લખાણ પર જાઓ

ભારતીય સ્વતંત્રતા ચળવળ

વિકિપીડિયામાંથી

ભારતીય સ્વતંત્રતા ચળવળ એ ભારતમાં બ્રિટીશ શાસનનો અંત લાવવાના અંતિમ ઉદ્દેશ સાથે ચલાવવામાં આવેલી ઐતિહાસિક લડતની ઘટનાઓની શ્રેણી હતી. આ ચળવળ ૧૮૫૭ થી ૧૯૪૭ સુધી ચાલી હતી. [૧]

ભારતીય સ્વતંત્રતા માટેની પહેલી રાષ્ટ્રવાદી ક્રાંતિકારી ચળવળ બંગાળમાં શરૂ થઈ. [૨] ત્યાર બાદ અગ્રણી મવાળ નેતાઓ સાથે નવી રચાયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ થકી ભારતીય સનદી સેવાની (સિવિલ સર્વિસ) પરીક્ષાઓ આપવાના મૂળભૂત અધિકારની અને દેશવાસી માટે વધુ અધિકારોની (મુખ્યત્વે આર્થિક) માંગણી કરતી ચળવળો દ્વારા સ્વતંત્રતાની ચળવળના મૂળ વધુ ઊંડા ઉતર્યા. ૨૦ મી સદીના પ્રારંભિક કાળમાં લાલ બાલ પાલ (ત્રિનેતા) , અરબિંદો ઘોષ અને વી.ઓ. ચિદમ્બરમ પિલ્લાઈ જેવા નેતાઓના માર્ગદર્શન હેઠળ આ ચળાવળે વ્યાપક રાજકીય સ્વરૂપ ધારણ કર્યું અને તે સ્વરાજ્યની માંગણી તરફ વળી. [૩]

૧૯૨૦ ના દાયકાથી સ્વરાજ્યની લડતના છેલ્લા તબક્કામાં કોંગ્રેસે મહાત્મા ગાંધીના અહિંસા, સવિનય કાનૂન ભંગ અને અન્ય એવા ઘણા અન્ય અભિયાનો અપનાવ્યા હતા. સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, ભગત સિંહ, સૂર્ય સેન જેવા રાષ્ટ્રવાદી ક્રંતિકારીઓએ સ્વ-શાસન મેળવવા માટે સશસ્ત્ર ક્રાંતિનો ઉપદેશ આપ્યો હતો. રવીન્દ્રનાથ ટાગોર, સુબ્રમણ્યા ભારતી, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને કાઝી નઝરૂલ ઈસ્લામ જેવા કવિઓ અને લેખકો રાજકીય જાગૃતિ માટેના સાધન તરીકે સાહિત્ય, કાવ્ય અને ભાષણનો ઉપયોગ કરતા હતા. સરોજિની નાયડુ, પ્રીતીલતા વાડ્ડેદર, બેગમ રોકેયા જેવી નારીવાદી નેતાઓએ ભારતીય મહિલાઓની મુક્તિ અને રાષ્ટ્રીય રાજકારણમાં તેમની ભાગીદારીને પ્રોત્સાહન આપ્યું. બી.આર. આંબેડકરે વધુ સ્વરાજ્યની ચળવળમાં ભારતીય સમાજના વંચિત વર્ગના મુદ્દાને વણી લીધો. [૪] બીજા વિશ્વયુદ્ધના દરમ્યાન જાપાનની મદદથી સુભાષચંદ્ર બોઝની આગેવાની હેઠળની ભારતની રાષ્ટ્રીય સૈન્યની ચળવળ અને કોંગ્રેસની આગેવાની હેઠળના ભારત છોડો આંદોલન એ આ ચળવળનો ચરમકાળ હતો. [૩]

ભારતીય સ્વરાજ્યની ચળવળ એક જનસમૂહ આધારિત આંદોલન હતું જેમાં સમાજના વિવિધ વર્ગ સહભાગી હતા. આ ચળાવળમાં સતત વૈચારિક ઉત્ક્રાંતિની પ્રક્રિયા પણ થઈ. અલબત્ આ ચળાવળની મૂળ વિચારધારા વસાહતવાદ (સંસ્થાનવાદ) વિરોધી હતી, પરંતુ તેણે સ્વતંત્ર મૂડીવાદી આર્થિક વિકાસની સાથે ધર્મનિરપેક્ષ, લોકશાહી, પ્રજાસત્તાક અને નાગરિક-સ્વાતંત્ર્યવાદી રાજકીય માળખાને ટેકો આપ્યો હતો. ૧૯૩૦ પછી, આ ચળવળ એક મજબૂત સમાજવાદી અભિગમ તરફ વળી. આ વિવિધ ચળવળોને અંતે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ૧૯૪૭ બન્યો, જેનાથી ભારત પર (અંગ્રેજ) આધિપત્યનો અંત આવ્યો અને પાકિસ્તાનની રચના થઈ. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ન દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત પ્રજાસત્તાક બન્યું આવ્યું ત્યાં સુધી ભારત પર અંગ્રેજ સત્તાનું વર્ચસ્વ રહ્યું. ૧૯૫૬માં પહેલું પ્રજાસત્તાક બંધારણ અપનાવ્યા સુધી પાકિસ્તાન પર બ્રિટિશ સત્તાનું પ્રભુત્વ હતું . ૧૯૭૧ માં, પૂર્વ પાકિસ્તાને બાંગ્લાદેશ પીપલ્સ રીપબ્લિક તરીકે પોતાની સ્વતંત્રતા જાહેર કરી. [૫]

પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]

ભારતમાં પ્રારંભિક બ્રિટીશ સંસ્થાનવાદ[ફેરફાર કરો]

૧૪૯૮ માં પોર્ટુગીઝ ખલાસી વાસ્કો દ ગામાના કાલિકટ બંદર પર આગમન સાથે મસાલાના આકર્ષક વેપારની શોધમાં યુરોપિયન વેપારીઓ પ્રથમ ભારતીય કિનારા પર પહોંચ્યા.[૬] એક સદી પછી, ડચ અને અંગ્રેજીએ ભારતીય ઉપખંડમાં ટ્રેડિંગ આઉટપોસ્ટની સ્થાપના કરી, જેમાં પ્રથમ અંગ્રેજ ટ્રેડિંગ પોસ્ટ સુરતમાં ૧૬૧૩ માં સ્થપાઈ. [૭] સત્તરમી અને અઢારમી સદીની શરૂઆતમાં, અંગ્રેજોએ [નોંધ 1] પોર્ટુગીઝ અને ડચને લશ્કરી રીતે હરાવી દીધા, પરંતુ ફ્રેન્ચ સાથે તેમનો વિગ્રહ ચાલુ રહ્યો. ફ્રેંચોએ ત્યાં સુધીમાં પોતાને ઉપખંડમાં સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્ય હતા. અઢારમી સદીના પહેલા ભાગમાં મોગલ સામ્રાજ્યના પતનથી બ્રિટિશરોને ભારતીય રાજકારણમાં પગ જમાવવાની તક મળી. [૮] ૧૭૫૭ માં પ્લાસીના યુદ્ધમાં રોબર્ટ ક્લાઇવની આગેવાની હેઠળની ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળના નવાબ સિરાજ-ઉદ્-દોલાહના ભારતીય સૈન્યને હરાવ્યું. આ ઘટના બાદ કંપનીએ પોતાને ભારતીય રાજકારણમાં પ્રમુખ દાવેદાર તરીકે સ્થાપિત કર્યો, અને ત્યાર બાદ ૧૭૬૪ માં બક્સરના યુદ્ધ પછી બંગાળ, બિહાર અને ઓડિશાના મિદનાપુર ભાગ પર વહીવટી અધિકારો મેળવ્યા. [૯] ટીપુ સુલતાનની હાર પછી, મોટાભાગનું દક્ષિણ ભારત કંપનીના સીધા અથવા પેટાકંપનીના જોડાણ કે રજવાડા સાથેની સંધિ થકી પરોક્ષ રાજકીય નિયંત્રણ હેઠળ આવ્યું. ત્યારબાદ કંપનીએ મરાઠા સામ્રાજ્ય શ્રેણીબદ્ધ યુદ્ધોમાં હાર આપી તેમના દ્વારા શાસિત પ્રદેશો પર નિયંત્રણ મેળવ્યું પ્રથમ (૧૮૪૫–૧૮૪૬) અને બીજા (૧૮૪૮–૪૯) એંગ્લો-શીખ યુદ્ધોમાં શીખ સૈન્યની હાર પછી, ૧૮૪૯ માં પંજાબને બ્રિટિશ ભારતમાં જોડી દેવાયું. [૧૦]

૧૮૩૫ માં ભારતની શાળાઓમાં અંગ્રેજી ભાષાને શિક્ષણનું માધ્યમ બનાવવામાં આવ્યું હતું. બ્રિટિશ વહીવટીતંત્રે ૧૮ મી સદીના પશ્ચિમી સંસ્કૃતિ અને આત્મજ્ઞાનની શ્રેષ્ઠતામાં વિશ્વાસ રાખીને, ભારતીય જનતા પર શિક્ષણ અને સંસ્કૃતિના પાશ્ચાત્ય ધોરણો લાદ્યા. આનાથી ભારતમાં મેકોલીકરણ થયો.

પ્રારંભિક ચળવળો[ફેરફાર કરો]

થુથુકુડી જિલ્લાના કટલાનકુલમનો સરદાર માવીરન અલગુમુથ્થુ કોણે (૧૭૧૦-૧૭૫૭)એ તમિળનાડુમાં બ્રિટીશની હાજરી સામે ક્રાંતિ આદરી. કોણાર યાદવ પરિવારમાં જન્મેલા માવીરન ઇટ્ટયપુરમ શહેરમાં લશ્કરી નેતા બન્યા પણ અંગ્રેજો અને મારુથનાયગમના સૈન્ય સાથે થયેલી લડાઈમાં તેઓ હાર્યા. તેને ૧૭૫૭માં તેમને ફાંસી આપવામાં આવી. [૧૧] તેમને પ્રારંભિક સ્વતંત્રતા સેનાની માનવામાં આવે છે. પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાની અધ્યક્ષતા હેઠળ તમિળનાડુ સરકારે એગમોર રેલ્વે સ્ટેશનની સામે ચેન્નાઇમાં તેમની પ્રતિમા ઊભી કરી છે. [૧૨] [૧૩] પુલી થેવર એ ભારતમાં બ્રિટીશ શાસનના વિરોધીઓમાંના એક હતા. અંગ્રેજોનુમ્ સમર્થન લેનારા આર્કોટના નવાબનો તે વિરોધી હતો. તેના મુખ્ય કાર્ય મારુધનામગમ સાથેના તેમના સંઘર્ષો હતા, જેમણે પાછળથી ૧૭૫૦ ના દાયકાના અંતમાં અને ૧૭૬૦ ના દાયકાના પ્રારંભમાં બ્રિટિશ વિરુદ્ધ ચળવળ આદરી. વર્તમાન તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લામાં નેલકટુમસેવલ તેમનું મુખ્ય મથક હતું.

