લખાણ પર જાઓ

જુલાઇ ૨૨

વિકિપીડિયામાંથી

૨૨ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૦૩મો (લિપ વર્ષ દરમ્યાન ૨૦૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૬૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૫૯૮ – વિલિયમ શેક્સપિયરનું નાટક ધ મર્ચન્ટ ઓફ વેનિસ સ્ટેશનર્સ રજિસ્ટરમાં દાખલ કરવામાં આવ્યું. મહારાણી એલિઝાબેથના હુકમનામા અનુસાર સ્ટેશનર્સ રજિસ્ટર લાઇસન્સ અંતર્ગત છાપેલી કૃતિઓ ક્રાઉનને તમામ પ્રકાશિત સામગ્રી પર ચુસ્ત નિયંત્રણ આપે છે.
  • ૧૭૯૩ – એલેક્ઝાન્ડર મેકેન્ઝી ઉત્તર અમેરિકા આંતર મહાદ્વીપ પસાર કરી પેસિફિક મહાસાગરમાં પહોંચનાર પ્રથમ વ્યક્તિ બન્યા.
  • ૧૯૩૩ – 'વિલી પોસ્ટ' (Wiley Post), એકલ ઉડાન દ્વારા વિશ્વનું સંપૂર્ણ ચક્કર લગાવનાર પ્રથમ વ્યક્તિ બન્યા. આ ઉડાન દરમિયાન તેમણે ૭ દિવસ, ૧૮ કલાક અને ૪૫ મીનીટમાં, ૧૫,૫૯૬ માઇલનું અંતર કાપ્યું હતું.
  • ૧૯૪૭ – ભારતીય રાષ્ટ્રધ્વજને બંધારણ સભા દ્વારા સત્તાવાર રીતે અપનાવવામાં આવ્યો.
  • ૨૦૧૦ – મુથૈયા મુરલીધરન ટેસ્ટ ક્રિકેટમાં ૮૦૦ વિકેટ ઝડપનાર એકમાત્ર બોલર બન્યા.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

  • ૧૯૧૮ – ઇન્દ્ર લાલ રોય, ભારતીય લેફ્ટનન્ટ અને પ્રથમ ભારતીય ફાઇટર એરક્રાફ્ટ પાઇલટ (જ. ૧૮૯૮)
  • ૧૯૮૦ – અરવિંદ પંડ્યા, ગુજરાતી ચલચિત્રોના ચરિત્ર અભિનેતા (જ. ૧૯૨૩)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]