લખાણ પર જાઓ

મહાદેવ ગોવિંદ રાનડે

વિકિપીડિયામાંથી
મહાદેવ ગોવિંદ રાનડે
જન્મ૧૮ જાન્યુઆરી ૧૮૪૨ Edit this on Wikidata
નિફાડ Edit this on Wikidata
મૃત્યુ૧૬ જાન્યુઆરી ૧૯૦૧ Edit this on Wikidata
પુના Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • સરકારી લો કોલેજ Edit this on Wikidata
જીવન સાથીરમાબાઈ રાનડે Edit this on Wikidata

ન્યાયાધીશ મહાદેવ ગોવિંદ રાનડેનો જન્મ ઇ.સ. ૧૮ જાન્યુઆરી ૧૮૪૨ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના નિફાડ ગામે થયો હતો. 'હિંદી રાષ્ટ્રીય મહાસભા' (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ)ની સ્થાપનામાં તેઓએ આગળ પડતી ભૂમિકા ભજવી હતી. તે સમયના ભારતીય સમાજમાં વિધવા વિવાહ પર પ્રતિબંધ, અસ્પૃશ્યતા, બાળલગ્ન, વગેરે જેવા સામાજીક કુરિવાજો સામે પ્રજાને જાગૃત કરવાનું કાર્ય પણ તેમણે કર્યું. કૉલેજમાં અંગ્રેજી ભાષાના પ્રાધ્યાપક તરીકે નીમાયા અને ત્યારપછી મુંબઇ હાઇકોર્ટમાં ન્યાયધીશ તરીકે નિમણૂક થઇ. ’હિંદી રાષ્ટ્રીય મહાસભા’ ની સ્થાપનામાં તેઓ અગ્રણી હતા.તેમનો ‘મરાઠા સત્તાનો ઉદય’ ગ્રંથ ખૂબ પ્રમાણભૂત ગણાય છે. તેમનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે પૂના જ રહ્યું હતું. વ્યાખ્યાનમાળા, ઔધિગિક પ્રદર્શન, પ્રાર્થના સમાજ જેવી અનેક સંસ્થાઓના તેઓ સ્થાપક હતા. ’વિધવા વિવાહ ઉત્તેજકમંડળ’ના તેઓ સક્રીય સભ્ય હતા. ૨૨ વર્ષના લગ્નજીવન પછી તેમના પત્ની ક્ષયથી અવસાન પામતાં બીજીવાર લગ્ન પણ કરેલા આપણાં ભારતીય સમાજમાં પેસી ગયેલાં અનેક કુરિવાજો, જેવા કે વિધવા વિવાહ પર પ્રતિબંધ, સ્ત્રીઓની અવનત દશા, અસ્પૃશ્યતાનું કલંક, બાળલગ્ન વગેરેમાં ફસાયેલી પ્રજાને જાગૃત કરી જીવનભર સમાજ સુધારાના પાયાનું મૂલ્યવાન કાર્યં કર્યું. હિન્દી, અર્થશાસ્ત્ર અને સમાજ સુધારણા પરનાં તેમના લખાણોએ રાષ્ટ્રીય વિચારધારાને ખૂબ બળ પૂરું પાડ્યું હતું. મહારાષ્ટ્રમાં પડેલા દુષ્કાળ સમયે ખેડુતોની આર્થિક સ્થિતિનું નિરીક્ષણ કર્યું. બ્રિટિશ સરકારે તેમને ફાઇનાન્સ કમિટીમાં પણ સમાવ્યા હતા.

૧૬ જાન્યુઆરી ૧૯૦૧ના રોજ તેમનું અવસાન થયું.

To dare to will execute and to be silent. તેમના જીવનનો મંત્ર હતો