સૈયદ મીર નીસાર અલી ટિટુમીર એક ઇસ્લામી ઉપદેશક હતા, જેમણે ૧૯ મી સદી દરમિયાન હિન્દુ જમીનદારો અને બ્રિટિશરો વિરુદ્ધ ખેડૂત ચળવળ આદરી હતી. તેમના અનુયાયીઓની સાથે, તેમણે નાર્કેલબેરીયા ગામમાં વાંસનો કિલ્લો ( બંગાળીમાં બાંશેર કેલા ) બનાવ્યો, આ કિલ્લાએ બંગાળી લોક દંતકથામાં અગ્રણી સ્થાન મેળવ્યું. બ્રિટિશ સૈનિકો દ્વારા કિલ્લાને તોડી પાડ્યા પછી, ૧૯ નવેમ્બર ૧૮૩૧ ના દિવસે ટિટુમીરના ઘાયલ થઈ મૃત્યુ પામ્યા. [૧૪]

મૈસૂર રાજ્ય દ્વારા ઇસ્ટ ઈંડિયા કંપનીને પ્રખર પ્રતિકારનો સામનો કરવો પડ્યો હતો. ૧૮મી સદીના છેલ્લા ત્રણ દાયકામાં થયેલ આંગ્લ-મૈસૂર યુદ્ધ શ્રેણીમાં એક તરફ મૈસુર રાજ્ય હતું જ્યારે તેની વિરુદ્ધ બ્રિટીશ ઈસ્ટ ઇન્ડિયા કંપની (મુખ્યત્વે મદ્રાસ પ્રેસિડેન્સી), અને મરાઠા સામ્રાજ્ય, હૈદરાબાદનો નિઝામ હતા. હૈદર અલી અને તેના અનુગામી ટીપુ સુલતાને પશ્ચિમ, દક્ષિણ અને પૂર્વથી અંગ્રેજો વિરુદ્ધ અને ઉત્તર તરફ મરાઠાઓ અને નિઝામની સેના સવિરુદ્ધ એમ ચાર દિશાએ યુદ્ધ લડ્યા. ચોથા યુદ્ધના પરિણામે હૈદર અલી અને ટીપુ (જે ૧૭૯૯ના અંતિમ યુદ્ધમાં માર્યો ગયો)ની સત્તાનો અંત આવ્યો અને મૈસૂર રાજ્ય ભાંગી પડ્યું જેનો ફાયદો ઉઠાવી ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મોટા ભાગના ભારત પર નિયંત્રણ મેળવ્યું. પળાસી રાજા ૧૭૭૪ થી ૧૮૦૫ દરમ્યાન ભારતના ઉત્તર માલાબારના કન્નુર નજીક આવેલા કોટિઓટ રજવાડાનો સરદાર હતા. તેમણે વાયનાડ ક્ષેત્રના તેમના સમર્થક આદિવાસી લોકો સાથે મળી અંગ્રેજો સામે ગેરિલા યુદ્ધ લડ્યા. અંગ્રેજોએ તેમને પકડી લીધા અને તેમનો કિલ્લો જમીનદોસ્ત કરી નાખ્યો.

ઈ. સ. ૧૭૬૬ માં હૈદરાબાદના નિઝમે ઉત્તરીય સરકારોને અંગ્રેજ સત્તાને તાબે દીધાં.ઈ.સ ૧૭૫૩માં આવીજ રીતે નિઝામે તેના રાજ્યનું અમુક ક્ષેત્ર ફ્રેંચોને સોંપી દીધો હતો, તેની વિરોધમાં, આજના ઓડિશા અને તત્કાલીન નિઝામના રાજ્યના ઉત્તરીય ક્ષેત્રમાં આવેલ પરલાખેમુંડીના સ્વતંત્ર રાજા જગન્નાથ ગજપતિ નારાયણ દેવે (દ્વીતીય) સતત ફ્રેન્ચ કબજેદારો વિરુદ્ધ લડત ચલાવી રહ્યા હતા. નારાયણ દેવે (દ્વિતીય) ૪ એપ્રિલ ૧૭૬૮ના દિવસે જેલમુર કિલ્લા પર બ્રિટીશરો સામે લડ્યા પરંતુ અંગ્રેજોની શ્રેષ્ઠ દારૂખાના સામે તે પરાજિત થયા. તે પોતાની રાજ્યના અંતરિયાળ આદિવાસી સ્થળોએ ચાલ્યો ગયો અને ૫ ડિસેમ્બર ૧૭૭૧ ના દિવસે તેમના કુદરતી રીતે મૃત્યુ પામ્યા સુધી બ્રિટીશ સત્તા સામે તેમણે લડત ચાલુ રાખી.

ઈ. સ. ૧૭૬૦ થી ૧૭૯૦ દરમિયાન રાની વેલુ નાચિયાર (૧૭૩૦–૧૭૯૬), શિવગંગાની રાણી હતી. રાણી નાચિયારને યુદ્ધ કળામાં શિક્ષિત હતી. તે હથિયારોના ઉપયોગ, વલરી, સીલમબામ (લાકડીનો ઉપયોગ કરીને લડવું), ઘોડેસવારી અને તીરંદાજી જેવી લશ્કરી કળાઓની તાલીમ પામી હતી. તે ઘણી ભાષાઓ જાણતી હતી અને તેને ફ્રેન્ચ, અંગ્રેજી અને ઉર્દૂ જેવી ભાષાઓમાં તેની નિપુણતા હતી. જ્યારે તેના પતિ, મુથુવદુગનાથપેરિયા ઉદૈયાથેવર, બ્રિટીશ સૈનિકો અને આર્કોટના નવાબના પુત્રના હાથે માર્યા ગયા, ત્યારે તે યુદ્ધમાં ઉતરી. તેણે સેનાની રચના કરી અને અંગ્રેજો સામે લડાવાના હેતુથી ગોપાલા નાયકર અને હૈદર અલી સાથે જોડાણની માંગ કરી, અને ૧૭૮૦ માં તેણીએ સફળતાપૂર્વક અંગ્રેજોને પડકાર્યા. તેમને શોધતી અંગ્રેજ શોધખોળ ટુકડી જ્યારે આવી પહોંચી ત્યારે એમ કહેવાય છે કે પોતાના વિશ્વાસુ અનુયાયી કુઈલી ની મદદ વડે તેણે આત્મઘાતી હુમલો ગોઠવ્યો, તેણે શરીરે તેલ ચોપડી, શરીરને આગ ચાંપી સ્ટોરહાઉસમાં પર આત્મઘાતી હુમલો કર્યો. અંગ્રેજ શસ્ત્રાગારને ધડાકાથી ઉડાવવાની યોજના દરમ્યાન શહીદ થયેલી પોતાની દત્તક પુત્રીના સન્માનમાં રાનીએ "ઉદૈયાળ" નામની મહિલા સૈન્યની રચના કરી. રાની નાચિયાર એવા થોડા શાસકોમાંની એક હતી જેમણે પોતાનું રાજ્ય પાછું મેળવ્યું, અને એક વધુ દાયકા સુધી શાસન કર્યું . [૧૫] [૧૬]

વીરપાન્ડીય કટ્ટાબોમ્મન એ અઢારમી સદીના ભારતના તામિલનાડુ રાજ્યના પંચલનકુરુચી નો એક પોલિગર અને સરદાર હતા જેમણ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે પોલિગર યુદ્ધ ચલાવ્યું. ઈ. સ. ૧૭૯૯માં અંગ્રેજોએ તેમને પકડી પાડી ફાંસીની આપી હતી. [૧૭] કટ્ટાબોમ્મને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સાર્વભૌમત્વનો સ્વીકારવાનો ઈનકાર કર્યો અને તેમની સામે લડ્યા. [૧૮] ધીરન ચિન્નામલાઈ એ તમિલનાડુના કોંગુનાડુના એક સરદાર અને પલયાક્કારાર હતા જેઓ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે લડ્યા હતા. [૧૯] કટ્ટાબોમ્મન અને ટીપુ સુલતાનના મૃત્યુ પછી, ચિન્નામલાઈએ ઈ. સ. ૧૮૦૦ માં કોઈમ્બતુર ખાતે અંગ્રેજો પર હુમલો કરવા માટે મરાઠાઓ અને મરુથુ પાંડિયારની મદદ લીધી. અંગ્રેજ સૈન્ય ચિન્નામલાઈના સાથીઓના સૈન્યને રોકવામાં સફળ થયું અને તેથી ચિન્નામલાઈને કોઈમ્બતુર પર એકલે હાથે હુમલો કરવાની ફરજ પડી. તેમની સેનાનો પરાજય થયો પરંતુ તેઓ અંગ્રેજોના સૈન્યથી છટકી ગયા. ચિન્નામલાઇએ ત્યાર બાદ ગેરિલા યુદ્ધ ચલાવ્યું અને ૧૮૦૧ માં કાવેરી, ૧૮૦૨ માં ઓડનિલાઇ અને ૧૮૦૪ માં અરચાલુરની લડાઇમાં અંગ્રેજોનેને પરાજિત કર્યા. [૨૦] [૨૧]

પાઈકા ક્રાંતિ[ફેરફાર કરો]

ભુવનેશ્વરમાં પાઈકા ક્રાંતિના નેતા બક્ષી જગબંધુની પ્રતિમા.

સપ્ટેમ્બર ૧૮૦૪ માં, કલિંગ, ખોરધાના રાજાને જગન્નાથ મંદિરમાં પરંપરાગત વિધિઓ કરવાથી વંચિત રાખવામાં આવ્યા જે રાજા અને ઓડિશાના લોકો માટે ગંભીર આંચકો હતો. પરિણામે, ઓક્ટોબર ૧૮૦૪ માં સશસ્ત્ર પઈકોના એક જૂથે પીપલી પર અંગ્રેજો પર હુમલો કર્યો. આ ઘટનાથી અંગ્રેજ સૈન્યમાં ખળભળાટ મચી ગયો. કલિંગ સૈન્યના પ્રમુખ જય રાજગુરુએ રાજ્યના તમામ રાજાઓને અંગ્રેજો સામે એક થઈ માટે હાથ મિલાવવા અનુરોધ કર્યો હતો. [૨૨] રાજગુરુ ૬ ડિસેમ્બર ૧૮૦૬ ના દિવસે માર્યા ગયા. [૨૩] રાજગુરુના મૃત્યુ પછી, બક્ષી જગબંધુએ ઑડિશામાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન સામે સશસ્ત્ર ચળવળ આદરી, જેને બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામેની પ્રથમ ક્રાંતિ - પાઈક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. [૨૪] [૨૫] [૨૬]

૧૮૫૭ની ક્રાંતિ[ફેરફાર કરો]

૧૮૫૭ની ભારતીય ક્રાંતિ એ બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન સામે ઉત્તર અને મધ્ય ભારતમાં મોટા પાયે કરવામાં આવેલી ક્રાંતિ હતી. તેને દબાવવામાં આવી અને આ ક્રાંતિના પરિણામ સ્વરૂપ અંગ્રેજ સરકારે કંપનીનો કબજો પોતાને હસ્તક લીધો. કંપનીની સેનામાં અને છાવણીઓમાં નોકરીની શરતો સૈનિકોની ધાર્મિક માન્યતાઓ પૂર્વગ્રહોની વધુ ને વધુ વિરોધાભાસી બની રહી હતી. [૨૭] સૈન્યમાં ઉચ્ચ જાતિના સભ્યોનું વર્ચસ્વ, વિદેશમાં કરવીએ પડતી મુસાફરીને કારણે જ્ઞાતિમાં કઢાવાની ભીતિ અને ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરવાવાની સરકારની ગુપ્ત રચનાઓની અફવાઓએ સિપાહીઓમાં ઊંડી નારાજગી ફેલાવી હતી. [૨૮] ઓછો પગાર અને સેનાની નોકરીમાં બઢતી અને આપવામાં આવતી સગવડોમાં અંગ્રેજ સૈનિકોના મુકાબલે કરવામાં આવતા ભેદભાવને કારણે સૈનિકોમાં અસંતોષ ફેલાયો હતો. મોગલો અને ભૂતપૂર્વ પેશ્વા જેવા અગ્રણી મૂળ ભારતીય શાસકો તરફ અંગ્રેજોની ઉપેક્ષા અવધ રાજ્યને હડપી અંગ્રેજ સાસિત પ્રદેશમાં ભેળવી દેવા રાજકીય પરિબળોએ સૈનિકોમાં અસંતોષા ફેલાવ્યો. માર્ક્વીસ ડેલહાઉઝીની રાજ્યઓને હડપી અંગ્રેજ રાજમાં ભેળવી દેવાની નીતિ, ખાલસા નીતિ, અને મુગલોના વંશજોને લાલ કિલ્લા ખાતેના તેમના પૂર્વજ મહેલમાંથી તેમને કુતુબ મીનાર સંકુલ (દિલ્હી નજીક) માં ખસેડવાની ભાવિ યોજનાની વાતોને કારણે પણ કેટલાક લોકો ગુસ્સો ભરાયા હતા.

સૈન્યમાં નવી દાખલ કરાયેલ પેટર્ન 1853 એનફિલ્ડ રાઇફલની કારતૂસો ટેલો (ગાયમાંથી) અને લાર્ડ (ડુક્કરની) ચરબીના આવરણને દાંતથી છોલવાની અફવાએ આ અસંતોષમાં અંતિમ તણખો નાખ્યો. સૈનિકોને કારતૂસને તેમની રાઈફલોમાં નાખતા પહેલાં તેનું ચરબી યુક્ત આવરણ દાંતથી કરડવું પડતું હતું, તેમાં ગાય અને ડુક્કરની ચરબીની કથિત હાજરી, હિન્દુ અને મુસ્લિમ સૈનિકો માટે ધાર્મિકરીતે અમાન્ય હતી. [૨૯]

મંગલ પાંડે, નામના એક ભારતીય સૈનિકે ૧૮૫૭ની ભારતીય ક્રાંતિની શરૂઆત કરનારી ઘટનાઓમાં મુખ્ય ભાગ ભજવ્યો. તેઓ બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની ૩૪ મી બંગાળ નેટીવ ઇન્ફેન્ટ્રી (બી. એન. આઈ.) રેજિમેન્ટમાં સિપાહી (પાયદળ) હતા. પોતાના અંગ્રેજ ઉપરી અધિકારીઓનો હુકમ ન માનવો અને પાછળથી તેને આપવામાં આવેલી ફાંસીને કારણે ૧૮૫૭ની ભારતીય ક્રાંતિ ને જોઈતો જરૂરી તણખો મળ્યો.

૧૦ મે ૧૮૫૭ ના દિવસે, મેરઠ ખાતેના સિપાહીઓએ અજ્ઞાનો ક્રમ તોડ્યો અને તેમના હુકમદાર અધિકારીઓની વિરુદ્ધ થયા તથા તેમાંના કેટલાકની હત્યા કરી.૧૧ મેના રોજતેઓ દિલ્હી પહોંચ્યા, કંપનીના ટોલ હાઉસને આગ લગાવી, અને લાલ કિલ્લા તરફ કૂચ કરી, જ્યાં તેઓએ મોગલ બાદશાહ, બહાદુર શાહ ઝફર (દ્વિતીય)ને તેમનો નેતા બનવી અને તેમની ગાદી પર બેસવા કહ્યું. બાદશાહ પહેલા તો અચકાતો હતો, પરંતુ છેવટે સંમત થયો અને ક્રાંતિકારીઓ દ્વારા તેમને શેનશાહ-એ-હિન્દુસ્તાન જાહેર કરવામાં આવ્યા. [૩૦] ક્રાંતિકારીઓએ શહેરની ઘણી યુરોપિયન, યુરેશિયન અને ખ્રિસ્તી વસ્તીની હત્યા પણ કરી હતી. [૩૧]

અવધ (અયોધ્યા) અને સરહદ પ્રાંત (નોર્થ-વેસ્ટર્ન પ્રોવિન્સ) માં ક્રાંતિ ફેલાઈ, ત્યાં નાગરિક ચળાવળ પણ શરૂ થઈ થયો હતો. [૩૨] શરૂઆતમાં અંગ્રેજો ઉંઘતા ઝડપાઈ ગયા અને ક્રાંતિની પ્રતિક્રિયા આપવામાં ધીમા પડ્યા, પરંતુ છેવટે તેમણે બળથી કામ લીધું. અંગ્રેજ સૈન્યની શ્રેષ્ઠતા સામે ક્રાંતોકારીઓમાં અસરકારક સંગઠનનો અભાવને કારણે ક્રાંતિનો ઝડપી અંત થયો. [૩૩] અંગ્રેજોએ ક્રાંતિકારીઓના મુખ્ય સૈન્ય સામે દિલ્હીની નજીક લડ્યા, અને લાંબા સમય સુધી લડત અને ઘેરાબંધી કર્યા પછી, તેમને હરાવી, ૨૦ સપ્ટેમ્બર, ૧૮૫૭ ના દિવસે દીલ્હી શહેરનો કબ્જો મેળવ્યો. [૩૪] ત્યારબાદ, અન્ય કેન્દ્રોમાં ક્રાંતિને કચડી નાખવામાં આવી. છેલ્લું નોંધપાત્ર યુદ્ધ ગ્વાલિયરમાં ૧૭ જૂન ૧૮૫૮ ના દિવસે લડવામાં આવ્યું હતું, જેમાં રાણી લક્ષ્મીબાઈની હત્યા થઈ હતી. છૂટાછવાઈ લડાઇ અને ગેરિલા યુદ્ધ, તાત્યા ટોપેની આગેવાની હેઠળ, ૧૮૫૯ સુધી ચાલુ રહ્યું, પરંતુ મોટાભાગના ક્રાંતિકારીઓ છેવટે પરાજિત થયા.

૧૮૫૭ની રાષ્ટ્રીય ક્રાંતિએ આધુનિક ભારતના ઇતિહાસનો એક મુખ્ય વળાંક હતો. આ ક્રાંતિએ અંગ્રેજોની લશ્કરી અને રાજકીય શક્તિ પુરવાર કરી [૩૫] પરંતુ આ ઘટના બાદ ભારત પ્રના તેમના નિયંત્રણની પદ્ધતિમાં નોંધપાત્ર ફેરફાર થયો. ભારત સરકારના અધિનિયમ, ૧૮૫૮ હેઠળ ઇસ્ટ ઈંડિયાની ભારત પર શાસન કરવામાં સત્તા છીનવી લેવામાં આવી, અને આ સત્તા અંગ્રેજ સરકારના સીધા અધિકાર હેઠળ આવી. [૩૬] નવી પ્રણાલીમાં સૌથી ઉપર એક કેબિનેટ મંત્રી, સ્ક્રેટારી ઑફ સ્ટેટ ઑફ ઈંડિયા હતા, એક કાયદાકીય સમિતિ (સ્ટેટ્યુટરી કાઉન્સીલ) તેમને સલાહ આપતી. [૩૭] ભારતના ગવર્નર જનરલ (વાઇસરોય) ને તેમને જવાબદાર રહેતા. આ કેબિનેટા મંત્રી સરકારને જવાબદર રહેતા. ભારતની જનતા માટે રાણી વિક્તોરિયાએ કરવામાં આવેલી શાહી ઘોષણામાં(રાણીનો ઢંઢેરો) કરાવી હતી, જેમાં તેમણે બ્રિટીશ કાયદા હેઠળ જાહેર જનતાને સેવાની સમાન તક આપવાનું વચન આપ્યું, અને ભારતના રાજ રજવાડાઓના હક્કોનું સન્માન કરવાનું વચન પણ આપ્યું હતું. [૩૮] અંગ્રેજોએ રજવાડાંઓની જમીન કબજે કરવાની નીતિ બંધ કરી, ધાર્મિક સહનશીલતાને અપનાવી અને ભારતીયોને સિવિલ સર્વિસમાં (જો કે મુખ્યત્વે તે ગૌણ સહાયકના પદો માટે જ) પ્રવેશ આપવાનું શરૂ કર્યું. અલબત્ તે સાથે સરકારે સૈન્યમાં મૂળ ભારતીય સૈનિકોની સરખામણીએ અંગ્રેજ સૈનિકોની સંખ્યામાં પણ વધારો કર્યો અને માત્ર અંગ્રેજ સૈનિકોને જ તોપખાના સંભાળવાની મંજૂરી આપી. બહાદુર શાહને બર્માના રંગૂનમાં દેશનિકાલ કરવામાં આવ્યા, જ્યાં ૧૮૬૨માં તેઓ મૃત્યુ પામ્યા.

૧૮૭૬માં, એક વિવાદાસ્પદ પગલામાં, વડા પ્રધાન બેન્જામિન ડિસ્રાએલીએ, મહારાણી વિક્ટોરિયાને ભારતની મહારાણીનો વધારાનો ખિતાબ આપવા માટે કાયદો પસાર કર્યો. બ્રિટનમાં ઉદારવાદીઓએ વાંધો ઉઠાવ્યો કે આ બિરુદ બ્રિટીશ પરંપરાઓ વિરોધી છે. [૩૯]

નિયોજિત ચળવળોનો ઉદય[ફેરફાર કરો]

૧૮૮૫માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રથમ સત્ર. રાષ્ટ્રીય કોંગ્રેસએ એશિયા અને આફ્રિકામાં બ્રિટીશ સામ્રાજ્યમાં ઉભરી આવેલું પ્રથમ આધુનિક રાષ્ટ્રવાદી આંદોલન હતું. [૪૦]

૧૮૫૭ની રાષ્ટ્રીય ક્રાંતિ પછીના દાયકાઓ એ ભારતમાં રાજકીય જાગૃતિ, ભારતીય જનતાના અભિપ્રાય અને રાષ્ટ્રીય અને પ્રાંતીય સ્તરે ભારતીય નેતૃત્વના ઉદયનો સમય હતો. દાદાભાઇ નવરોજીએ ૧૮૬૭માં ઈસ્ટ ઈન્ડિયા એસોસિએશનની રચના કરી અને સુરેન્દ્રનાથ બેનર્જીએ ૧૮૭૬ માં ઈન્ડિયન નેશનલ એસોશિએશનની સ્થાપના કરી. નિવૃત્ત સ્કોટિશ સનદી અધિકારી એ.ઓ. હ્યુમના સૂચનથી પ્રેરાઈને ૧૮૮૫માં બાવીસ ભારતીય પ્રતિનિધિઓ મુંબઈમાં મળ્યા અને તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની (ભારતીય રાષ્ટ્રીય મહાસભા) સ્થાપના કરી. [૪૦] તેમાં ભાગ લેનારા મોટે ભાગે અમીર અને સફળ અને પ્રાંતોના પાશ્ચાત્ય-શિક્ષણ પામેલા, કાયદો, શિક્ષણ અને પત્રકારત્વ જેવા વ્યવસાયોમાં રોકાયેલા ચુંટેલા સભ્યો હતા. તેની સ્થાપના સમયે, કોંગ્રેસ પાસે કોઈ યોગ્ય રીતે વ્યાખ્યાયિત સ્પષ્ટ વિચારધારા નહોતી અને રાજકીય સંગઠનને જરૂરી એવા અલ્પ સંસાધનો જ તેની પાસે હતા. તે સમયે રાજકીય સંગઠનની વિપરીત આ સંસ્થા બ્રિટિશ રાજ પ્રત્યેની નિષ્ઠા વ્યક્ત કરવા માટેના ચાર્ષિક ચર્ચા મંચ તરીકે કાર્યરત હતી અને તેણે નાગરિક અધિકાર અથવા સરકારી નોકરીની તકોના બિન વિવાદાસ્પદ મુદ્દાઓ પર ઘણા ઠરાવો પસાર કર્યા હતા. આ ઠરાવો વાઈસરોયની સરકારને અને ક્યારેક બ્રિટીશ સંસદને સુપરત કરવામાં આવતા, આથી કોંગ્રેસના પ્રારંભિક સમયમાં ખાસ મહત્વપૂર્ણ અસર ન મળી. સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરતી હોવા છતાં, કોંગ્રેસે અમુક શહેરી લોકોના હિતોનો અવાજ ઉઠાવ્યો; તેમાં અન્ય સામાજિક અને આર્થિક પૃષ્ઠભૂમિના ભાગ લેનારાઓની સંખ્યા નહિવત્ રહી. તેમ છતાં, ઇતિહાસનો આ સમયગાળો નિર્ણાયક રહ્યો કેમ કે તે ભારતીય લોકોના પ્રથમ રાજકીય ગતિશીલતાનું પ્રતિનિધિત્વ કરતો હતો, વળી કોંગ્રેસમાં ભારતીય ઉપખંડના તમામ ભાગોથી આવતા પ્રતિનોધીઓને કારણે ભારતને નાના રજવાડાઓના સમૂહથી વિપરીત એક સંગઠીત દેશના સ્વરૂપની વિચારધારા નિર્માણ પામી.

