ડિસેમ્બર ૧૪

વિકિપીડિયામાંથી

૧૪ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૪૮મો (લિપ વર્ષ દરમ્યાન ૩૪૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

 • ૫૫૭ – કોન્સ્ટેન્ટીનોપલ શહેરને ધરતીકંપથી ભારે નુકસાન થયું.
 • ૧૭૫૧ – થેરેશિયન લશ્કરી અકાદમીની વિશ્વની પ્રથમ લશ્કરી અકાદમી તરીકે રચના થઈ.
 • ૧૭૮૨ – મોન્ટગોલ્ફિયર બંધુઓએ ફ્રાન્સમાં માનવરહિત ગરમ હવાના ફુગ્ગાને ઉડાડવા માટેનું પ્રથમ પરીક્ષણ કર્યું; તેમણે લગભગ ૨ કિમી (૧.૧ માઈલ) અંતર કાપ્યું.
 • ૧૮૧૯ – અલાબામા યુ.એસ.નું ૨૨મું રાજ્ય બન્યું.
 • ૧૯૦૨ – ધ કોમર્શિયલ પેસિફીક કેબલ કંપનીએ સાન ફ્રાન્સિસ્કોથી હોનોલુલુ વચ્ચે,પ્રથમ પ્રશાંત ટેલિગ્રાફ તાર કેબલ પાથર્યો.
 • ૧૯૦૩ – રાઈટ બંધુઓએ ઉત્તર કેરોલિનાના કિટ્ટી હૉક ખાતે પોતાના વિમાન ‘રાઈટ ફ્લાયર’ના ઉડ્યનનો પ્રથમ પ્રયાસ કર્યો.
 • ૧૯૧૧ – રોઆલ્ડ આમુંડસન, પોતાના સહીત પાંચ લોકોની ટુકડી સાથે દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ માનવી બન્યા.
 • ૧૯૩૯ – શીત યુદ્ધ: સોવિયેત યુનિયનને ફિનલેન્ડ પર આક્રમણ કરવા બદલ લીગ ઓફ નેશન્સમાંથી હાંકી કાઢવામાં આવ્યું.
 • ૧૯૪૦ – પ્લુટોનિયમ (ખાસ કરીને Pu-૨૩૮) સૌ પ્રથમ બર્કલે, કેલિફોર્નિયા ખાતે અલગ પાડવામાં આવ્યું.
 • ૧૯૪૬ – સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાએ પોતાનું વડુંમથક ન્યૂ યૉર્ક ખાતે સ્થાપવા વિશે મતદાન કર્યું.
 • ૧૯૪૮ – થોમસ ટી. ગોલ્ડસ્મિથ જુનિયર અને એસ્ટલ રે માનને તેમના કેથોડ-રે ટ્યુબ મનોરંજન સાધન (એમ્યુઝમેન્ટ ડિવાઇસ) માટે પેટન્ટ અધિકાર આપવામાં આવ્યા. તે સૌથી પહેલી જ્ઞાત સહભાગી યાંત્રિક રમત (ઇન્ટરેક્ટિવ ઇલેક્ટ્રોનિક ગેમ) છે.
 • ૧૯૫૫ – આલ્બેનિયા, ઑસ્ટ્રિયા, બલ્ગેરિયા, કમ્બોડીયા, સિલોન, ફીનલેંડ, હંગેરી, આયરલેંડ, ઈટલી, જોર્ડન, લાઓસ, લિબિયા, નેપાળ, પોર્ટુગલ, રોમાનિયા અને સ્પેન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ ૧૦૯ મારફતે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જોડાયા.
 • ૧૯૫૮ – ત્રીજું સોવિયેત એન્ટાર્કટિક અભિયાન દુર્ગમ દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ અભિયાન બન્યું.
 • ૧૯૬૧ – ટાંગાનિકા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જોડાયું.
 • ૧૯૬૨ – નાસાનું મરીનર-૨ શુક્ર તરફ ઉડાન ભરનારૂં પ્રથમ અવકાશ યાન બન્યું.
 • ૧૯૭૧ – બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ : પૂર્વ પાકિસ્તાનના ૨૦૦થી વધુ બુદ્ધિજીવીઓને પાકિસ્તાન આર્મી અને તેમના સ્થાનિક સાથીઓ દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. (બાંગ્લાદેશમાં આ તારીખ ‘શહીદ બુદ્ધિજીવી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.)
 • ૧૯૯૪ – યાંગ્ત્ઝે નદી પર થ્રી ગોર્જીસ બંધનું બાંધકામ શરૂ કરાયું.
 • ૨૦૦૩ – પાકિસ્તાની રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ હત્યાના પ્રયાસથી સહેજમાં બચી ગયા.
 • ૨૦૦૪ – મિલ્લાઉ વાયડક્ટ, વિશ્વનો સૌથી ઊંચો પુલ ફ્રાન્સના મિલ્લાઉ નજીક ઔપચારિક રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો.
 • ૨૦૨૦ – દક્ષિણ પેસિફિક મહાસાગર, દક્ષિણ અમેરિકાના દક્ષિણ ભાગમાં અને દક્ષિણ એટલાન્ટિક મહાસાગરના કેટલાક ભાગોમાંથી સંપૂર્ણ સૂર્યગ્રહણ દેખાયું.

જન્મ[ફેરફાર કરો]

 • ૧૯૧૮ – બી. કે. એસ. આયંગર, ભારતીય યોગ પ્રશિક્ષક અને લેખક, આયંગર યોગના સ્થાપક (અ. ૨૦૧૪)
 • ૧૯૨૪ – રાજ કપૂર, ભારતીય અભિનેતા (અ. ૧૯૮૮)
 • ૧૯૩૪ – શ્યામ બેનેગલ, ભારતીય દિગ્દર્શક અને પટકથા લેખક
 • ૧૯૫૩ – વિજય અમૃતરાજ, ભારતીય ટેનિસ ખેલાડી
 • ૧૯૭૯ – સમીરા રેડ્ડી, ભારતીય અભિનેત્રી
 • ૨૦૦૦ – દીક્ષા ડાગર, ભારતીય વ્યાવસાયિક ગોલ્ફ ખેલાડી

અવસાન[ફેરફાર કરો]

 • ૧૭૯૯ – જ્યોર્જ વોશિંગ્ટન, સંયુક્ત રાજ્ય અમેરિકાના પ્રથમ રાષ્ટ્ર પ્રમુખ, રાષ્ટ્રપિતા, બંધારણીય સભાના અધ્યક્ષ, સ્વાતંત્ર્ય સેનાની અને અમેરિકન ક્રાંતિ દરમિયાન સરસેનાપતિ (જ. ૧૭૩૨)
 • ૧૯૭૧ – મુફઝલ હૈદર ચૌધરી, બાંગ્લાદેશી ભાષાશાસ્ત્રી અને વિદ્વાન (જ. ૧૯૨૬)
 • ૧૯૭૧ – મુનીર ચૌધરી, બાંગ્લાદેશી લેખક, નાટ્યકાર અને વિવેચક (જ. ૧૯૨૫)
 • ૨૦૧૩ – સી. એન. કરુણાકરન, ભારતીય ચિત્રકાર (જ. ૧૯૪૦)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

 • રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ (ભારત)[૧]
 • શહિદ બુદ્ધિજીવી દિવસ – બાંગ્લાદેશ
 • વિશ્વ વાનર દિવસ

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]