7. "Former Prime Minister Desai Cremated in India". AP NEWS. 12 April 1995. મેળવેલ 22 August 2020.
 8. "Crematoriums and samadhi sthals or memorials of famous people in India and the world". India Today (અંગ્રેજીમાં). 12 August 2019. મેળવેલ 22 August 2020.
 9. "Tearful farewell to S.D. Sharma". The Tribune. The Tribune Trust. 28 December 1999. મેળવેલ 21 December 2008.
 10. "Former PM Chandrashekhar's samadhi to be called Jannayak Sthal". The Times of India. 23 April 2015. મેળવેલ 19 November 2015.

ગ્રંથસૂચિ[ફેરફાર કરો]

પૂરક વાચન[ફેરફાર કરો]

 • વેણુગોપાલ મદ્દિપતિ (2020). ગાંધી અને આર્કિટેક્ચર: લો-કોસ્ટ હાઉસિંગ માટેનો સમય.ISBN 9780367199456

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Coordinates: 28°38′26″N 77°14′58″E / 28.640550°N 77.249433°E / 28.640550; 77.249433