વાનકુવર

વિકિપીડિયામાંથી
વાનકુવર
શહેર
સીટી ઓફ વાનકુવર
વાનકુવર શહેર
વાનકુવર શહેર
વાનકુવરનું રાજચિહ્ન
Coat of arms
સૂત્ર: 
"By Sea, Land, and Air We Prosper"
બ્રિટિશ કોલંબિયામાં સ્થાન
બ્રિટિશ કોલંબિયામાં સ્થાન
વાનકુવર is located in British Columbia
વાનકુવર
વાનકુવર
બ્રિટિશ કોલંબિયામાં સ્થાન
વાનકુવર is located in Canada
વાનકુવર
વાનકુવર
કેનેડામાં સ્થાન
વાનકુવર is located in North America
વાનકુવર
વાનકુવર
ઉત્તર અમેરિકામાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 49°15′39″N 123°06′50″W / 49.26083°N 123.11389°W / 49.26083; -123.11389
દેશકેનેડા
પ્રાંતબ્રિટિશ કોલંબિયા
વિસ્તારલોઅર મેઇનલેન્ડ
રચનાએપ્રિલ ૬, ૧૮૮૬
નામકરણજર્યોજ વાનકુવર
વિસ્તાર
 • શહેર૧૧૪.૯૭ km2 (૪૪.૩૯ sq mi)
 • શહેેરી
૮૭૬.૪૪ km2 (૩૩૮.૪૦ sq mi)
 • મેટ્રો
૨,૮૭૮.૫૨ km2 (૧૧૧૧.૪૦ sq mi)
ઊંચાઇ
૦–૧૫૨ m (૦–૫૦૧ ft)
વસ્તી
 (૨૦૧૬)[૨][૩]
 • શહેર૬,૩૧,૪૮૬ (૮th)
 • ગીચતા૫,૪૯૨.૬/km2 (૧૪૨૨૬/sq mi)
 • શહેરી વિસ્તાર
૨૨,૬૪,૮૨૩[૧]
 • શહેરી ગીચતા૨,૫૮૪/km2 (૬૬૯૦/sq mi)
 • મેટ્રો વિસ્તાર
૨૪,૬૩,૪૩૧ (૩rd)
સમય વિસ્તારUTC−08:00 (પેસેફિક સમય વિસ્તાર)
 • ઉનાળુ બચત સમય (DST)UTC−07:00 (PDT)
વેબસાઇટCity of Vancouver

વાનકુવર કેનેડાનું ત્રીજું સૌથી મોટું શહેર છે. આ શહેર કેનેડાના પશ્ચિમ કાંઠે આવેલા બ્રિટિશ કોલંબિયામાં આવેલું છે અને પ્રશાંત મહાસાગરનું મોટું બંદર અને તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતું છે. વાનકુવર કેનેડાનું સૌથી વધુ વંશીય વિવિધતા વાળું શહેર છે. દુનિયામાં રહેવાલાયક શહેરોમાં તે છેલ્લા ઘણા વરસોથી પ્રથમ પાંચમાં આવે છે. વાનકુવરનું બંદર ઉત્તર અમેરિકાનુ ચોથું સૌથી મોટું અને કેનેડાનુ સૌથી મોટું છે. અહીં ખીલેલા ચલચિત્ર ઉદ્યોગને કારણે તેને ઉત્તરનું "હોલીવુડ" પણ કહે છે. બ્રિટીશ નાવિક જ્યોર્જ વાનકુવર, કે જેણે બરાર્ડની ખાડીની સૌ પ્રથમ મોજણી કરી હતી, તેની યાદમાં શહેરનું નામ રાખવામાં આવેલ છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

વાનકુવરમાં છેલ્લા ૮૦૦૦ થી૧૦૦૦૦ વર્ષોથી અહીંના મૂળ નિવાસીયો કે જેઓ ઇન્યુઇટ કે "નેટીવ ઇન્ડિયન" તરીકે ઓળખાય છે તેઓ વસતા હતા. સાઇમન ફ્રેઝર એ પહેલો યુરોપીઅન હતો કે જેને યુરોપીઅન લોકોની વસાહત સ્થાપી હતી. ૧૮૫૮માં વાનકુવર પાસેના ફ્રેઝર કેન્યોન પાસે મોટાપાયે સોનાના ભંડારો મળી આવતા લગભગ ૨૫૦૦૦ માણસોએ અહીંયા પોતાનો વસવાટ સ્થાપ્યો. ૧૮૬૦ પછી લાકડાની મીલોની શરૂઆત અને કેનેડિયન પેસેફિક રેલવેના આગમન પછી વાનકુવરનો વિકાસ ઝડપભેર થવા લાગ્યો હતો. ૧૮૮૬માં વાનકુવર મહાનગરપાલિકાની સ્થાપના થઇ હતી.

