જુલાઇ ૧૫
Appearance
૧૫ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૯૬મો (લિપ વર્ષ દરમ્યાન ૧૯૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૬૯ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૯૧૦ – એમિલ ક્રેપેલિને તેમના પુસ્તક ક્લિનિકલ સાઇકિયાટ્રીમાં તેમના સાથી એલોઇસ અલ્ઝાઇમરના નામ પરથી ચેતાપેશી અપભ્રંશની પરિસ્થિતિને અલ્ઝાઇમર રોગનું નામ આપ્યું.
- ૧૯૫૫ – અઢાર નોબેલ પારિતોષિક વિજેતાઓએ પરમાણુ શસ્ત્રો વિરુદ્ધ મૈનાઉ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા, બાદમાં અન્ય ૩૪ લોકોએ સહ-હસ્તાક્ષર કર્યા.
- ૧૯૭૯ – વડાપ્રધાન મોરારજી દેસાઈએ રાજીનામું આપ્યું.
- ૨૦૦૨ – પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટર ડેનિયલ પર્લની હત્યાની શંકામાં બ્રિટિશ મૂળના અહમદ ઓમર સઈદ શેખને ફાંસીની સજા અને અન્ય ત્રણને આજીવન કેદની સજા ફટકારી.
- ૨૦૦૬ – સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ટ્વિટર શરૂ કરવામાં આવ્યું.
જન્મ
[ફેરફાર કરો]- ૧૬૦૬ – રૅમ્બ્રાં હાર્મેન્ઝૂન વાન રીન, ડચ ચિત્રકાર અને છાપચિત્રકલાના કસબી (અ. ૧૬૬૯)
- ૧૭૮૩ – જમશેદજી જીજીભાઈ, પારસી-ભારતીય વેપારી અને પરોપકારી (ફિલાન્થ્રોપીસ્ટ) (અ. ૧૮૬૯)
- ૧૯૦૩ – કે. કામરાજ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (સંગઠન)ના સંસ્થાપક નેતા અને તમિલનાડુના ત્રીજા મુખ્યમંત્રી. (અ. ૧૯૭૫)
- ૧૯૦૬ – આર. એસ. મુગલી, કન્નડ ભાષાના સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા કવિ અને શિક્ષણવિદ્ (અ. ૧૯૯૩)
- ૧૯૧૨ – બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માન, મહાવીર ચક્ર વિજેતા ભારતીય સૈન્ય અધિકારી. (અ. ૧૯૪૮)
- ૧૯૧૫ – લેફ્ટનન્ટ જનરલ કાશ્મીર સિંહ કાટોચ, ભારતીય સૈન્ય અધિકારી (અ. ૨૦૦૭)
- ૧૯૩૩ – એમ. ટી. વાસુદેવન નાયર, ભારતીય લેખક અને પટકથા લેખક
- ૧૯૩૭ – પ્રભાષ જોશી, ભારતીય પત્રકાર (અ.૨૦૦૯)
- ૧૯૫૬ – અશોક સેન, ભારતીય સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૦૪ – એન્તોન ચેખવ, રશિયન વાર્તાકાર અને નાટ્યકાર (જ. ૧૮૬૦)
- ૧૯૬૭ – બાલ ગંધર્વ, મરાઠી નાટકોમાં સ્ત્રી પાત્રો તરીકેની ભૂમિકાઓ માટે જાણીતા મંચ અભિનેતા અને મરાઠી ગાયક.
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર July 15 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.