ગોપાલ કૃષ્ણ ગોખલે

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ગોપાલ કૃષ્ણ ગોખલે
GKGokhale.jpg
જન્મ (1866-05-09)9 મે 1866
કોથલુક, રત્નાગિરી જિલ્લો, મુંબઈ પ્રેસિડેન્સી, બ્રિટિશ ભારત
મૃત્યુ 19 ફેબ્રુઆરી 1915(1915-02-19) (48ની વયે)
મુંબઈ,
સંસ્થા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ડેક્કન શિક્ષણ સંઘ
ચળવળ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ

ગોપાલ કૃષ્ણ ગોખલે, (CIE) (મરાઠી: गोपाळ कृष्ण गोखले; Hindi: गोपाल कृष्ण गोखले) About this sound ઉચ્ચાર  (૯ મે, ૧૮૬૬ – ૧૯ ફેબ્રુઆરી, ૧૯૧૫) સ્વાતંત્ર્યતા સેનાની હતા જેમણે બ્રિટિશ રાજ સામેના ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં નેતૃત્વ કરેલું. ગોખલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને ‘સર્વન્ટ્સ ઓફ ઈન્ડિયન સોસાયટી’નાં સ્થાપક હતા. તેઓએ સમાજ સુધારાનું પણ કાર્ય કરેલું. તેઓ અહિંસા અને સરકારી સંસ્થાઓમાં સુધારાઓ એવા બે સિધ્ધાંતો દ્વારા સ્વતંત્રતા અને સમાજ સુધારનાં ધ્યેયને પ્રાપ્ત કરવાના મતના હતા.