લખાણ પર જાઓ

દીક્ષા ડાગર

વિકિપીડિયામાંથી
દીક્ષા ડાગર
વ્યક્તિગત માહિતી
Nationalityભારત
જન્મ૧૪ ડિસેમ્બર, ૨૦૦૦
ઝજ્જર, હરિયાણા
Sport
રમતમહિલા ગોલ્ફ
Coached byનરીન્દાર ડાગર

દીક્ષા ડાગર (જન્મ: ૧૪ ડિસેમ્બર, ૨૦૦૦) ભારતનાં પ્રોફેશનલ ગોલ્ફર છે. ડાગર મૂળ હરિયાણાના ઝજ્જરનાં છે અને દિલ્હીમાં રહે છે. તેઓ 2018માં લેડીઝ યુરોપિયન ટૂરનો ખિતાબ જીતીને સૌથી યુવા ભારતીય મહિલા અને ભારતનાં બીજાં ખિતાબ જીતનારાં મહિલા બન્યાં.[] સાંભળવાની ખામીને સાથે જન્મેલાં આ યુવતીએ 2017માં સમર ડેફ્લિમ્પિક્સમાં દેશને સિલ્વર મેડલ અપાવ્યો હતો.[] ઉપરાંત 2018માં એશિયન ગેમ્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.[]

વ્યક્તિગત જીવન અને ભૂમિકા

[ફેરફાર કરો]

14 ડિસેમ્બર 2000ના રોજ હરિયાણામાં દીક્ષાનો જન્મ થયો ત્યારે દીક્ષાના પિતા કર્નલ નરીન્દર ડાગર અને માતા સુનીતા ડાગર ચિંતામાં હતાં કારણ કે દીક્ષાનો મોટો ભાઈ યોગેશ પણ સાંભળવાની ખામી સાથે જન્મ્યો હતો. દીક્ષાના જન્મના ત્રણ વર્ષ બાદ તેમનાં માતાપિતાનો ડર સાચો ઠર્યો. તેમણે અનેક ટેસ્ટ કરાવ્યા બાદ તેમને ખબર પડી કે દીક્ષા પણ સાંભળવામાં અસમર્થ છે. આમ છતાં તેમનાં માતા-પિતાએ સંકલ્પ કર્યો કે તેમની આ ક્ષતિ દૂર કરવા તે તમામ પ્રસાયો કરશે. દીક્ષાએ કોક્લીયર ઇમ્પ્લાન્ટ અને સ્પીચ થૅરપી લીધી. ત્યારબાદ તેમની 60 થી 70 ટકા સાંભળવાની ક્ષમતા વધી અને હવે પહેલાં કરતાં સારી રીતે સાંભળી શકે છે.[]

ડાગરના પિતા પણ એક ગોલ્ફર છે. જ્યારે તેમણે છ વર્ષે ગોલ્ફ સ્ટીક ઉપાડી ત્યારે તેમના પિતા કર્નલ ડાગરે જ તેમને તાલીમ આપી હતી અને આ સમયે બીજું કોઈ તેમને તાલીમ આપવા તૈયાર ન હતું. દીક્ષા ગોલ્ફ સિવાય સ્વિમિંગ, ટેનિસ અને બૅડમિન્ટન પણ રમે છે.[]

2012માં તેમની પહેલી ટુર્નામેન્ટ ઇન્ડિયન ગોલ્ફ યુનિયન (સબ) જુનિયર સર્કિટમાં ભાગ લીધા બાદ તેમણે આ રમતમાં કારકિર્દી બનવાનો નિર્ણય લીધો.[]

