મેલબોર્ન

વિકિપીડિયામાંથી

મેલબોર્ન ઓસ્ટ્રેલિયા દેશનું બીજા ક્રમે આવતું સૌથી મોટું શહેર તેમ જ સૌથી વધુ વસ્તી ધરાવતા વિક્ટોરીયા રાજ્યનું મુખ્ય મથક છે. આ શહેરની વસ્તી અંદાજે ૩૮ લાખ જેટલી છે. આ શહેર ઓસ્ટ્રેલિયા દેશનું બીજા નંબરનું સૌથી મોટું તેમ જ પુરાણું શહેર છે. આ શહેરની સ્થાપના ૨૫ જૂન, ૧૮૫૦ના દિવસે કરવામાં આવી હતી. કલા અને સંસ્કૃતિનું કેન્દ્ર મેલબર્ન પોર્ટ ફિલિપની ખાડી નજીક આવેલું છે. આ શહેરને ઓસ્ટ્રેલિયા દેશનું રમત તેમ જ સાંસ્કૃતિક રાજધાની પણ કહેવાય છે. મેલબર્ન કેટલાય વર્ષો સુધી ઓસ્ટ્રેલિયાનું પ્રમુખ શહેર તરીકે રહ્યું હતું. ઇ. સ. ૧૯૦૧થી ૧૯૨૭ સુધી મેલબર્ન ખાતે દેશની રાજધાની પણ રહી હતી. પોતાની વૈશ્‍િવક અપીલના કારણે આ શહેરને પર્યટકો ખુબ જ પસંદ કરે છે. અહિંયાનાં પ્રમુખ પર્યટક સ્થળોની વાત કરીએ તો આ જગ્યાઓ સૌથી પહેલાં આવે છે.

મેલબોર્ન શહેરનો ૧૮૦ પેનેરોમિક દેખાવ, જેમાં ડાબી બાજુએ હોડલ ગ્રીડ અને જમણી બાજુ પર સાઉથ બેન્ક (વિક્ટોરીયા) દેખાય છે.(આ તસ્વીર ૨૦૦૮ના વર્ષમાં રીઆલ્ટો ટાવરના ઓબ્ઝરવેશન ડેક પરથી લેવામાં આવેલ છે.

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

મેલબૉર્ન શહેરમાં પર્યટકો માટે ઘણી આકર્ષક જગ્યાઓ આવેલી છે. અહિંયાનું ચિડ઼િયાઘર કે જે ઓસ્ટ્રેલિયાનું સૌથી પુરાણું ચિડ઼િયાઘર છે. આ સ્થળ દર્શનીય સ્થળોમાં મુખ્ય છે. મેલબૉર્ન ખાતે સ્થિત શાહી વનસ્પતિ ઉદ્યાન વિશ્વનાં સૌથી સારાં ઉદ્યાનોમાંનું એક ગણાય છે. આ ઉદ્યાનનું નિર્માણ જર્મન મૂળના વનસ્પતિશાસ્ત્રી ફર્નીએંડ વૉન મૂલર એ ઇ. સ. ૧૮૫૨ના વર્ષમાં કર્યું હતું. મેલબર્નને કલા અને સંસ્કૃતિનું નગર કહેવાય છે તેનું સૌથી મોટું પ્રમાણ છે, કિલ્ડા રોડ પર સ્થિત વિક્ટોરિયન આર્ટ ગૈલરી. બૈંકસિયા પાર્ક અહીંનું સૌથી મોટું પિકનિક સ્થળ છે. ખુલ્લી જગ્યા તેમ જ રમતનું મેદાન ધરાવતા આ ઉદ્યાનમાં પક્ષીઓની લગભગ ૮૦ પ્રજાતિઓ જોવા મળે છે. રિપ્પન લી હાઉસ સંગ્રહાલય અને ઐતિહાસિક ઉદ્યાન રાષ્ટ્રીય ધરોહર સ્થળ તરીકે ગણાય છે. મેલબર્ન પ્લૈનેટેરિયમ દક્ષિણી ગોળાર્ધનો પહેલો ડિજિટલ પ્લેનેટોરિયમ છે. અહીં તારાઓની દુનિયાની રોમાંચક સફર ખેડવાની તક મળે છે. જિજ્ઞાસુ તેમ જ સક્રિય લોકોના માટે અહીંના હાઉસ સીક્રેટ્સ અને નિટી ગ્રિટી સુપર સિટીનું સ્પોર્ટ્સ વર્ક સારો અનુભવ સાબિત થઇ શકે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]