લખાણ પર જાઓ

રમેશચંદ્ર મજુમદાર

વિકિપીડિયામાંથી
રમેશચંદ્ર મજુમદાર
ઉપકુલપતિ, ઢાકા વિશ્વવિદ્યાલય
પદ પર
૧ જાન્યુઆરી ૧૯૩૭ – ૩૦ જૂન ૧૯૪૨
પુરોગામીએ.એફ.રહેમાન
અનુગામીમહમ્મદ હસન
અંગત વિગતો
જન્મ૪ ડિસેમ્બર ૧૮૮૪
ખંડપારા, ફરીદાપુર જિલ્લો, બંગાળ પ્રાંત, બ્રિટીશ ભારત
મૃત્યુ૧૧ ફેબ્રુઆરી ૧૯૮૦
કલકત્તા, પશ્ચિમ બંગાળ, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
માતૃ શિક્ષણસંસ્થાકલકત્તા વિશ્વવિદ્યાલય

પ્રો. રમેશચંદ્ર સી. મજમુદાર (૪ ડિસેમ્બર, ૧૮૮૮-૧૧ ફેબ્રુઆરી, ૧૯૮૦) ભારતના પ્રસિદ્ધ ઇતિહાસવિદ્‌ હતા. તેઓ આર. સી. મજમુદારના નામે વધુ પ્રખ્યાત હતા. એમને ભારતના ડીન ઑફ ઈન્ડિયન હિસ્ટોરિયન્સ તરીકેનું બિરુદ મળ્યું હતું[૧][૨][૩].

ડો. આર. સી. મજમુદારનો જન્મ ૪ ડિસેમ્બર, ૧૮૮૮ના દિવસે હાલમાં બાંગ્લાદેશમાં આવેલા ફરીદાપુર જિલ્લાના ખંડપારા નામના ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ હલધર મજમુદાર તેમ જ માતાનું નામ વિદુમુખી હતું. એમનું બાળપણ ગરીબી અને કઠીન પરિસ્થિતિઓમાં વીત્યું હતું. તેઓ જ્યાં રહેતા હતા ત્યાં અવારનવાર રેલ-સંકટનો સામનો કરવો પડતો. એમના ઘરમાં પૂરનાં પાણી ભરાઈ જતાં. ગામમાં શાળા ન હોવાને કારણે નદી પાર કરી શાળાનો અભ્યાસ કર્યો હતો. આવી વિષમ પરિસ્થિતિઓ વચ્ચે એમણે ઉચ્ચ અભ્યાસ કરી કલકત્તા યુનિવર્સિટી ખાતેથી પ્રથમ નંબરે આવી સ્નાતકની પદવી મેળવી હતી.

અભ્યાસ પૂર્ણ કરી તેઓ શિક્ષક તરીકે નોકરી કરવા લાગ્યા હતા. આ સાથે એમણે સંશોધનના ક્ષેત્રમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરી ડોક્ટરેટની પદવી મેળવી હતી. ઈ. સ. ૧૯૨૧ના વર્ષમાં ઢાકા યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી ત્યારે ડો. રમેશચંદ્ર મજમુદાર અહીના પ્રથમ અધ્યાપક બન્યા હતા. ત્યારબાદ તેઓ આ જ યુનિવર્સિટીના ઉપકુલપતિ પણ બન્યા હતા. એમણે ભારતીય ઇતિહાસને સુગઠિત કરી એને પુસ્તક સ્વરુપે પ્રકાશીત કરવામાં નોંધપાત્ર યોગદાન કર્યું હતું. એમણે ૧૫ (પંદર)થી પણ વધારે પુસ્તકો પ્રકાશિત કર્યાં હતાં.

તેઓ ૯૫ વર્ષની ઉંમરે ૧૧ ફેબ્રુઆરી, ૧૯૮૦ના દિવસે કોલકાતા ખાતે અવસાન પામ્યા હતા.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Shobhan Saxena, TNN 17 Oct 2010, 01.30am IST (17 October 2010). "Why is our past an area of darkness? - Times Of India". Articles.timesofindia.indiatimes.com. મૂળ માંથી 23 સપ્ટેમ્બર 2012 પર સંગ્રહિત. મેળવેલ 15 December 2012.CS1 maint: multiple names: authors list (link)
  2. Role of Kalinga in the Process of Ancient Indian Colonization in South-East Asia orissa.gov.in. Retrieved 17 November 2013
  3. "The Sunday Tribune - Books". Tribuneindia.com. મેળવેલ 15 December 2012.