ભારતીય સમાજના અગ્રણી જેવાકે સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા શરૂ થયેલ આર્ય સમાજ અને રાજા રામ મોહન રોય દ્વારા સ્થાપિત બ્રહ્મ સમાજ જેવા સામાજિક-ધાર્મિક સમૂહોની ભારતીય સમાજના સુધારાણાઓમાં સ્પષ્ટ અસર દેખાવા લાગી. સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ, શ્રી અરબિંદો, વી.ઓ. ચિદમ્બરમ પિલ્લઇ, સુબ્રમણ્ય ભારતી, બંકિમચંદ્ર ચેટર્જી, રવિન્દ્રનાથ ટાગોર અને દાદાભાઇ નવરોજી જેવા પુરુષો તેમજ સ્કોટીશ – આઇરિશ સિસ્ટર નિવેદિતા જેવી મહિલાઓએ કરેલા કાર્યને કારણે લોકોમાં સ્વતંત્રતાની ભાવના ઉત્કટ બની હતી. કેટલાક યુરોપિયન અને ભારતીય વિદ્વાનો દ્વારા ભારતના સ્વદેશી ઇતિહાસની પુનઃશોધે પણ ભારતીયોમાં રાષ્ટ્રવાદની ભાવનાને જાગૃત કરી. [૪૦]

ભારતીય રાષ્ટ્રવાદનો ઉદય[ફેરફાર કરો]

તામિળ સામાયિક વિજયાના ૧૯૦૯ ના અંકનું મુખપૃષ્ઠ જેમાં ભારતમાતાને દર્શાવવામાં આવી છે. તે સાથે “વંદે માતરમ ” નો જયઘોષ દર્શાવવામાં આવ્યો છે.
ગદર દી ગુંજ, ચળવળના પ્રારંભિક તબક્કામાં ગદર પાર્ટી દ્વારા નિર્મિત સાહિત્ય હતું. આ કૃતિ રાષ્ટ્રવાદી સાહિત્યનું સંકલન હતું, ૧૯૧૩માં તેના પર પ્રતિબંધ મૂકાયો હતો.

૧૯૦૦ સુધીમાં,કોંગ્રેસ એક અખિલ ભારતીય રાજકીય સંગઠન તરીકે ઉભરાઈ આવી હતી, પરંતુ તેને મોટાભાગના ભારતીય મુસ્લિમોનું સમર્થન ન હતું. [૪૧] ધર્માંતરણ, ગાયની કતલ, અને અરબી લિપિમાં ઉર્દૂના સંવર્ધન સામે હિન્દુ સુધારકો દ્વારા આગળ મુકવામાં આવેલા વિચારોને કારણે જો ભારતીય લોકોનું પ્રતિનિધીત્વ માત્ર એકલી કોંગ્રેસ દ્વારા જ થશે તો લઘુમતી સમુદાયના અધિકારો સંબંધી તેમની શંકાઓ વધુ તીવ્ર બની. સર સૈયદ અહમદ ખાને મુસ્લિમ સમુદાયના પુનર્જીવન માટે એક ચળવળ શરૂ કરી હતી. તેના ભાગ રૂપે ઉત્તર પ્રદેશના અલીગઢમાં ૧૮૭૫માં મુહમ્મદાન એંગ્લો-ઓરિએન્ટલ કોલેજની સ્થાપના કરવામાં આવી. (૧૯૨૦ માં તેનું અમ્લીગઢ મુસ્લીમ યુનિવર્સીટી તરીકે નામકરણ થયું.) આ સંસ્થાનો ઉદ્દેશ આધુનિક પશ્ચિમી જ્ઞાન સાથે ઇસ્લામની સુસંગતતા પર ભાર મૂકીને ભારતીય મુસલમન વિદ્યાર્થીઓને શિક્ષિત કરવાનો હતો. પરંતુ, ભારતના મુસ્લિમોમાં રહેલી વિવિધતાઓને કારણે એક સમાન સાંસ્કૃતિક અને બૌદ્ધિક નવજીવન લાવવું અશક્ય બન્યું.

કોંગ્રેસના સભ્યોની રાષ્ટ્રવાદી ભાવનાઓ તેની ચળવળને સરકારી સંસ્થાઓમાંના પ્રતિનિધિત્વ તરફ દોરી ગઈ જેથી તેઓ ભારતના કાયદા અને વહીવટની બાબતોમાં તેમની વાત રહે. કોંગ્રેસીઓ પોતાને અંગ્રેજ સરકારના વફાદાર તરીકે જોતા હતા, પરંતુ આ સાથે તેઓ બ્રિટિશ સામ્રાજ્યના ભાગરૂપે, પોતાના દેશના શાસનમાં સક્રિય ભૂમિકા પણ ઈચ્છતા હતા. આ વલણને દાદાભાઈ નવરોજીએ યુનાઇટેડ કિંગડમના હાઉસ ઑફ કૉમન્સની ચૂંટણી સફળતાપૂર્વક લડી અને તેના પ્રથમ ભારતીય સભ્ય બની દર્શાવ્યું હતું.

બાળ ગંગાધર ટિળક "સ્વરાજ્ય"ને દેશનું અંતિમ લક્ષ્ય દર્શાવનાર પ્રથમ ભારતીય રાષ્ટ્રવાદી નેતા હતા. [૪૨] ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ અને મૂલ્યોની અવગણના અને બદનામી કરતી તત્કાલિન બ્રિટીશ શિક્ષણ પ્રણાલીનો ટિળક તીવ્ર વિરોધ કરતા હતા. તેમણે રાષ્ટ્રવાદીઓ દેશવાસીઓના અભિવ્યક્તિની સ્વતંત્રતા પરના પ્રતિબંધ અને પોતાના જ દેશની બાબતોમાં સામાન્ય ભારતીયો નાગરિકોની ભૂમિકાના અભાવ વિરુદ્ધ લાગણી વ્યક્ત કરી. આ કારણોસર, તેમણે સ્વરાજને પ્રાકૃતિક અને એકમાત્ર ઉપાય માન્યો. તેમનું લોકપ્રિય વાક્ય "સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે, અને હું તે મેળવીશ." ભારતીય લોકો માટે પ્રેરણારૂપ બન્યું.

૧૯૦૭માં, કોંગ્રેસ બે જૂથોમાં વહેંચાઈ ગઈ: ટિળકના નેતૃત્વ હેઠળ કટ્ટરપંથીઓએ બ્રિટીશ સામ્રાજ્યને ઉથલાવી દેવા માટે નાગરિક આંદોલન, સીધી ક્રાંતિ અને બ્રિટિશરો દ્વારા દરેક બાબતો દેવાની હિમાયત કરી. બીજી તરફ દાદાભાઇ નવરોજી અને ગોપાલ કૃષ્ણ ગોખલે જેવા નેતાઓની આગેવાનીમાં મવાળ નેતાઓ બ્રિટીશ શાસનના માળખામાં સુધારણા ઇચ્છતા હતા. ટિળકને તેમના સમાન દ્રષ્ટિકોણ ધરાવતા બિપિનચંદ્ર પાલ અને લાલા લજપત રાય જેવા ઊભરતા નેતાઓનું સમર્થન મળ્યું. તેમની આગેવાની હેઠળ, ભારતના ત્રણ રાજ્યો - મહારાષ્ટ્ર, બંગાળ અને પંજાબે લોકોની માંગ અને ભારતના રાષ્ટ્રવાદને આકાર આપ્યો. હિંસા અને અવ્યવસ્થાના કૃત્યોને પ્રોત્સાહિત કરવા બદલ ગોખલી ટિળકની ટીકા કરી હતી. પરંતુ ૧૯૦૬માં કોંગ્રેસમાં જાહેર જનતાનું સભ્યપદ ન હતું, અને ટિળક અને તેના સમર્થકોને પાર્ટી છોડવાની ફરજ પાડવામાં આવી હતી.

પરંતુ ટિળકની ધરપકડ થતાં જ આક્રમક ભારતીય ચળવળની બધી આશાઓ અસ્ત થઈ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે લોકોની વિશ્વસનીયતા ગુમાવી દીધી. મુસ્લિમ પ્રતિનિધિ મંડળ વાઈસરય, મિન્ટો (૧૯૦૫-૧૦)ને મળ્યા, જેમાં તેમણે સરકારી સેવામાં અને મતદારોની વિશેષ સવલતો સહિતના સંભવિત બંધારણીય સુધારાઓમાં છૂટની માંગણી કરી. ઈંડિયન કાઉન્સીલ્સ એક્ટ, ૧૯૦૯માં અંગ્રેજોએ મુસ્લિમ લીગની કેટલીક અરજીઓન મંજૂર રાખી જેમાં મુસ્લિમો માટે અનામત પ્રતિનિધિત્વની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો. મુસ્લિમ લીગે "રાષ્ટ્રની અંદર રાષ્ટ્ર" ના અવાજ તરીકે હિન્દુઓનું પ્રભુત્વ ધરાવતી કોંગ્રેસથી અલગ રહેવાનો આગ્રહ કર્યો.

ભારતની સ્વતંત્રતાની લડત માટે ૧૯૧૩માં વિદેશમાં ગદર પાર્ટીની રચના કરવામાં આવી હતી, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા, તેમજ શાંઘાઈ, હોંગકોંગ અને સિંગાપોરના સભ્યો શામેલ હતા.[૪૩] બ્રિટિશરો વિરુદ્ધ હિંદુ, શીખ અને મુસ્લિમ એકતાનો પક્ષના સભ્યોનો હેતુ હતો.[૪૪]

વસાહતી ભારતમાં, ૧૯૧૪માં સ્થપાયેલી ઑલ ઈંડિયા કોન્ફરન્સ ઑફ ઈન્ડિયન ક્રિશ્ચિયન્સ (એ આઈ સી આઈ સી)નામની સંસ્થાએ સ્વરાજની હિમાયત કરી અને ભારતના ભાગલાનો વિરોધ કરી ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એ આઈ આઈ સી એ પણ ખ્રિસ્તીઓ માટે અલગ મતદારો વિભાગનો વિરોધ કર્યો હતો, રાષ્ટ્રીય રાજકીય પ્રણાલીમાં ખ્રીસ્તીઓએ સામાન્ય નાગરિક તરીકે ભાગ લેવો જોઈએ એ વિચારની હિમાયત કરી હતી. [૪૫] [૪૬] ઑલ ઈંડિયા કોન્ફરન્સ ઑફ ઈન્ડિયન ક્રિશ્ચિયન્સ અને ઓલ ઇન્ડિયા કેથોલિક યુનિયન દ્વારા આંધ્ર યુનિવર્સિટીના એમ. રાહનાસામી ના પ્રમુખ પણામાં અને લાહોરના બી.એલ. રેલ્લીયા રામના જનરલ સેક્રેટરીપણા હેઠળ એક સંયુક્ત કાર્યકારી સમિતિની રચના કરી. આ સમિતિએ ૧૬ એપ્રિલ ૧૯૪૭ અને ૧૭ એપ્રિલ ૧૯૪૭ ની બેઠકમાં, ૧૩ મુદ્દાઓનું મેમોરેન્ડમ કરી ભારતની બંધારણ સભાને મોકલવામાં આવ્યું હતું. આમાં સંસ્થાઓ અને વ્યક્તિઓ માટેની ધાર્મિક સ્વતંત્રતાની માંગણી કરવામાં આવી હતી; આ સૂચન ભારતના બંધારણમાં પ્રતિબિંબિત થયું હતું.

