ભારતનું બંધારણ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ભારતનું રાષ્ટ્રીય ચિન્હ.

ભારત દેશ ધર્મનિરપેક્ષ, પ્રજાસત્તાક, સંસદીય પ્રણાલી ધરાવનાર ગણરાજ્ય છે જેનું સંચાલન, દિશાનિર્દેશન, તમામ કાયદાઓનો સંગ્રહ કે સર્વોચ્ચ કાયદો એ ભારતનું બંધારણ છે. ભારત ગણરાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે. ભારતનું આ બંધારણ બંધારણસભામાં ૨૬ નવેમ્બર ૧૯૪૯ના દિવસે પસાર થયું હતું અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું. ૨૬ જાન્યુઆરીનો દિવસ ભારતમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઊજવવામાં આવે છે.[૧] [૨] [૩]

જવાહરલાલ નહેરુ બંધારણ પર હસ્તાક્ષર કરી રહ્યા છે.

પરિચય[ફેરફાર કરો]

૪૨માં સંશોધન પૂર્વે ભારતના બંધારણની પ્રસ્તાવના.

ભારતનું બંધારણ વિશ્વના તમામ લોકતાંત્રિક દેશોના બંધારણ કરતેં સૌથી મોટું લેખિત બંધારણ છે.[૪]તેમાં અત્યારે ૪૬૫ અનુચ્છેદ અને ૧૨ પૂરવણીયાદીઓ છે. તે કુલ ૨૨ ભાગોમાં વિભાજીત છે. નિર્માણ સમયે મૂળ બંધારણમાં ૩૯૫ અનુચ્છેદ, ૨૨ ભાગો અને ૮ પૂરવણીયાદીઓ હતી. બંધારણમાં ભારત સરકારના સંસદીય સ્વરુપનું માળખુ તૈયાર કરવામાં આવ્યું છે જેનું સ્વરુપ કેટલાક અપવાદોને બાદ કરતા સંઘીય પ્રણાલી આધારિત છે. કેન્દ્રની સર્વોચ્ચ સરકારના કાર્યકારી બંધારણીય પ્રમુખ રાષ્ટ્રપતિ છે. ભારતના બંધારણની કલમ ૭૯ અનુસાર કેન્દ્રની સંસદીય પરિષદમાં રાષ્ટ્રપતિ તથા બે સભાઓ છે જેમાં લોકો દ્વારા સીધા ચૂંટાયેલા સાંસદોની સભા લોકસભા અને રાજ્યો દ્વારા ચૂટાયેલા પ્રતિનિધિઓની સભા રાજ્યસભા છે. બંધારણની કલમ ૭૪ (૧)માં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે રાષ્ટ્રપતિની સહાયતા તથા તેને સલાહ આપવા માટે એક મંત્રીમંડળ હશે જેના પ્રમુખ વડાપ્રધાન હશે, રાષ્ટ્રપતિ આ મંત્રીમંડળની સલાહ મુજબ કાર્ય કરે છે. હાલમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.[૫]

ભારતના દરેક રાજ્યોમાં એક વિધાનસભા અથવા ધારાસભા પણ હોય છે જે લોકસભા હેઠળ કાર્ય કરે છે. જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, અને તેલંગણામાં ઉપરી સભા પણ છે જેને વિધાન પરિષદના નામે ઓળખવામાં આવે છે. રાજ્યપાલ એ દરેક રાજ્યના વડા છે. જ્યારે મુખ્યમંત્રી એ મંત્રીમંડળના વડા છે. મંત્રીમંડળ સામૂહિક રીતે ધારાસભા કે વિધાનસભા દ્વારા નક્કી થાય છે અને એ સભામાં જે ઠરાવો થાય તે મુજબ કાર્ય કરે છે અને એ મંત્રીઓ પણ એ સભાનો જ એક ભાગ છે. સભાની બેઠકના અધ્યક્ષ અલગથી નિમવામાં આવે છે જેની જવાબદારી વિધાનસભાની બેઠકનું સંચાલન કરવાની છે અને તે કોઇ કારણોસર કોઇપણ ધારાસભ્યને ચોક્કસ સમય સુધી વિધાનસભા/ધારાસભાની બેઠકમાં પ્રતિબંધિત પણ કરી શકે છે.

બંધારણના સાતમાં અનુચ્છેદમાં સંસદસભ્યો અને ધારાસભ્યોના અધિકારોનું વર્ણન કરવામાં આવ્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશો સીધા જ કેન્દ્ર સરકાર હેઠળ કેન્દ્રના દિશાનિર્દેશન મુજબ કાર્ય થાય છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ૧૯૩૫ માં બંધારણ સભા રચવાની સૌ પ્રથમ માંગણી કરી.

આખરે 1940 માં આ માગણી સ્વીકારાયી જે ઓગષ્ટ ઓફર તરીકે ઓળખાઈ.

બંધારણ સભાની પ્રથમ બેઠક ડીસેમ્બર ૯, ૧૯૪૬ નાં રોજ મળી હતી.

૨૯ ઓગષ્ટ ૧૯૪૭ના રોજ બંધારણ ઘડવાની સમિતિ રચવામાં આવી.

બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ ડૉ.સચ્ચિદાનંદ સિંહા બન્યા.

26 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણનો અમલ થયો.

સંરચના[ફેરફાર કરો]

અનુચ્છેદ[ફેરફાર કરો]

વિશેષતાઓ[ફેરફાર કરો]

સમાજવાદી[ફેરફાર કરો]

ધર્મનિરપેક્ષ[ફેરફાર કરો]

લોકતાંત્રિક[ફેરફાર કરો]

ગણરાજ્ય[ફેરફાર કરો]

શક્તિ વિભાજન[ફેરફાર કરો]

બંધારણની સર્વોચ્ચતા[ફેરફાર કરો]

અન્ય વિશેષતાઓ[ફેરફાર કરો]

બંધારણની પ્રસ્તાવના[ફેરફાર કરો]

નીતિ નિર્દેશ[ફેરફાર કરો]

મૂળ કર્તવ્ય[ફેરફાર કરો]

સંશોધન[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Preface, The constitution of India" (PDF). http://india.gov.in/my-government/constitution-india/constitution-india-full-text. Government of India. Retrieved ૫ ફેબ્રુઆરી ૨૦૧૫.  External link in |website= (help)
  2. "Introduction to Constitution of India". Ministry of Law and Justice of India. ૨૯ જુલાઇ ૨૦૦૮. Retrieved ૧૪ ઓક્ટોબર ૨૦૦૮. 
  3. Das, Hari (૨૦૦૨). Political System of India. Anmol Publications. p. 120. ISBN 81-7488-690-7. 
  4. Pylee, M.V. (૧૯૯૭). India's Constitution. S. Chand & Co. p. 3. ISBN 81-219-0403-X. 
  5. http://parliamentofindia.nic.in/ls/debates/facts.htm