રાણી લક્ષ્મીબાઈ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

Lua error in package.lua at line 80: module 'Module:No globals' not found.

રાણી લક્ષ્મીબાઈ
रानी लक्ष्मीबाई
Rani of jhansi.jpg
રાણી યુદ્ધ માટે પોશાક
જન્મની વિગત ૧૯ નોવેમ્બર ૧૮૩૫
કાશી, વરનાસી, હિન્દુસ્તાન
મૃત્યુની વિગત ૧૭ જૂન ૧૮૫૮
ગ્વાલીઓર, હિન્દુસ્તાન
રહેઠાણ ઝાંસી
રાષ્ટ્રીયતા હિન્દુસ્તાની
હુલામણું નામ માનું, છબિલિ, બાઇ-સાહેબ, ભાગુબા
વ્યવસાય રાણી
ઉંચાઇ ૫ ફૂટ, ૬ ઈંચ
ધર્મ હિંદુ
જીવનસાથી ઝાંસી નરેશ માહારાજ ગંગાધર રાઓ નેવાલકર
સંતાન દામોદર રાઓ નેવાલકર, આનંદ રાઓ નેવાલકર
માતા-પિતા મોરોપંત તાંબે અને ભાઘીરતીબાઈ તબ્બે


ઝાઁસી ની રાણી લક્ષ્મીબાઈ (૧૮૨૮ - ૧૭ જૂન ૧૮૫૮) ઝાઁસી રાજ્ય ની રાણી હતા. તેઓ સનઃ ૧૮૫૭ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામ ની નાયિકા હતા. તેમનો જન્મ કાશી (વારાણસી)માં તથા મૃત્યુ ગ્વાલિયરમાં થયું. તેમનું નાનપણનું નામ નામ મનિકર્ણિકા હતું પણ લાડમાં તેમને મનુ કહેતા. તેમના પિતા નું નામ મોરોપંત તાંબે હતું અને તેઓ એક મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હતા. તેમની માતા ભાગીરથીબાઈ એક સુસન્કૃત, બુદ્ધિમાન અને ધાર્મિક મહિલા હતી. મનુ જ્યારે ચાર વર્ષ ની હતી ત્યારે તેમની માઁ નું મ્રત્યુ થયું. તેમનું પાલન પિતાએ જ કર્યુ હતુ. મનુ ને નાનપણમાં શાસ્ત્રોં ની શિક્ષા ની સાથે શસ્ત્રોં ની શિક્ષા પણ મળી. તેમનો વિવાહ સન ૧૮૪૨ માં ઝાંસી ના રાજા ગંગાધર રાવ નિવાલકર ની સાથે થયો, અને તે રીતે તેઓ ઝાંસી ની રાણી બન્યાં. વિવાહ પથી તેમનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું. સન ૧૮૫૧ માં રાણી લક્ષ્મીબાઈએ એક પુત્ર ને જન્મ આપ્યો પણ ચાર મહીનાની ઉંમર માં જ તેનું મૃત્યુ થયું. સન ૧૮૫૩ માં રાજા ગંગાધર રાવ નું સ્વાસ્થ્ય ખૂબ બગડ્યુ એટલે તેમને દત્તક પુત્ર લેવાની સલાહ આપવામાં આવી. પુત્ર દત્તક લીધા પછી રાજા ગંગાધર રાવનું મૃત્યુ ૨૧ નવેમ્બર ૧૮૫૩ માં થયું. દત્તક પુત્રનું નામ દામોદર રાવ રાખવામાં આવ્યું.

અંગ્રંજ રાજનીતિ[ફેરફાર કરો]