મહાત્મા ગાંધીજીના માર્ગદર્શન હેઠળ ભારતમાં દારૂબંદીની ચળવળ ભારતીય રાષ્ટ્રવાદ સાથે જોડાઈ. ગાંધીજી દારૂને દેશની સંસ્કૃતિમાં વિદેશી આયાત તરીકે જોતા. [૪૭] [૪૮]

બંગાળના ભાગલા, ૧૯૦૫[ફેરફાર કરો]

જુલાઈ ૧૯૦૫ માં, વાઇસરોય અને ગવર્નર-જનરલ લોર્ડ કર્ઝને (૧૮૯૯–૧૯૦૫) વિશાળ ક્ષેત્રફળ અને વસ્તી ધરાવતા બંગાળની વહીવટી કાર્યક્ષમતામાં સુધારણા માટે બંગાળ પ્રાંતના ભાગલાનો આદેશ આપ્યો.[૫૧] ભારતીય નેતાઓ અને ભારતના લોકો તેને વધતી જતી રાષ્ટ્રવાદને વિચારધરા અને હિન્દુ અને મુસલમાન લોકો વચ્ચેની એકતાને તોડી સ્વતંત્રતાની ચળાવળ નબળી બનાવવાનો બ્રિટિશ સરકારનો પ્રયાસ મનતા હતા. બંગાળના હિન્દુ બૌદ્ધિક લોકોએ સ્થાનિક અને રાષ્ટ્રીય રાજકારણ પર નોંધપાત્ર પ્રભાવ પાડ્યો હતો. ભાગલામા નિર્ણયથી બંગાળી લોકો રોષે ભરાયા. સરકાર ભારતીય જનતાના અભિપ્રાયની સલાહ લેવામાં માત્ર નિષ્ફળ ગઈ જ નહીં, પરંતુ આ પગલા અંગ્રેજોની "ભાગલા પાડો રાને રાજ કરો"ની અંગ્રેજોની નીતિને છતી કરી. શેરીઓમાં અને અખબારોમાં વ્યાપક આંદોલન કરવામાં આવ્યું અને કોંગ્રેસે સ્વદેશી ઉદ્યોગોને ઉત્તેજન આપવાના ઉદ્દેશ્યથી બ્રિટીશ માલનો બહિષ્કાર કરવાની હિમાયત કરી હતી. આ ચળવળ ભારતીય ઉદ્યોગો, અર્થવ્યવસ્થા અને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી એક વિકસતી ચળવળ બની, જેમાં રાષ્ટ્રીય શિક્ષણ પરિષદની સ્થાપના કરવામાં આવી, ભારતીય નાણાંકીય સંસ્થાઓ અને બેંકોનો જન્મ થયો, તેમજ ભારતીય સંસ્કૃતિમાં રસ અને વિજ્ઞાન અને સાહિત્યમાં સિદ્ધિઓના પણ દર્શન થયા. હિન્દુઓએ એકબીજાને રાખડી બાંધી અને અરાંધણ જેવા ઉત્સ્વઓ મનાવે એકતાનું પ્રદર્શન કર્યું. આ સમય દરમિયાન, શ્રી ઓરોબિંદો, ભૂપેન્દ્રનાથ દત્ત, અને બિપિનચંદ્ર પાલ જેવા બંગાળી હિન્દુ રાષ્ટ્રવાદીઓએ જુગંતર અને સંધ્યા જેવા પ્રકાશનોમાં ભારતમાં અંગ્રેજોની કાયદેસરતાને પડકારતા જ્વલંત અખબારી લેખ લખવાનું શરૂ કર્યું, અને તેમના પર રાજદ્રોહનો આરોપ મૂકાયો.

આ ભાગલાને કારણે ૧૮૦૦ના છેલ્લા દાયકાથી બંગાળ અને મહારાષ્ટ્રમાં સક્રીય યએલા પણ નવજાત અવસ્થામાં રહેલા સશસ્ત્ર ક્રાંતિકારી આંદોલનને મજબૂતી મળી અને તેની પ્રવૃત્તિમાં વધારો જોવા મળ્યો. બંગાળમાં, બે ભાઈઓ ઓરોબિંદો અને બૈરીન ઘોષની આગેવાની હેઠળ સ્થપાયેલી અનુશીલાન સમિતિ દ્વારા મુઝફ્ફરપુરમાં બ્રિટીશ ન્યાયાધીશના જીવ લેવાના પ્રયાસ સાથે અંગ્રેજ રાજના ઘણાં વડાઓ પર હુમલો પણ કરવામાં આવ્યો. આને પરિણામે અલીપોર બોમ્બ મામલાને ઉશ્કેર્યો જેના પરિણામે સંખ્યાબંધ ક્રાંતિકારીઓ માર્યા ગયા, પકડાયા અને તેમના પર કાયદાહેઠળ કામ ચલાવવમાં આવ્યું. ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, કનૈલાલ દત્ત જેવા ક્રાંતિકારીઓની યા તો હત્યા કરવામાં આવી અથવા તેમને ફાંસીએ ચડાવવામાં આવ્યા. આવા ક્રાંતિકારીઓના નામો ઘર ઘરમાં પ્રચલિત બન્યા. [૫૦]

અંગ્રેજ અખબાર, ધ એમ્પાયર, એ લખ્યું હતું: [૫૨]

જુગંતર[ફેરફાર કરો]

બગીન્દ્ર ઘોષની આગેવાની હેઠળ જુગંતર સંગઠના બાઘા જતીન સહિતના ૨૧ ક્રાંતિકારીઓએ શસ્ત્રો અને વિસ્ફોટકો એકત્રિત કરવા અને બોમ્બ બનાવવાનું શરૂ કર્યું.

આ જૂથના કેટલાક વરિષ્ઠ સભ્યોને રાજકીય અને સૈન્ય તાલીમ માટે વિદેશ મોકલવામાં આવ્યા હતા. તેમાંથી એક, હેમચંદ્ર કાનુંગોએ પેરિસમાં તેમની તાલીમ મેળવી. કોલકાતા પરત ફર્યા પછી તેમણે કલકત્તાના મણિકતલા પરામાં ગાર્ડન હાઉસ ખાતે સંયુક્ત ધાર્મિક શાળા અને બોમ્બ ફેક્ટરી સ્થાપી. ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ (૩૦ એપ્રિલ ૧૯૦૮) મુઝફ્ફરપુરના જિલ્લા ન્યાયાધીશ કિંગ્સફોર્ડની હત્યાનો પ્રયાસ પ્રયાસ કર્યો જેથે પોલીસે તપાસ શરૂ થઈ અને ઘણા ક્રાંતિકારીઓની ધરપકડ થઈ.

બાઘા જતીન જુગંતરના ટોચના નેતાઓમાંના એક હતા. હાવડા-સિબપુર કાવતરા કેસ હેઠળ, ઘણા અન્ય નેતાઓ સાથે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર રાજદ્રોહ બદ્દ્લ કામ ચલાવવામાં આવ્યું, આક્ષેપ એ હતો કે તેઓએ શાસક સામે લશ્કરની વિવિધ રેજિમેન્ટોને ભડકાવી હતી. [૫૩]

બીનોય બાસુ, બાદલ ગુપ્તા અને દિનેશ ગુપ્તા કોલકતાના ડેલહાઉઝી ચોકમાં આવેલી સચિવાલય ઈમારત - રાઈટર્સ બિલ્ડિંગ પર હુમલો કરવા માટે જાણીતા છે, તેઓ પણ જુગંતરના સભ્ય હતા. [૫૪]

અલીપોર બોમ્બ કાવતરાનો ખટલો[ફેરફાર કરો]

કોલકાતામાં બોમ્બ બનાવવાની પ્રવૃત્તિના મામલે ઓરોબિંદો ઘોષ સહિત જુગંતર પક્ષના અનેક નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. [૫૫] કેટલાક કાર્યકરોને અંદમાન સેલ્યુલર જેલમાં દેશનિકાલ કરવામાં આવ્યા હતા.

દિલ્હી-લાહોર કાંડનો ખટલો[ફેરફાર કરો]

૧૯૧૨માં લોર્ડ હાર્ડિંગની હત્યાનો પ્રયાસ.

૧૯૧૨ માં બ્રિટીશ ભારતની રાજધાની કલકત્તાથી નવી દિલ્હી સ્થાનાંતરણ થઈ તે પ્રસંગે ક્રાંતિકારીઓ દ્વારા ભારતના તત્કાલિન વાઇસરોય લોર્ડ હાર્ડિંગની હત્યા કરવાની યોજના ઘડવામાં આવી હતી. આ યોજનાને દિલ્હી-લાહોર કાવતરા તરીકે ઓળખવામાં આવે છે. સચિન સન્યાલની સાથે રાસ બિહારી બોઝની અધ્યક્ષતામાં બંગાળના ભૂગર્ભ ક્રાંતિકારીઓ આ યોજનામાં શામેલ હતા. આ યોજના હેઠળ ૨૩ ડિસેમ્બર ૧૯૧૨ ના દિવસે દીલ્હીન ચાંદની ચોકમાંથી નીકળેલા એક સરાઘસમાં વાઈસરોયની અંબાડી પર એક હાથબોમ્બ ફેંકી તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમાં વાઈસરોય તથા તેમના પત્ની મામૂલી ઈજાઓ સાથે બચી ગયા હતા જ્યારે મહાવત માર્યો ગયો હતો.

આ ઘટના પછી, બંગાળી અને પંજાબી ક્રાંતિકારીઓની ભૂગર્ભ પ્રવૃત્તિઓને નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, આથી ક્રાંતિકારીઓની પ્રવૃત્તિઓ થોડા સમય માટે તીવ્ર દબાણ હેઠળ આવી. રાશ બિહારીએ લગભગ ત્રણ વર્ષ સુધી સફળતાપૂર્વક ધરપકડથી બચતા રહ્યા અને ગદર ષડયંત્રનો પર્દાફાશ થતાં પહેલાં તેઓ તેમાં સક્રિયપણે શામેલ હતા છેવટે ૧૯૧૬માં તેઓ છટકીને જાપાન ચાલ્યા ગયા.

વાઈસરોયની હત્યાના પ્રયાસ પછીની તપાસ બાદ દિલ્હી કાવતરાના ખટલાની સુનાવણી થઈ. જોકે બોમ્બ ફેંકવાના ગુન બદ્દલ બસંત કુમાર બિશ્વાસને અને આ કાર્યમાં સહાય કર્યા બદ્દલ અમીર ચાંદ અને અવધ બિહારીને ફાંસીની સજા થઈ, પણ બોમ્બ ફેંકનાર વ્યક્તિની સાચી ઓળખ આજ દિવસ સુધી કોઈ જાણી શક્યું નથી.

