પ્રશાંત મહાસાગર

વિકિપીડિયામાંથી
પ્રશાંત મહાસાગર
પ્રશાંત મહાસાગરનો નકશો
અક્ષાંશ-રેખાંશ0°N 160°W / 0°N 160°W / 0; -160
સપાટી વિસ્તાર165,250,000 km2 (63,800,000 sq mi)
સરેરાશ ઊંડાઇ4,280 m (14,040 ft)
મહત્તમ ઊંડાઇ10,911 m (35,797 ft)
પાણીનો જથ્થો710,000,000 km3 (170,000,000 cu mi)
રહેણાંક વિસ્તારએન્ચોરેગ, ઓકલેન્ડ, બ્રિસ્બેન, બુસાન, હોંગકોંગ, હોનોલુલુ, લિમા, લોસ એન્જેલસ, સાન ફ્રાન્સિસ્કો અખાત વિસ્તાર, સાન ડિએગો, સિએટલ, શાંગાઇ, સિંગાપુર, સુવા, સિડની, તિજુઆના, ટોક્યો, વાલપ્રેસો, વાનકુવર, વ્લાદિવોસ્ટોક, વ્હાંગરેઇ

પ્રશાંત મહાસાગર વિશ્વનો સૌથી મોટો મહાસાગર છે. તે ઉત્તરમાં આર્કટિક મહાસાગરથી એન્ટાર્કટીકા સુધી વ્યાપેલો છે અને પશ્ચિમમાં એશિયા અને ઑસ્ટ્રેલિયા અને પૂર્વમાં અમેરિકા ખંડની વચ્ચે આવેલો છે.

પ્રશાંત મહાસાગરનો કુલ જળ વિસ્તાર ૧૬,૫૨,૫૦,૦૦૦ ચોરસ કિમી છે, જે દુનિયાના જળવિસ્તારનો ૪૬% અને દુનિયાના કુલ ભૂવિસ્તારનો ૩૨% જેટલો છે. ફિલિપાઇન્સ પાસેના મરિના ટ્રેન્ચ પાસે તે ૧૦,૯૨૮ મીટર જેટલો ઊંડો છે અને તે દુનિયાની સૌથી વધુ ઊંડી જગ્યા છે. આ મહાસાગરમાં અનેક નાના મોટા સમુદ્રો જેવાકે જાપાનનો સમુદ્ર, દક્ષિણ ચીનનો સમુદ્ર, ફિલિપાઇન્સનો સમુદ્ર, કોરલ સમુદ્ર, તાસ્માન સમુદ્ર અને ઓખોટસ્ક સમુદ્ર આવેલા છે. પોર્ટુગીઝ અને સ્પેનિશ ભાષામાં તેનો અર્થ શાંત મહાસાગર થાય છે. આ મહાસાગર અમેરિકા ખંડને એશિયા અને ઓસ્ટ્રેલિયા ખંડથી છુટા પાડે છે. પ્રશાંત મહાસાગરને કાંઠે દુનિયાના ઘણા મોટા અને આર્થિક રીતે સમૃદ્ધ એવા અમેરિકા, ચીન, જાપાન, ઓસ્ટ્રેલિયા, કોરિયા, ચીલી, કેનેડા, મલેશિયા, ઇન્ડોનેશિયા, વિયેતનામ, રશિયા, થાઇલેન્ડ અને ન્યુઝીલૅન્ડ જેવા દેશો આવેલા છે. ઓકલેન્ડ, બેકોંક, બુસાન , ગ્વાન્ગઝો, હોંગકોંગ, લોસ એન્જેલસ, સાન ફ્રાન્સિસ્કો, સિએટલ, વાનકુવર, મનિલા, મેલબોર્ન, સીડની, ઓસાકા, નાગોયા , ટોક્યો, શાંઘાઈ, સિંગાપુર અને વ્લાડિવોસ્ટોક જેવા મોટા બંદરો પ્રશાંત મહાસાગરને કિનારે આવેલા છે.