લખાણ પર જાઓ

સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ

વિકિપીડિયામાંથી

સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ દર વર્ષે ૨૩ જૂને ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાના ૨૦૦૩ના ઠરાવ એ/આરઇએસ/૫૭/૨૭૭ દ્વારા આ દિવસને "સમુદાયની જાહેર સેવાના મૂલ્ય અને ગુણની ઉજવણી" માટે નિયુક્ત કરવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક પરિષદે કરેલી જાહેરાત અનુસાર જાહેર સેવાની ભૂમિકા, પ્રતિષ્ઠા અને દૃશ્યતા વધારવા માટે કરવામાં આવેલા યોગદાન બદલ જાહેર સેવા દિવસ પર યુનાઇટેડ નેશન્સ પબ્લિક સર્વિસ એવોર્ડ્સ એનાયત કરવામાં આવે છે.

આ દિવસ એ તારીખની વર્ષગાંઠની પણ ઉજવણી કરે છે જ્યારે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને ૧૯૭૮ (ક્રમાંક ૧૫૧) પર શ્રમ સંબંધો (જાહેર સેવા) પરનું સંમેલન અપનાવ્યું હતું. આ સંએલન વિશ્વભરના તમામ સનદી અધિકારીઓની કાર્યકારી પરિસ્થિતિઓ નક્કી કરવા માટેનું એક માળખું છે.

બાહ્ય કડી

[ફેરફાર કરો]