હાવડા ગેંગ કેસ[ફેરફાર કરો]

શમસુલ આલમની હત્યાના મામલે બાગા જતીન ઉર્ફે જાતિન્દ્રનાથ મુખર્જી સહિત મોટાભાગના જાણીતા જુગંતર સંગઠનના નેતાઓની ૧૯૧૦માં ધરપકડ કરવામાં આવી. બાઘા જતીને સંઘની કાર્યવાહીની વિકેન્દ્રિત કરી દેધી હોવાથી ૧૯૧૧માં અન્ય સૌ નેતાને છોડી દેવામાં આવ્યા હતા. [૫૬]

ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ[ફેરફાર કરો]

ઓલ-ઈન્ડિયા મુસ્લિમ લીગની સ્થાપના ૧૯૦૬માં, ઢાકા (હાલ બાંગ્લાદેશ) ખાતે અખિલ ભારતીય મુહમ્મદન શૈક્ષણિક પરિષદ દ્વારા કરવામાં આવી હતી. બ્રિટિશ ભારતમાં મુસલમાનોના હિતોને સુરક્ષિત રાખવા એક રાજકીય પક્ષ તરીકે તેની સ્થાપના કરવામાં આવી હતી.તેણે પાકિસ્તાનની રચના પાછળ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. [૫૭]

૧૯૧૬ માં, મહમ્મદ અલી ઝીણા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા, જે ભારતની સૌથી મોટી રાજકીય સંસ્થા હતી. તે સમયેના શિક્ષણ, કાયદો, સંસ્કૃતિ અને ઉદ્યોગ પરના બ્રિટીશ પ્રભાવોને જોતા મોટાભાગના કોંગ્રેસીઓની જેમ જિન્નાએ સંપૂર્ણ સ્વરાજ્યનું સમર્થન કર્યું ન હતું. જીન્ના સાઠ સભ્યોની શાહી વિધાન પરિષદના (ઈમ્પીરીય લેજીસ્લેટીવ કાઉન્સીલ) સભ્ય બન્યા. કાઉન્સિલ પાસે કોઈ વાસ્તવિક શક્તિ અથવા અધિકાર નહોતો, અને તેમાં મોટી સંખ્યામાં અંગ્રેજો-તરફી વફાદારો અને યુરોપિયનોનો સમાવેશ થતો હતો. તેમ છતાં, કાયદેસર રીતે મુસ્લિમ વક્ફ (ધાર્મિક સમર્થન)ને લાગુ કરવાવાના અને બાળ લગ્ન સંયમ અધિનિયમ પસાર કરવામાં તેઓ નિમિત્ત હતા. તેઓ સેન્ડહર્સ્ટ સમિતિમાં સ્થાન પામ્યા હતા, જેણે દેહરાદૂનમાં ભારતીય સૈન્ય એકેડેમીની સ્થાપના કરવામાં મદદ કરી હતી. [૫૮] પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન, ઝીણા પણ અન્ય કોંગ્રેસીઓની જેમ અંગ્રેજોને યુદ્ધમાં સમર્થ આપવાના પક્ષધારી હતા

પ્રથમ વિશ્વ યુદ્ધ[ફેરફાર કરો]

પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆતમાં મુખ્ય રાજકીય પ્રવાહના નેતૃત્વએ બ્રિટનને અભૂતપૂર્વ સમર્થન આપ્યું. ભારતીમાં ક્રાંતિના પ્રારંભિક બ્રિટીશ ભયથી વિપરીત, ભારતીયોએ બ્રિટીશ યુદ્ધના પ્રયત્નોમાં માનવબળ અને અન્ય સંસાધનો પૂરા પાડવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું. લગભગ ૧૩ લાખ ભારતીય સૈનિકો અને મજૂરોએ યુરોપ, આફ્રિકા અને મધ્ય પૂર્વમાં સેવાઓ આપી હતી. ભારત સરકાર અને રજવાડાંઓ એમ બંનેએ મોટા પ્રમાણમાં ખોરાક, પૈસા અને દારૂગોળો મોકલ્યો હતો. તેમ છતાં, બંગાળ અને પંજાબમાં વસાહતી વિરોધી પ્રવૃત્તિઓ સક્રીય રહી. બંગાળમાં રાષ્ટ્રવાદ, પંજાબના અસંતોષ સાથે સંકળાવાથી સ્થાનીય વહીવટ લગભગ ઠપ્પ થઈ ગયો. તે દરમિયાન, રાષ્ટ્રવાદી બળવો ગોઠવવાની તૈયારીના અભાવને કારણે ક્રાંતિકારીઓ દ્વારા છૂટક પણ નિષ્ફળ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. [૫૯] [૬૦]

કોઈપણ ક્રાંતિકારી પ્રયત્ન ભારતની અંદર નોંધપાત્ર અસર કરી ન શક્યો. આંતરીક હિંસાની યુદ્ધના પ્રયત્નો પર વિપરીત અસર પડે તેવી સંભાવનાને કારણે ડિફેન્સ ઑફ ઇન્ડિયા એક્ટ 1915 હેઠળ અંગ્રેજો વિરોધી પ્રવૃત્તિઓ સામેના વિશેષ પગલાં લેનારા કાયદાને ભારતીય વસ્તીનો ટેકો મળ્યો. યુદ્ધકાળ દરમિયાન કોઈ મોટો વિદ્રોહ થયો ન હતો, છતાં છોટા છવાયા ક્રાંતિકારી છમકલાંથી અંગ્રેજ અધિકારીઓમાં બળવો થવાનો ભય વધતો ગયો, જેથી તેઓ ભારતીયોને પોતાને આધીન રાખવામાટે માટે ભારે બળનો ઉપયોગ કરવા લાગ્યા. [૬૧]

હિન્દુ–જર્મન કાવતરું[ફેરફાર કરો]

વિક્ટોરિયા મેમોરિયલ હૉલ, સિંગાપુર ના પ્રવેશ પર મુકેલી ૧૯૧૫ સિંગાપુર મ્યુટિનીની સ્મારક તક્તિ.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટીશ રાજ વિરુદ્ધ સમગ્ર ભારતમાં ક્રાંતિ લાવવાની યોજનાઓની શ્રેણી હતી જેને હિંદુ -જર્મન કાવતરા તરીકે ઓળખવામાં આવે છે. આ યોજનાઓ ભારતીય રાષ્ટ્રવાદી જૂથો, ભૂગર્ભમાં રહેલા ભારતીય ક્રાંતિકારીઓ અને નિર્વાસિત અથવા સ્વ-નિર્વાસિત રાષ્ટ્રવાદીઓ વચ્ચે રચાયેલી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાના દાયકામાં નિર્વાસિત અથવા સ્વ-નિર્વાસિત રાષ્ટ્રવાદીઓએ યુનાઇટેડ સ્ટેટ્સમાં, ગદર પાર્ટી અને જર્મનીમાં, ભારતીય સ્વતંત્રતા સમિતિ જેવી સંસ્થાઓ સ્થાપી હતી.[૬૨] [૬૩] [૬૪] પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆતમાં આ કાવતરું ઘડવામાં આવ્યું હતું, જેમાં સાન ફ્રાન્સિસ્કોના જર્મન વિદેશ સેવા, સાન ફ્રાન્સિસ્કોમાં જર્મન દૂતાલય, તેમજ ઑટોમન તુર્કી અને આઇરિશ રિપબ્લિકન ચળવળના ટેકેદારોએ સમર્થન આપ્યું હતું. આ કાવતરામાં આયોજિત સૌથી પ્રમુખ યોજના બ્રિટિશ ભારતીય સૈન્યમાં પંજાબથી સિંગાપોર સુધીના વિદ્રોહને વેગ આપવાનો પ્રયાસ હતો. ભારતીય ઉપખંડ પર બ્રિટીશ શાસનને ઉથલાવવાના ઉદ્દેશથી ફેબ્રુઆરી ૧૯૧૫ માં આ કાવતરું ચલાવવામાં આવ્યું. ફેબ્રુઆરીનો બળવો આખરે નિષ્ફળ ગયો હતો જ્યારે બ્રિટિશ ગુપ્તચારોએ ગદર પાર્ટીના સભ્યને ફોડી મુખ્ય વ્યક્તિઓની ધરપકડ કરી હતી. ત્યાર બાદ ભારતની અંદર નાના એકમો અને તેમની ચોકીઓ દ્વારા સંચાલોત વિદ્રોહને પણ કચડી નાખવામાં આવ્યા હતા.

આ સાથે અન્ય સંબંધિત ઘટનાઓ: ૧૯૧૫ ના સિંગાપોર વિદ્રોહ, ઍની લાર્સન હથિયાર કાવતરું, જુગંતર-જર્મન કાવતરું, કાબુલમાં જર્મન મિશન, ભારતમાં કનૉટ રેન્જર્સનો બળવો, તથા ૧૯૧૬ની બ્લેક ટોમ વિસ્ફોટ શામેલ છે. આ કાવતરામાં પ્રથમ વિશ્વ યુદ્ધના મધ્ય પૂર્વીય ક્ષેત્રમાં બ્રિટીશ ભારતીય સૈન્યને પલટાવવાના પ્રયત્નોનો પણ સમાવેશ હતો.

ગદર વિદ્રોહ[ફેરફાર કરો]

સિંગાપોરના આઉટરામ રોડ પર ૧૯૧૫ ના સિંગાપોર વિદ્રોહના સજા પામેલા સિપાહીઓને અપાતી જાહેર ફાંસી.

ગદર વિદ્રોહ એ ફેબ્રુઆરી ૧૯૧૫માં ભારતમાં બ્રિટીશ રાજને ખતમ કરવા માટે અંગ્રેજોના ભારતીય સૈન્યમાં વિદ્રોહ કરવાની યોજના હતી. યુનાઇટેડ સ્ટેટ્સમાં ગદર પાર્ટી, જર્મનીમાં બર્લિન કમિટી , બ્રિટિશ ભારતમાં ભૂગર્ભમાંની ભારતીય ક્રાંતિકારી અને જર્મન વિદેશ કચેરીએ સાન ફ્રાન્સિસ્કોમાં આવેલા જર્મન દૂતાવાસ દ્વારા પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થતાં આ યોજના ઘડી હતી. આ વિદ્રોહનું નામ ઉત્તર અમેરિકાની ગદર પાર્ટી ના નામ પરથી પડ્યું. કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સમાં પંજાબી શીખ સમુદાયના સભ્યો આ યોજનામાં સૌથી વધુ ભાગ લેનારા હતા. પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટીશ રાજ વિરુદ્ધ સંપૂર્ણ-ભારતમાં વિદ્રોહ શરૂ કરવા માટે ૧૯૧૪ અને ૧૯૧૭ ની વચ્ચે ઘડવામાં આવેલા વિશાળ પાયે આયોજિત હિંદુ-જર્મન વિદ્રોહનું આ એક મુખ્ય આયોજન હતું. [૬૨] [૬૩] [૬૪] આ વિદ્રોહ પંજાબમાં શરૂ કરવાની યોજના હતી, ત્યારબાદ બંગાળ અને બાકીના ભારતમાં બળવો થવાની યોજના હતી. સિંગાપોર સુધીના ભારતીય એકમોની આ વિદ્રોહમાં ભાગ લેવાની યોજના હતી. સમન્વયિત ગુપ્તચર માહિતી અને પોલીસ દ્વારા લેવાયેલા તાત્કાલિત પગલા દ્વારા આ યોજનાઓને નિષ્ફળ કરવામાં આવી હતી. અંગ્રેજ ગુપ્તચરો કેનેડા અને ભારતમાં ગદરની ચળવળમાં ઘુસણખોરી કરી હતી, અને જાસૂસોએ આપેલી માહિતી, પંજાબમાં નિયોજિત વિદ્રોહને શરૂ થવા પહેલાં કચડી નાખવામાં મદદ કરતી હતી. ત્યારબાદ વિદ્રોહના મુખ્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી અને ભારતની અંદરના વિદ્રોહના નાના કેન્દ્રોને પણ કચડી નાખવામાં આવ્યા હતા.

બળવો થવાની વિશેની ગુપ્ત માહિતીના પગલે ભારતમાં ઘણા યુદ્ધ કાલીન અધ્યાદેશ લાગુ પાડવામાં આવ્યા જેમકે ભારતમાં પ્રવેશ સંબંધી અધ્યાદેશ ૧૯૧૪ (ઇન્ગ્રેસ ઇન ટુ ઇંડિયા ઓર્ડિનેન્સ,૧૯૧૪), વિદેશીઓનો કાયદો ૧૯૧૪ (ફોરેનર્સ એક્ટ), અને ભારતીય સંરક્ષણ અધિનિયમ (ડિફેન્સ ઍક્ટ ઑફ ઇન્ડિયા, ૧૯૧૫) વગેરે. આ ઘટના પછી લાહોર કાવતરાની સુનવણી અને બનારસ કાવતરું સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં ઘણાં ભારતીય ક્રાંતિકારીઓને મૃત્યુદંડની સજા અને દેશનિકાલની સજા કરવામાં આવી હતી. યુદ્ધના અંત પછી, બીજા ગદર બળવાની ડરને કારણે રોલેટ કાયદાઓ અમલમાં મુકાયો અને પરિણામે જલીયાંવાલા બાગ હત્યાકાંડ પણ થયો.

