પ્રફુલ્લ ચાકી
પ્રફુલ્લ ચાકી | |
---|---|
જન્મ | ૧૮૮૮ Bogura District |
મૃત્યુ | ૧૯૦૮ Bengal Presidency |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | ક્રાંતિકારી |
ક્રાંતિકારી પ્રફુલ્લ ચાકી (બાંગ્લા: প্রফুল্ল চাকী) (૧૦ ડિસેમ્બર ૧૮૮૮ - ૧ મે ૧૯૦૮)નું નામ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં અત્યંત સન્માનપૂર્વક લેવામાં આવે છે. તેમનો જન્મ ઉત્તર બંગાળમાં આવેલા બોગરા ગામ (હાલમાં આ ગામ બાંગ્લાદેશમાં આવેલું છે.) ખાતે થયો હતો. જ્યારે તેમની ઉંમર બે વર્ષની હતી ત્યારે એમના પિતાજીનું નિધન થયું હતું. એમની માતાએ અત્યંત કઠિનાઈઓ પાર કરી એમનું પાલન પોષણ કર્યું હતું. વિદ્યાર્થી જીવન વેળાએ જ એમનો પરિચય સ્વામી મહેશ્વરાનંદ દ્વારા સ્થાપિત ગુપ્ત ક્રાંતિકારી સંગઠન સાથે થયો હતો. પ્રફુલ્લ ચાકીએ સ્વામી વિવેકાનંદના સાહિત્યનો અભ્યાસ કર્યો અને તેઓ એનાથી અત્યંત પ્રભાવિત થયા હતા. અનેક ક્રાંતિકારીઓના વિચારોનું પણ પ્રફુલ્લજીએ અધ્યયન કર્યું, જેના કારણે એમની અંદર દેશને સ્વતંત્ર કરાવવા માટેની ભાવના બળવત્તર થતી ગઈ. બંગાળ વિભાજનના સમય વેળા અનેક લોકો એના વિરોધમાં ઊભા રહ્યા. અનેક વિદ્યાર્થીઓએ પણ આ આંદોલનમાં જોર-શોરથી ભાગ લીધો હતો. પ્રફુલ્લજીએ પણ આ આંદોલનમાં ભાગ લીધો હતો. તેઓ આ સમય દરમિયાન રંગપુર જિલ્લા શાળામાં નવમા ધોરણમાં અભ્યાસ કરતા હતા. પ્રફુલ્લજીને આંદોલનમાં ભાગ લેવાને કારણે એમના વિદ્યાલયમાંથી કાઢી મુકવામાં આવ્યા. ત્યારબાદ પ્રફુલ્લજીનો સંપર્ક ક્રાંતિકારીઓના યુગાંતર પાર્ટી નામના સંગઠન સાથે થયો હતો.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- વિદ્યાર્થી આંદોલનની ઉપજ : પ્રફુલ્લ ચાકી[હંમેશ માટે મૃત કડી] (હિંદી ભાષામાં)
- પ્રફુલ્લ ચાકી (હિંદી ભાષામાં)
- પ્રફુલ્લચંદ્ર ચાકી (હિંદી ભાષામાં)
- સળગી ઊઠયું બંગાળ સંગ્રહિત ૨૦૦૬-૧૧-૦૭ ના રોજ વેબેક મશિન (હિંદી ભાષામાં)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |