મે ૯
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૯ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૨૯મો (લિપ વર્ષ દરમ્યાન ૧૩૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૩૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૫૦૨ – કોલંબસે,નવી દુનિયા (અમેરિકા)ની, તેની ચોથી અને અંતિમ યાત્રા માટે સ્પેન છોડ્યું.
- ૧૮૭૪ – મુંબઇ શહેરમાં,પ્રથમ ઘોડા ચાલિત બસે (ટ્રામ !) પ્રવેશ કર્યો, તે બે માર્ગો પર શરૂ કરાઇ.
- ૧૯૦૪ – વરાળ ચાલિત રેલ્વે એન્જીન 'સિટી ઓફ ટ્રુરો' (City of Truro),૧૦૦ માઇલ/કલાકની ઝડપે દોડનાર પ્રથમ વરાળ એન્જીન બન્યું.
- ૧૯૨૩- દક્ષિણ મિશિગન ખાતે વિક્રમજનક ૬ ઇંચ બરફ પડ્યો, જેના કારણે ૧ થી ૬ વાગ્યા સુધીમાં તાપમાનમાં ૬૨ થી ૩૪ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો.
- ૨૦૧૦-
- રશિયાના સાઇબેરિયા સ્થિત કોયલા ખાણમાં થયેલા બે વિસ્ફોટોમાં ૧૨ વ્યક્તિઓનાં મોત થયાં અને ૪૧થી અધિક ઘાયલ થયા.
- પાકિસ્તાનના સિંધ પ્રાંતની સરકારને સિંધ કોર્ટ અને સુપ્રીમ કોર્ટની જેલ સુધાર સમિતિની બેઠક પછી જેલમાં બંધ ૫ સાલથી વધુ સમય જેલમાં ગુજારી ચુકેલા કેદીઓને દર ત્રણ મહીના બાદ પત્ની સાથે એક રાત રહેવાની અનુમતિ આપવાનો ફેંસલો સુણાવ્યો.
- ભારત દેશની વંદના શિવાને વિકાસશીલ દેશોમાં મહિલા સશક્તિકરણ અને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં સહયોગ આપવા માટે વર્ષ ૨૦૧૦ સિડની શાંતિ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા. એમને ચાર નવેમ્બરના દિવસે સિડની ઓપેરા હાઉસ ખાતે આ પુરસ્કાર પ્રદાન કરવામાં આવશે.
જન્મ[ફેરફાર કરો]
- ૧૫૪૦ - મહારાણા પ્રતાપ (અ. જાન્યુઆરી ૨૯, ૧૫૯૭) [૧]
- ૧૮૬૬ – ગોપાલ કૃષ્ણ ગોખલે (Gopal Krishna Gokhale), સ્વાતંત્ર્ય સેનાની (અ. ૧૯૧૫)
અવસાન[ફેરફાર કરો]
- ૧૯૮૬ – તેનસિંગ નોર્ગે (Tenzing Norgay), માઉન્ટ એવરેસ્ટ પર પ્રથમ સફળ આરોહણ કરનાર શેરપા.(જ. ૧૯૧૪)