પહેલો નાતાલ દિવસ અને બીજા નાતાલના દિવસનું કાવતરું[ફેરફાર કરો]

અંતિમ યુદ્ધ પછી બાઘા જતીન , બાલાસોર, ૧૯૧૫.

ઈ.સ. ૧૯૦૯માં ભારતીય ક્રાંતિકારીકારીઓએ વર્ષાંતની ઉજવણીના સમયમાં એક વિદ્રોહની યોજના કરી આ વિદ્રોહ ક્રિસમસ ડે પ્લોટ તરીકે ઓળખાય છે. વર્ષના અંતની રજાઓ દરમિયાન, બંગાળના રાજ્યપાલે તેમના નિવાસ સ્થાને વાઈસરૉય, ચીફ કમાન્ડર-ઇન-ચીફ અને કલકત્તાના તમામ ઉચ્ચ અધિકારીઓના માનમાં એક સમારંભ (બૉલ) ગોઠવ્યો હતો. તેની સુરક્ષની જવાબદારી ૧૦ મી જાટ રેજિમેન્ટને સોંપવામાં આવી હતી. જતીન્દ્રનાથ મુખર્જીની પ્રેરણાથી, ક્રાંતિકારીઓએ સમારંભ કક્ષને (બૉલરૂમને) ઉડાવી અને વસાહતી સરકારને નષ્ટ કરવાનો નિર્ણય કર્યો. ૬ ફેબ્રુઆરી ૧૯૧૦ના દિવસે, રશિયન કોન્સ્યુલ-જનરલ અને લોકમાન્ય ટિળકના મિત્ર, એમ. આર્સેનેવે, સેન્ટ પીટર્સબર્ગને પત્ર લખ્યો હતો કે આનો ઉદ્દેશ દેશમાં મસ્તિષ્કોની વ્યગ્રતાને જાગૃત કરી, ક્રાંતિકારીઓને સત્તા તેમના હાથમાં લેવાની તક આપવાનો છે." [૬૫] આર. સી. મજુમદારના જણાવ્યા મુજબ, "પોલીસને કંઇ પણ શંકા નહતી અને એ કહેવું મુશ્કેલ છે કે જો ક્રાંતિકારીઓને તેમના સાથીઓએ દગો આપી સંભવિત બળવા વિશે અધિકારીઓને જાણ ન કરી હોત તો પરિણામ શું હોત એ કહેવું મુશ્કેલ છે." [૬૬]

ક્રિસમસ ડેનું બીજું કાવતરું જર્મન શસ્ત્રો અને સમર્થન સાથે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બંગાળમાં બળવો શરૂ કરવાનો હતો. આ યોજના હેઠળ ૧૯૧૫ના ક્રિસમસ ડેના દિવસે બંગાળી ભારતીય ક્રાંતિકારી જતીન્દ્રનાથ મુખર્જીના નેતૃત્વ હેઠળના જુગાંતર જૂથ દ્વારા આ યોજનાની કલ્પના કરવામાં આવી હતી. તેનું નેતૃત્વ ગદર પાર્ટીના નિર્દેશનમાં બર્મા અને સિયામના રાજ્યની અંગ્રેજ વિરોધી ક્રાંતિની સંકલન કરી કરવામાં આવ્યો હતો. તેમાં દક્ષિણ ભારતીય શહેર મદ્રાસ અને અંગ્રેજોની સજા આપવા માટે ઊભી કરેલી વસાહત આંદામાન ટાપુમાં પર જર્મન હુમલો કરવાની યોજના હતી. કાવતરા હેઠળ ફોર્ટ વિલિયમને કબજે કરવાનો, બંગાળને અલગ કરવાનો અને રાજધાની કલકત્તા પર કબજો કરી અખિલ ભારતીય ક્રાંતિ માટે તેનો મંચ તરીકે ઉપયોગ કરવાનો હતો. આ યોજનાના અમલમાં બર્લિનમાંનીભૂગર્ભમાં ભારતીય રાષ્ટ્રવાદી કાર્યકર્તઓ દ્વારા સ્થપાયેલી "ભારતીય સ્વતંત્રતા સમિતિ", ઉત્તર અમેરિકાની "ગદર પાર્ટી" અને જર્મન વિદેશ કાર્યાલય શામેલ હતા. [૬૭] બ્રિટિશ ગુપ્તચરોએ યુરોપ અને દક્ષિણપૂર્વ એશિયામાં જર્મન અને ભારતીય ડબલ એજન્ટો દ્વારા કાવતરાનો પર્દાફાશ કર્યાથી છેવટે આ કાવતરું નિષ્ફળ ગયું.

નીદરમેયર–હેન્ટીન્ગ અભિયાન[ફેરફાર કરો]

ચિત્ર:Indian,German and Turkish delegates of Niedermayer Mission.jpg
મહેન્દ્રપ્રતાપ (મધ્ય), ભારતની કામચલાઉ સરકારના પ્રમુખ, ૧૯૧૫ કાબુલમાં અભિયાનના જર્મન અને તુર્કી પ્રતિનિધિઓ સાથે. જમણે વેર્નર ઑટ્ટો વોન હેન્ટીન્ગ

નીદરમેયર–હેન્ટીન્ગ અભિયાન એ ૧૯૧૫-૧૯૧૬ ભારતની કેન્દ્રીય સત્તાઓ દ્વારા અફઘાનીસ્તાનમાં મોકલવામાં આવેલું એક રાજદ્વારી મિશન હતું. આ ભિયાનનો હેતુ અફઘાનિસ્તાનને બ્રિટિશ સામ્રાજ્યથી સંપૂર્ણ સ્વતંત્રતા જાહેર કરવા, કેન્દ્રીય સત્તાઓની સાથે વિશ્વ યુદ્ધમાં પ્રવેશ કરવા અને બ્રિટિશ ભારત પર હુમલો કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. આ અભિયાન હિંદુ-જર્મન ષડયંત્રનો એક ભાગ હતી જેની હેઠળ ભારતમાં રાષ્ટ્રવાદી ક્રાંતિને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ અભિયાનનું નેતૃત્વ દેશવટો ભોગવી રહેલા રાજા મહેન્દ્ર પ્રતાપે કર્યું હતું. આ અભિયાન જર્મની અને તુર્કી દ્વારા હાથ ધરાયે એક સહકારી અભિયાન હતું અને જર્મન લશ્કરી અધિકારી ઓસ્કર નીદરમેયર અને વેર્નર ઓટ્ટો વોન હેન્ટીન્ગ તેના નેતા હતા. આ સિવાય બર્લિન કમિટી નામના ભારતીય રાષ્ટ્રવાદી સંગઠનના સભ્યો - મૌલવી બરકતુલ્લાહ અને છંપકરમણન પિલ્લૈ અન્ય ભાગ લેનાર સભ્યો હતા. તે સિવા એન્વર પાશાના વિશ્વસ્ત કાઝીમ બેય તુર્કી તરફના પ્રતિનિધિ હતા. બ્રિટને આ અભિયાનને ગંભીર જોખમ તરીકે જોયું. બ્રિટન અને તેના સાથી રશિયન સામ્રાજ્યે ૧૯૧૫ના ઉનાળા દરમિયાન પર્શિયામાં આ અભિયાનને અટકાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. બ્રિટને અફઘાનો તટસ્થતા જાળવે તે માટે ગુપ્તચરી અને રાજદ્વારી ચક્રો ચલાવ્યા જેમાં ભારતના વાઈસરૉય - ચાર્લ્સ હાર્ડિન્જ, લૉર્ડ હાર્ડિન્જ અને કિંગ જ્યોર્જ પંચમ નીજી સ્તરે પ્રયત્નો કર્યા.

અમીર હબીબુલ્લાહ ખાનની આગેવાની હેઠળના અફઘાનિસ્તાનને જર્મન અને તુર્કીના યુદ્ધ પ્રયાસો સાથે જોડવાના અભિયાનના મુખ્ય કાર્યમાં આ મિશન નિષ્ફળ ગયું, પરંતુ તેણે અન્ય મોટી ઘટનાઓને પ્રભાવિત કરી. અફઘાનિસ્તાનમાં, આ અભિયાને સુધારાને વેગ આપ્યો અને રાજકીય અશાંતિ ઊભી કરી જેને પરિણામે ૧૯૧૯માં અમીરની હત્યા કરવામાં આવી અને તેને પરિણામે ત્રીજું અફઘાન યુદ્ધ થયું. આ અભિયાને એશિયામાં સમાજવાદી ક્રાંતિનો પ્રચાર કરવા માટે ચલાવાયેલા બોલશેવિક રશિયાના કાલ્મીક પ્રોજેક્ટને પ્રભાવિત કર્યો, જેનું એક ધ્યેય બ્રિટિશ રાજને ઉથલાવી દેવાનો હતું. અન્ય પરિણામોમાં જર્મની અને બોલ્શેવિઝમથી પ્રભાવિત ભારતીય સ્વતંત્રતા માટે ક્રાંતિકારી ચળવળની તપાસ કરવા માટે રોલેટ સમિતિની રચના અને વિશ્વ યુદ્ધ પછી તરત જ ભારતીય સ્વતંત્રતા ચળવળ પ્રત્યે બ્રિટિશ રાજના અભિગમમાં ફેરફારનો સમાવેશ થાય છે.

યુદ્ધનો ભારતીય રાષ્ટ્રવાદ પર પ્રતિભાવ[ફેરફાર કરો]

પ્રથમ વિશ્વયુદ્ધ પછી, ઉંચી જાનહાનિ, ભારે કરવેરા થકી વધતો જતો ફુગાવો, વ્યાપક ઈન્ફલ્યુએન્ઝાનો રોગચાળો અને યુદ્ધ દરમિયાન વેપારમાં વિક્ષેપને કારણે ભારતમાં લોકોની અગવડો વધી.

યુદ્ધ પહેલાની રાષ્ટ્રવાદી ચળવળે કોંગ્રેસના મધ્યમ અને ઉગ્રવાદી જૂથોને પુનર્જીવિત કર્યા, તેઓ તેમના મતભેદોને ભૂલી ગયા અને એક મોરચા તરીકે ઊભા રહ્યા. તેમણે દલીલ કરી કે યુદ્ધ દરમિયાન બ્રિટિશ સામ્રાજ્ય માટે ભારતની પ્રચંડ સેવાઓને બદલે તેને સ્વરાજ્ય માટેની પોતાની ક્ષમતા દર્શાવવાનો મોકો પુરસ્કાર રૂપે મળવો જોઈએ. 1916 માં, કોંગ્રેસ અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગ વચ્ચે લખનઉ કરાર નામે એક હંગામી કરાર થયો જે હેઠળ આ પ્રદેશમાં ઇસ્લામના ભાવિ અને સ્થાનાંતરણના મુદ્દાઓ કામચલાઉ જોડાણ બનાવવામાં સફળતા મળી.[૬૮]


વહીવટી સુધારા[ફેરફાર કરો]

