નાયબ વડાપ્રધાન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ભારત દેશના નાયબ વડાપ્રધાન અથવા ઉપપ્રધાનમંત્રી ભારત સરકારની મંત્રીમંડળ (કેબિનેટ)ના જ એક સદસ્ય હોય છે. આ પદ, સંવૈધાનિક પદ નથી હોતું, તથા સામાન્ય રીતે આ પદમાં કોઈ વિશિષ્ટ શક્તિ રાખવામાં આવતી નથી. સામાન્યતઃ ઉપપ્રધાનમંત્રી અથવા નાયબ વડાપ્રધાન પદ સાથે કોઈ અન્ય મહત્વપૂર્ણ વિભાગ પણ રાખવામાં આવે છે, જેમ કે- ગૃહમંત્રી અથવા નાણાંમંત્રી. આ પદનો ઉપયોગ પ્રાયઃ સરકાર દ્વારા રાજનૈતિક સ્થાયિત્વ સુનિશ્ચિત કરવાને માટે કરવામાં આવે છે, (કારણ કે સંવિધાનમાં પ્રધાનમંત્રીને "સમાનોમાં પ્રથમ" કહેવામાં આવ્યું છે, અતઃ શક્તિ સંતુલન હેતુ) અથવા આપાતકાળમાં પણ આ પદ પર નિયુક્તિ કરી શકાય છે, જ્યારે અનુદેશ રેખાને સ્પષ્ટપણે પરિભાષિત કરવી જરૂરી થઇ જાય છે.

ભારત દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અથવા ઉપપ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ હતા. આ પદ પર અત્યાર સુધીના છેલ્લા વ્યક્તિ શ્રી લાલકૃષ્ણ આડવાણી હતા. વર્તમાન સરકારમાં કોઈ નાયબ વડાપ્રધાન અથવા ઉપપ્રધાનમંત્રી નથી. વસ્તુતઃ નાયબ વડાપ્રધાનની પાસે કેવળ એટલી શક્તિ છે કે નાયબ વડાપ્રધાન વડાપ્રધાનની અનુપસ્થિતિમાં કૈબિનેટની બૈઠકોની અધ્યક્ષતા કરે છે. કેવળ ત્યારે જ નાયબ વડાપ્રધાન વડાપ્રધાનનો કાર્યભાર ગ્રહણ કરતા હોય છે, જ્યારે કે વડાપ્રધાનમંત્રી ગંભીર રૂપથી બીમાર હોય, અક્ષમ હોય અથવા એમનું મૃત્યુ થયું હોય.