જૂન ૨૩

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

૨૩ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૭૪મો (લિપ વર્ષ દરમ્યાન ૧૭૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૯૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૭૫૭ – પ્લાસીનું યુદ્ધ, બંગાળના નવાબ સિરાજ ઉદ્‌ દૌલા અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીના લૉર્ડ ક્લાઈવ વચ્ચે પ્લાસીનું યુદ્ધ લડાયું.
  • ૧૮૬૮ – 'ક્રિસ્ટોફર લેથામ સોલ્સ' (Christopher Latham Sholes)એ ટાઇપરાઇટર (Typewriter)નાં પેટન્ટ અધિકારો પ્રાપ્ત કર્યા.
  • ૧૮૯૪ – આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિની સ્થાપના પેરિસના સોરબોન ખાતે પિયર ડી કુબર્ટિનની પહેલ પર કરવામાં આવી.
  • ૧૯૪૦ – હેનરી લાર્સને કેનેડાના બ્રિટિશ કોલંબિયાના વેનકુવરથી નોર્થવેસ્ટ પેસેજનું પશ્ચિમથી પૂર્વ તરફનું પ્રથમ સફળ નૌસંચાલન શરૂ કર્યું.
  • ૧૯૮૫ – આતંકવાદીઓએ એર ઇન્ડિયાની 'ફ્લાઇટ ૧૮૨'માં બોમ્બ વિસ્ફોટ કર્યો, જેને કારણે તે બોઇંગ ૭૪૭ વિમાન આયરલેન્ડનાં કિનારે ટુટી પડ્યું અને તેમાં પ્રવાસ કરતા ૩૨૯ લોકોનું અવસાન થયું.
  • ૨૦૧૨ – એશ્ટન ઇટને યુનાઇટેડ સ્ટેટ્સ ઓલિમ્પિક ટ્રાયલ્સમાં ડેકેથ્લોન વર્લ્ડ રેકોર્ડ તોડ્યો.
  • ૨૦૧૩ – નિક વાલેન્ડા તંગ દોરડા પર ગ્રાન્ડ કેન્યોન સફળતાપૂર્વક પાર કરનાર પ્રથમ વ્યક્તિ બન્યો.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

  • આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]