ડેલહાઉસી ની રાજ્ય હડપવાની નીતિ - ખાલસા નીતિ- અનુસાર, અંગ્રેજોએ દામોદર રાવ - જે એ સમયે બાલક હતા -ને ઝાંસી રાજ્ય નો ઉત્તરાધિકારી માન્ય ન કર્યો, તથા ઝાંસી રાજ્યને અંગ્રેજ રાજ્યમાં મેળવી દેવાનો નિશ્ચય કરી લીધો. ત્યારે રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજ વકીલ જોહ્ન લૈંગ ની સલાહ લીધી અને લંડનની અદાલતમાં મુકદમો દાખલ કર્યો. મુકદમા માં ખૂબજ દલીલો થઇ પરંતુ આખરે તેને બિનલાયક ગણવામાં આવ્યો. અંગ્રેજી અધિકારીઓ એ રાજ્યનો ખજાનો જપ્ત કરી લિધો અને તેમના પતિ ના ઋણ ને રાણીના સાલિયાણામાંથી કાપી લેવામાં આવ્યુ. આ સાથે જ રાણીએ ઝાંસીના કિલ્લા ને છોડી ને ઝાંસીના રાણીમહેલમાં રહેવા જવું પડ્યુ. પણ રાણી લક્ષ્મીબાઈએ કોઇ પણ કીમત પર ઝાંસી રાજ્ય ની રક્ષા કરવાનો નિશ્ચય કરી લિધો હતો.

ઝાંસી નું યુદ્ધ[ફેરફાર કરો]

લક્ષ્મીબાઈ

ઝાંસી ૧૮૫૭ના વિપ્લવનું એક પ્રમુખ કેન્દ્ર બની ગયું હતુ જ્યાં હિંસા ફાટી નીકળી હતી. રાણી લક્ષ્મીબાઈએ ઝાંસી ની સુરક્ષાને સુદૃઢ઼ કરવાનું શરૂ કરી દિધુ અને એક સ્વયંસેવક સેનાનં સંગઠન કરવાનું પ્રારમ્ભ કર્યુ. આ સેનામાં મહિલાઓંની ભરર્તી પણ કરવામાં આવી અને તેમને યુદ્ધ પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યુ. સાધારણ જનતાએ પણ આ વિદ્રોહમાં સહકાર આપ્યો.

૧૮૫૭ના સપ્ટેમ્બર તથા ઓક્ટોબર મહિનામાં પડ઼ોસી રાજ્યો ઓરછા તથા દતિયાના રાજાઓંએ ઝાંસી ઉપર આક્રમણ કર્યુ. રાણીએ સફળતા પૂર્વક તેમને હરાવ્યા. ૧૮૫૮ના જાન્યુઆરી મહિનામાં અંગ્રેજ સેનાએ ઝાંસી તરફ આગળ વધવાનું ચાલું કર્યુ અને માર્ચ મહીનામાં શહેર ને ઘેરી લીધુ. બે અઠવાડીયાની લડાઈ પછી અંગ્રેજ સેનાએ શહેર ઉપર કબ્જો કરી લીધો. પરન્તુ રાણી, દામોદર રાવની સાથે અન્ગ્રેજોં થી બચીને ભાગી જવામાં સફળ થઇ. રાણી ઝાંસીથી ભાગીને કાલપી પહોંચી અને ત્યાં તાત્યા ટોપેને મળી.

ઉપસંહાર[ફેરફાર કરો]

ટેલિવીઝન[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

ઉપ્લબ્ધ સાહિત્ય[ફેરફાર કરો]

  • જ્યોર્જ મેકડોનાલ્ડ ફ્રેઝર, ભારતીય ફ્લાશ્માન અને રાણી વચ્ચે અનેક બેઠકો વર્ણન બળવો વિશે ઐતિહાસિક સાહિત્ય નવલકથા ગેમ ફ્લાશ્માન ઇન થ ગ્રેટ.
  • la femme sacrée, ફ્રેન્ચ, મિશેલ દ Grèce છે. અ ઝાંસી જીવન રાની કે જેમાં લેખક રાની અને ઇંગલિશ વકીલ વચ્ચે અફેર ઇમેજિન્સ પર આધારિત નવલકથા.
  • રાણી, જયશ્રી મિશ્રા દ્વારા ૨૦૦૭ ઇંગલિશ નવલકથા.
  • બંગાળ Nightrunners જ્હોન સ્નાતકોત્તર દ્વારા 1951 ઇંગલિશ નવલકથા
  • મનુ "અને" Glor રાણી, (૨૦૧૧ અને ૨૦૧૨) 'ભારતીય બળવો' તરીકે જોવામાં અને ઇંગલિશ સ્ત્રી બિરાદર દ્વારા અનુભવ દરમિયાન તેમના મૃત્યુ સુધી ક્રિસ્ટોફર નિકોલ, તેના લગ્ન સમયે બે લક્ષ્મીબાઇ વિશે નવલકથાઓ છે.