યુદ્ધ દરમિયાન ભારતના સમર્થનને બીરદાવવા અને નવી રાષ્ટ્રવાદી માંગણીઓના પ્રતિભાવમાં અંગ્રેજોએ "લાકડી પર લટાકેવા ગાજર"ની નીતિ અપનાવી. ઓગસ્ટ ૧૯૧૭માં, ભારતના રાજ્ય સચિવ, એડવિન સેમ્યુઅલ મોન્ટાગુએ સંસદમાં એક ઐતિહાસિક જાહેરાત કરી કે અંગ્રેજોની નીતિનો ઉદ્દેશ આ મુજબ છે: "વહીવટની દરેક શાખામાં ભારતીયોના સહભાગમાં વધારો અને બ્રિટિશ સામ્રાજ્યના અભિન્ન અંગ તરીકે ભારતમાં જવાબદાર સરકારની પ્રગતિશીલતા દૃષ્ટિકોણ સાથે સ્વ-સંચાલિત સંસ્થાઓમનો ક્રમબદ્ધ વિકાસ." આ સૂચિત ઉદ્દેશ્યો મેળવવા લીધેલા પગલાંઓને સરકારે પાછળથી ભારત સરકાર અધિનિયમ, 1919 માં સમાવિષ્ટ કર્યો હતો, તે હેઠળ વહીવટમાં દ્વિ-સ્તરીય અથવા દ્વિ-રાજ પદ્ધતિનો સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં ચૂંટાયેલા ભારતીય ધારાસભ્યો અને નિયુક્ત બ્રિટિશ અધિકારીઓ બંનેને સત્તા મળી. આ અધિનિયમનો કેન્દ્રીય અને પ્રાંતીય ધારાસભાઓમાં પણ વિસ્તાર કરવામાં આવ્યો આથી તેના મતાધિકાર ક્ષેત્રમાં નોંધપાત્ર વધારો થયો. આ દ્વીરાજ પદ્ધતિથી પ્રાંતીય સ્તરે વાસ્તવિક ફેરફારો શરૂ કર્યા: ઘણાં બિન-વિવાદાસ્પદ ખાતાઓ, જેમ કે કૃષિ, સ્થાનિક સરકાર, આરોગ્ય, શિક્ષણ અને જાહેર બાંધકામ વતેરે ભારતીયોને આપવામાં આવ્યા, જ્યારે સંવેદનશીલ બાબતો જેમ કે નાણાં, કરવેરા અને કાયદો અને વ્યવસ્થા જેવા ખાતાઓ પ્રાંતીય અંગ્રેજ વહીવટકર્તાઓ દ્વારા જાળવી રાખવામાં આવ્યા હતા.[૬૯]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. "Timeline of India's Independence and Democracy: From 1857 to 1947". Pacific Atrocities Education (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-01-16 પર સંગ્રહિત. મેળવેલ 2020-05-18. CS1 maint: discouraged parameter (link)
 2. Dasgupta, Prateek (4 August 2019). "Partition Of Bengal (1905) Shaped Indian Freedom Movement". Sirf News (અંગ્રેજીમાં). મૂળ માંથી 27 નવેમ્બર 2020 પર સંગ્રહિત. મેળવેલ 18 May 2020. CS1 maint: discouraged parameter (link)
 3. ૩.૦ ૩.૧ Bipan Chandra; Mridula Mukherjee; Aditya Mukherjee; K N Panikkar; Sucheta Mahajan (9 August 2016). India's Struggle for Independence. Penguin Random House India Private Limited. ISBN 978-81-8475-183-3.
 4. Jammanna, Akepogu; Sudhakar, Pasala (14 December 2016). Dalits' Struggle for Social Justice in Andhra Pradesh (1956-2008): From Relays to Vacuum Tubes (અંગ્રેજીમાં). Cambridge Scholars Publishing. ISBN 978-1-4438-4496-3.
 5. Zakaria, Anam. "Remembering the war of 1971 in East Pakistan". Al Jazeera. મેળવેલ 2020-05-18.
 6. "Vasco da Gama reaches India". History.com (અંગ્રેજીમાં). મેળવેલ 2020-05-18. CS1 maint: discouraged parameter (link)
 7. Heehs 1998
 8. Heehs 1998
 9. Heehs 1998
 10. "Sikh Wars | Indian history". Encyclopædia Britannica (અંગ્રેજીમાં). મેળવેલ 2020-05-18. CS1 maint: discouraged parameter (link)
 11. Dec 24, TNN /; 2012; Ist, 03:43. "P Chidambaram releases documentary film on Alagumuthu Kone | Madurai News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-10-01. CS1 maint: discouraged parameter (link) CS1 maint: numeric names: authors list (link)
 12. Sivarajah, Padmini. "Section 144 to be imposed in Tuticorin district on freedom fighter's memorial day". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-10-01.
 13. "Tributes paid to Alagumuthu Kone". The Hindu (અંગ્રેજીમાં). 12 July 2015. ISSN 0971-751X. મેળવેલ 1 October 2020.
 14. Khan, Muazzam Hussain. "Titu Mir". Banglapedia. Bangladesh Asiatic Society. Retrieved 4 March 2014.
 15. "Remembering Queen Velu Nachiyar of Sivagangai, the first queen to fight the British". The News Minute. 3 January 2017.
 16. "Velu Nachiyar, Jhansi Rani of Tamil Nadu". The Times of India. 17 March 2016.
 17. "Legends from South". મૂળ માંથી 4 September 2012 પર સંગ્રહિત. CS1 maint: discouraged parameter (link)
 18. Yang, Anand A. (November 2007). "Bandits and Kings: Moral Authority and Resistance in Early Colonial India". The Journal of Asian Studies. 66 (4): 881–896. doi:10.1017/s0021911807001234. JSTOR 20203235.
 19. K. Guru Rajesh (2015). Sarfarosh: A Naadi Exposition of the Lives of Indian Revolutionaries. Notion Press. પૃષ્ઠ 65. ISBN 978-93-5206-173-0.
 20. "Chinnamalai, a lesser-known freedom fighter of Kongu soil". The Hindu. 2 August 2008. મૂળ માંથી 14 સપ્ટેમ્બર 2008 પર સંગ્રહિત. મેળવેલ 12 ફેબ્રુઆરી 2021.
 21. Ram Govardhan (2001). Rough with the Smooth. Leadstart publishing. પૃષ્ઠ 212. ISBN 9789381115619.
 22. Rout, Hemant Kumar (2012). "Villages fight over martyr's death place". The New Indian Express. મૂળ માંથી 6 મે 2014 પર સંગ્રહિત. મેળવેલ 7 February 2013. historians claim he is actually the first martyr in the country's freedom movement because none was killed by the Britishers before 1806
 23. "15 August Images". 15august2017speech.in/. 2012. મૂળ માંથી 5 February 2017 પર સંગ્રહિત. મેળવેલ 7 February 2013. was assassinated by the British government in a brutal manner on December 6, 1806 CS1 maint: discouraged parameter (link)
 24. Mohanty, N.R. (August 2008). "The Oriya Paika Rebellion of 1817" (PDF). Orissa Review: 1–3. મૂળ (PDF) માંથી 11 November 2013 પર સંગ્રહિત. મેળવેલ 13 February 2013.
 25. Paikaray, Braja (February–March 2008). "Khurda Paik Rebellion – The First Independence War of India" (PDF). Orissa Review: 45–50. મૂળ (PDF) માંથી 22 April 2014 પર સંગ્રહિત. મેળવેલ 13 February 2013.
 26. "Paik Rebellion". Khordha. National Informatics Centre. મેળવેલ 14 August 2018. CS1 maint: discouraged parameter (link)
 27. Chandra et al. 1989
 28. Chandra et al. 1989
 29. "The Uprising of 1857". Library of Congress. મેળવેલ 10 November 2009. CS1 maint: discouraged parameter (link)
 30. Chandra et al. 1989
 31. David 2002
 32. Chandra et al. 1989
 33. Chandra et al. 1989
 34. Chandra et al. 1989
 35. Heehs 1998
 36. "Official, India". World Digital Library. 1890–1923. મેળવેલ 30 May 2013. CS1 maint: discouraged parameter (link)
 37. Heehs 1998
 38. Heehs 1998
 39. Robert P. O'Kell (2014). Disraeli: The Romance of Politics. U of Toronto Press. પૃષ્ઠ 443–44. ISBN 9781442661042.
 40. ૪૦.૦ ૪૦.૧ ૪૦.૨ Marshall, P. J. (2001), The Cambridge Illustrated History of the British Empire, Cambridge University Press, p. 179, ISBN 978-0-521-00254-7, https://books.google.com/books?id=S2EXN8JTwAEC&pg=PAPA179  Quote: "The first modern nationalist movement to arise in the non-European empire, and one that became an inspiration for many others, was the Indian Congress."
 41. Wolpert, Stanley (1988). "The Indian National Congress in Nationalist Perspective". માં Sisson, Richard; Wolpert, Stanley (સંપાદકો). Congress and Indian Nationalism: The Pre-independence Phase. University of California Press. પૃષ્ઠ 24. ISBN 978-0-520-06041-8. For the most part, however, Muslim India remained either aloof from or distrustful of the Congress and its demands.
 42. R, B.S.; Bakshi, S.R. (1990). Bal Gangadhar Tilak: Struggle for Swaraj. Anmol Publications Pvt. Ltd. ISBN 978-81-7041-262-5. મેળવેલ 6 January 2017.
 43. Ramnath, Maia (2011). Haj to Utopia: How the Ghadar Movement Charted Global Radicalism and Attempted to Overthrow the British Empire. University of California Press. પૃષ્ઠ 227. ISBN 978-0-520-26955-2.
 44. Latif, Asad (2008). India in the Making of Singapore. Singapore: Institute of Southeast Asian Studies. પૃષ્ઠ 34. ISBN 9789810815394.
 45. Thomas, Abraham Vazhayil (1974). Christians in Secular India (અંગ્રેજીમાં). Fairleigh Dickinson Univ Press. પૃષ્ઠ 106–110. ISBN 978-0-8386-1021-3.
 46. Oddie, Geoffrey A. (2001). "Indian Christians and National Identity 1870-1947". The Journal of Religious History. 25 (3): 357, 361. doi:10.1111/1467-9809.00138.
 47. Blocker, Jack S.; Fahey, David M.; Tyrrell, Ian R. (2003). Alcohol and Temperance in Modern History: An International Encyclopedia (અંગ્રેજીમાં). ABC-CLIO. પૃષ્ઠ 310. ISBN 9781576078334.
 48. Fischer-Tiné & Tschurenev 2014
 49. Nanda, B. R. (2015), Gokhale: The Indian Moderates and the British Raj, Legacy Series, Princeton University Press, p. 58, ISBN 978-1-4008-7049-3, https://books.google.com/books?id=pI19BgAAQBAJ&pg=PA58 
 50. ૫૦.૦ ૫૦.૧ Guha, Arun Chandra (1971). First Spark of Revolution. Orient Longman. પૃષ્ઠ 130–131. OCLC 254043308. They [Khudiram Basu and Prafulla Chaki] threw a bomb on a coach similar to that of Kingsford's ... Khudiram ... was sentenced to death and hanged.
 51. John R. McLane, "The Decision to Partition Bengal in 1905" Indian Economic and Social History Review, July 1965, 2#3, pp 221–237
 52. Patel 2008
 53. The major charge... during the trial (1910–1911) was "conspiracy to wage war against the King-Emperor" and "tampering with the loyalty of the Indian soldiers" (mainly with the 10th Jats Regiment) (cf: Sedition Committee Report, 1918)
 54. Basu, Raj Sekhar (2012). "Basu, Benoy Krishna". માં Islam, Sirajul; Jamal, Ahmed A. (સંપાદકો). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second આવૃત્તિ). Asiatic Society of Bangladesh.
 55. Heehs 2008
 56. Samanta, Vol. II, "Nixon's Report", p. 591.
 57. Jalal 1994
 58. Official website, Government of Pakistan. "The Statesman: Jinnah's differences with the Congress". મૂળ માંથી 27 January 2006 પર સંગ્રહિત. મેળવેલ 20 April 2006. CS1 maint: discouraged parameter (link)
 59. Gupta 1997
 60. Popplewell 1995
 61. Lawrence James, Raj: The Making and Unmaking of British India (2000) pp 439–518
 62. ૬૨.૦ ૬૨.૧ Plowman 2003
 63. ૬૩.૦ ૬૩.૧ Hoover 1985
 64. ૬૪.૦ ૬૪.૧ Brown 1948
 65. Mukherjee 2010
 66. Majumdar 1975
 67. Hopkirk 1994
 68. Wilkinson, Steven Ian (September–October 2000), "India, Consociational Theory, and Ethnic Violence", Asian Survey 40 (5): 767–791, doi:10.2307/3021176 
 69. જેમ્સ, રાજ: ધ મેકિંગ એન્ડ અનમેકિંગ ઓફ બ્રિટિશ ઇન્ડિયા (2000) pp 459–60, 519–20