ભૂગોળ[ફેરફાર કરો]

વાનકુવર કેનેડાના બ્રિટિશ કોલંબિયા રાજ્યના દક્ષિણ પશ્ચિમે પ્રશાંત મહાસાગરને કાંઠે આવેલું શહેર છે. શહેરની ઉત્તરે બરાર્ડની ખાડી (ઇનલેટ) આવેલ છે, જ્યારે દક્ષિણે ફ્રેઝર નદી આવેલ છે. પશ્ચિમે જ્યોર્જીયાની સમુદ્રધુની આવેલ છે, જે તેને વાનકુવર ટાપુથી જુદું પાડે છે અને શહેરનો પૂર્વભાગ બરનબી શહેરને અડીને આવેલ છે. વાનકુવરમાં ઉત્તર અમેરિકાનો સૌથી મોટો એવો શહેરી ઉદ્યાન સ્ટેન્લી પાર્ક આવેલો છે, જે શહેરનું એક જાણીતું પ્રવાસી આકર્ષણ છે. બૃહદ વાનકુવર પાસે આવેલ બરનબી, કોકવીટલામ, રીચમંડ, ન્યુ વેસ્ટમિનિસ્ટર, સરી અને ઉત્તર વાનકુવર જેવા અન્ય શહેરોનો પણ સમાવેશ થાય છે.

આબોહવા[ફેરફાર કરો]

વાનકુવરનું હવામાન કેનેડાના અન્ય શહેરોની સરખામણીએ સૌથી વધુ સમઘાત છે. અન્ય શહેરોની તુલનામાં અહીંનો શિયાળો ઘણો ઓછો ઠંડો હોય છે. પ્રશાંત મહાસાગરના કિનારે અને "કોસ્ટલ માઉન્ટેન"ની વચ્ચે આવેલ હોવાને કારણે વાર્ષિક ધોરણે ૧૨૦૦ થી ૧૫૦૦ મિમિ જેટલો વરસાદ વરસે છે. ઉનાળાના ૩ મહિનાને બાદ કરતા દરેક મહિનામાં વરસાદ પડે છે જયારે વાર્ષિક ધોરણે સરાસરી ૩૮ સે.મી. જેટલો બરફ પડે છે, જે દેશના અન્ય શહેરની સરખામણીમાં ખુબ ઓછો છે.

અર્થકારણ[ફેરફાર કરો]

વાનકુવર કેનેડાના આંતર્દેશીય સડક માર્ગ અને રેલવે વ્યવસ્થાના પશ્ચિમ વિભાગનું અંતિમ સ્થાન છે અને દેશ નું આયાત નિકાસનું મોટ બંદર છે. કેનેડીઅન નેશનલ અને કેનેડીઅન પેસિફિક રેલવેના અંતિમ સ્ટેશનો પણ અહીં આવેએ છે.વાનકુવર કેનેડાને એશિયા પ્રશાંત ક્ષેત્રને જોડતું અગત્યનું હવાઈ મથક છે.આ ઉપરાંત ખનીજ નિસ્કર્ષણ ,જંગલ પેદાશો,સોફટવેર ,જૈવિકવિજ્ઞાન ,વીમાન ઉદ્યોગ ,વિડિઓ ગેમ અને એનિમેશન જેવા ઉદ્યોગોનો પણ વિકાસ થયેલ છે.પ્રવાસ અને ફિલમ ઉદ્યોગ શહેરના અર્થતંત્રના વિકાસમાં ખુબ મોટો ફાળો આપે છે.

વસ્તીવિષયક[ફેરફાર કરો]

બૃહદ વાનકુવર વિસ્તારની વસ્તી અત્યારે લગભગ ૨૪ લાખની છે અને પશ્ચિમ કેનેડાનો સૌથી મોટો શહૅરી વિસ્તાર છે.વાનકુવરમાં યુરોપીય વસાહતીઓ સાથે ચીની,ભારતીય ફિલિપિનો અને મૂળ વસાહતીઓ એવા 'નેટિવ ઇન્ડિયન'ની પણ ઘણી મોટી વસ્તી છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Census Profile, 2016 Census - Vancouver [Population centre], British Columbia and British Columbia". www12.statcan.gc.ca. Statistics Canada - Government of Canada. 8 February 2017.
  2. "Population size and growth in Canada: Key results from the 2016 Census". Statistics Canada. May 10, 2016. મૂળ સંગ્રહિત માંથી February 10, 2017 પર સંગ્રહિત. મેળવેલ February 8, 2016.
  3. "Census Profile, 2016 Census – Vancouver, City Census subdivision, British Columbia Province". મૂળ સંગ્રહિત માંથી November 3, 2018 પર સંગ્રહિત. મેળવેલ September 1, 2018.