ડાગર માટે આ રમત રમવી સહેલી ન હતી કારણ કે આ રમત ઘણી ખર્ચાળ હતી. આ રમતમાં એક ટુર્નામેન્ટમાં 35થી 40 હજાર રૂપિયા ખર્ચ થતા હતા.[] તેમની સામે એક બીજો પડકાર હતો કે તેઓ ડાબોડી હતાં અને ડાબા હાથે રમી શકાય એવાં સાધનો સહેલાઈથી ઉપલબ્ધ ન હતાં. ડાબા હાથથી રમવા માટે તેમના માટે ક્લબ શોધવી એટલી મુશ્કેલ હતી કે તેઓ ઘણી વાર જમણા હાથથી જ રમવાનો પ્રયત્ન કરતાં હતાં. ભાગ્યે જ 10 ટકા ગોલ્ફર જ ડાબોડી હોવાથી સ્પૉર્ટ્સના સાધનો આયાત કરનાર વેપારીઓ તેના માટે જલદી તૈયાર નહોતા થતા. આખરે તેઓ ઑસ્ટ્રેલિયામાં ટુર્નામેન્ટ રમવા ગયાં અને ત્યાં તેમને દુકાનમાં તેમનાં યોગ્ય સાધનો મળી ગયાં.[]

કારકિર્દી

[ફેરફાર કરો]

દીક્ષાએ ઇન્ડિયન તેમણે યુનિયન સબ જુનિયર સર્કિટમાં ભાગ લઈને 12 વર્ષની ઉંમરે કારકિર્દીની શરૂઆત કરી અને તેઓ અંડર-15 અને અંડર-18ના ગ્રૂપમાં ટોચનાં ભારતીય મહિલા ગોલ્ફર બન્યાં. 2015માં તેઓ લેડીઝ યુરોપિયન ટૂરમાં વિમેન્સ હીરો ઇન્ડિયન ઓપનમાં પ્રવેશ મેળવીને દેશના ટોચનાં ઍમેચ્યોર મહિલા ગોલ્ફર બન્યાં.[]

2017માં તેઓ ઍમેચ્યોર તરીકે પ્રથમ વખત પ્રોફેશનલ ઇવૅન્ટ હીરો વુમન્સ પ્રો ગોલ્ફ ટૂરમાં જીત્યાં. ત્યારબાદ તેમને એ જ વર્ષે તુર્કીમાં ડેફ્લિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનારાં પ્રથમ ભારતીય ગોલ્ફર બન્યાં.[]

2018માં તેમણે સિંગાપોર ઓપન જીત્યું. જર્કાતામાં એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને થાઇલૅન્ડની ક્વીન સરકિટ કપમાં ટીમ ઇવૅન્ટમાં ભારત તરફથી શ્રેષ્ઠ સ્કોર બનાવ્યો.[]

ડિસેમ્બર 2018માં તેઓ વ્યાવસાયિક રીતે યુવા ગોલ્ફર બન્યાં. માર્ચ 2019માં ઑસ્ટ્રેલિયામાં કેટલીક ઇવૅન્ટ રમ્યા પછી તેઓ કેપટાઉનમાં સાઉથ આફ્રિકન લેડીઝ યુરોપિયન ટૂર જીત્યા. આ તેમની મોટી સિદ્ધિ હતી.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "GOLF: दीक्षा डागर ने रचा इतिहास, जीता दक्षिण अफ्रीकी ओपन खिताब". Hindustan (hindiમાં). મૂળ માંથી 2021-10-28 પર સંગ્રહિત. મેળવેલ 2021-10-28. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)CS1 maint: unrecognized language (link)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "Indian amateur golfer Diksha Dagar credits dad for her silver win at Deaflympics". Hindustan Times (અંગ્રેજીમાં). 2017-07-28. મેળવેલ 2021-10-28. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  3. "India at Asian Games 2018: Full squad". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-28. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  4. ૪.૦ ૪.૧ "वो सुन नहीं सकती, लेकिन है नम्बर वन गोल्फर". BBC News हिंदी (હિન્દીમાં). મેળવેલ 2021-10-28. {{cite news}}: Check date values in: |access-date= (મદદ)
  5. ૫.૦ ૫.૧ "महिला गोल्फर दीक्षा ने कहा- पिता को जाता है मेरी सफलता का श्रेय". Zee News (હિન્દીમાં). મેળવેલ 2021-10-28. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  6. "The right clubs changed everything for left-handed Diksha Dagar". ESPN (અંગ્રેજીમાં). 2019-03-17. મેળવેલ 2021-10-28. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  7. Krishnaswamy, V. "Diksha Dagar becomes youngest Indian woman to win on Ladies European Tour". @businessline (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-28. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)